Home /News /business /

Systematic investment plan: લાર્જ અને મિડ કેપ ફંડમાં રોકાણ કરવા શ્રેષ્ઠ છે આ 4 SIP, 5 વર્ષમાં મળ્યું 75% રિટર્ન

Systematic investment plan: લાર્જ અને મિડ કેપ ફંડમાં રોકાણ કરવા શ્રેષ્ઠ છે આ 4 SIP, 5 વર્ષમાં મળ્યું 75% રિટર્ન

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

Investment in Mutual funds: SBI લાર્જ એન્ડ મિડકેપ ફંડમાં છેલ્લા 1 વર્ષમાં 16.31 ટકા, છેલ્લા 2 વર્ષમાં 46.92 ટકા, છેલ્લા 3 વર્ષમાં 54.81 ટકા અને છેલ્લા 5 વર્ષમાં 67.61 ટકા વળતર મળ્યું છે.

    મુંબઈ: મ્યુચ્યુઅલ ફંડ SIP મુખ્યત્વે દેશની ટોચની 100 કંપનીઓમાં રોકાણ (Investment) કરે છે અને તે દેશની સૌથી મોટી બ્રાન્ડ્સ હોય છે. આ બ્રાન્ડ્સને બ્લુચીપ ઇક્વિટી (Blue-chip equity) કહેવાય છે. જેણે પાછલા વર્ષોમાં અસાધારણ પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત લાર્જ-કેપ ફંડ્સ (Large cap funds)માં નવા રોકાણકારને ફંડ વિશે સુરક્ષાની વધુ ખાતરી મળી શકે છે. હવે મિડ-કેપ ફંડ્સ (Mid cap funds)ની વાત કરીએ તો લાર્જ-કેપ ફંડ્સને બદલે મિડ-કેપ ફંડ્સ સામાન્ય રીતે શેરબજારોમાં વધુ સારું પ્રદર્શન કરે છે, કારણ કે તેમાં વૃદ્ધિની સંભાવના વધુ હોય છે. આ ફંડ પણ સારી સુરક્ષા ભાગ આપે છે.

    આવી સ્થિતિમાં એમ કહી શકાય કે, મ્યુચ્યુઅલ ફંડ SIP લાર્જ-કેપ અને મિડ-કેપ ફંડ્સ બંનેમાં રોકાણકારને સારા વળતર અને સુરક્ષા મળે શકે છે. ત્યારે અહીં લાર્જ અને મિડ-કેપ ફંડમાં રોકાણ કરતી 4 શ્રેષ્ઠ SIP અંગે જાણકારી આપવામાં આવી છે.

    SBI લાર્જ એન્ડ મિડકેપ ફંડ

    SBI લાર્જ એન્ડ મિડકેપ ફંડમાં છેલ્લા 1 વર્ષમાં 16.31 ટકા, છેલ્લા 2 વર્ષમાં 46.92 ટકા, છેલ્લા 3 વર્ષમાં 54.81 ટકા અને છેલ્લા 5 વર્ષમાં 67.61 ટકા વળતર મળ્યું છે. આ ફંડને રેટિંગ એજન્સી ક્રિસિલ દ્વારા 3 સ્ટાર સાથે રેટિંગ આપવામાં આવ્યું છે. આ ફંડની ટોચની 5 હોલ્ડિંગ્સમાં ICICI બેંક લિમિટેડ, પેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ - ફેબ્રિક્સ અને ગાર્મેન્ટ્સ, HDFC બેંક લિમિટેડ, ભારતી એરટેલ લિમિટેડ અને નુવોકો વિસ્ટાસ કોર્પોરેશન લિમિટેડ - સિમેન્ટનો સમાવેશ થાય છે. આ ફંડનું લાર્જ કેપ ઇન્વેસ્ટમેન્ટ્સ 32.16 ટકા, મિડ કેપ ઇન્વેસ્ટમેન્ટ્સ 26.09 ટકા, સ્મોલ કેપ ઇન્વેસ્ટમેન્ટ્સ 20.72 ટકા અને અન્ય ફંડ્સમાં 18.68 ટકા છે.

    આદિત્ય બિરલા સન લાઇફ ઇક્વિટી એડવાન્ટેજ ફંડ

    આદિત્ય બિરલા સન લાઇફ ઇક્વિટી એડવાન્ટેજ ફંડ ડાયરેક્ટ પ્લાન છે. જેમાં છેલ્લા 1 વર્ષમાં 16.78 ટકા, છેલ્લા 2 વર્ષમાં 48.66 ટકા, છેલ્લા 3 વર્ષમાં 57.81 ટકા અને છેલ્લા 5 વર્ષમાં 65.71 ટકા વળતર મળ્યું છે. આ ફંડને પણ 3 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. આ ફંડની ટોચની હોલ્ડિંગ્સ ICICI બેંક લિમિટેડ, બજાજ ફાઇનાન્સ લિમિટેડ, લાર્સન એન્ડ ટર્બો ઇન્ફોટેક લિમિટેડ, - કમ્પ્યુટર્સ સોફ્ટવેર, ઇન્ફોસિસ લિમિટેડ - કમ્પ્યુટર્સ સોફ્ટવેર, વોલ્ટાસ લિમિટેડ - એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ, કન્સ્ટ્રક્શન છે. આ ફંડનું લાર્જ કેપ ઇન્વેસ્ટમેન્ટ્સ 32.03 ટકા, મિડ કેપ ઇન્વેસ્ટમેન્ટ્સ 38.18 ટકા, સ્મોલ કેપ ઇન્વેસ્ટમેન્ટ્સ 10.48 ટકા અને અન્ય ફંડ્સમાં 18.36 ટકા છે.

    આ પણ વાંચો: Gold price forecast: સોનામાં આ અઠવાડિયે આવ્યો ઘટાડો, કોમોડિટી નિષ્ણાતો પાસેથી જાણો રોકાણની રણનીતિ

    HDFC લાર્જ અને મિડ કેપ ફંડ

    HDFC લાર્જ અને મિડ કેપ ફંડમાં છેલ્લા 1 વર્ષમાં 17.01 ટકા, છેલ્લા 2 વર્ષમાં 49.72 ટકા, છેલ્લા 3 વર્ષમાં 55.77 ટકા અને છેલ્લા 5 વર્ષમાં 64.70 ટકા વળતર મળ્યું છે. આ ફંડને પણ 3 સ્ટાર મળ્યા છે. આ ફંડની ટોચની હોલ્ડિંગ્સમાં ICICI બેંક લિમિટેડ, ઇન્ફોસિસ લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડનો સમાવેશ થાય છે. આ ફંડનું લાર્જ કેપ ઇન્વેસ્ટમેન્ટ્સ 38.17 ટકા, મિડ કેપ ઇન્વેસ્ટમેન્ટ્સ 37.51 ટકા, સ્મોલ કેપ ઇન્વેસ્ટમેન્ટ્સ 4.83 ટકા અને અન્ય ફંડ્સમાં 11.91 ટકા છે.

    આ પણ વાંચો: 10 biggest IPO: 2021ના વર્ષના 10 મોટા IPO જે ખૂબ ચર્ચામાં રહ્યા, કરી લો એક નજર

    કેનેરા રોબેકો ઇમર્જિંગ ઇક્વિટીઝ

    કેનેરા રોબેકો ઇમર્જિંગ ઇક્વિટીઝમાં છેલ્લા 1 વર્ષમાં 17.00 ટકા, છેલ્લા 2 વર્ષમાં 48.46 ટકા, છેલ્લા 3 વર્ષમાં 60.47 ટકા અને છેલ્લા 5 વર્ષમાં 75.84 ટકા વળતર મળ્યું છે. આ ફંડને 3 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. આ ફંડની ટોચની હોલ્ડિંગ્સમા ICICI બેંક લિમિટેડ, HDFC બેંક લિમિટેડ, ઇન્ફોસિસ લિમિટેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને એક્સિસ બેંક છે. આ ફંડનું લાર્જ કેપ ઇન્વેસ્ટમેન્ટ્સ 40.25 ટકા છે. જ્યારે મિડ કેપ ઇન્વેસ્ટમેન્ટ્સ 29.53 ટકા, સ્મોલ કેપ ઇન્વેસ્ટમેન્ટ્સ 5.63 ટકા અને અન્ય ફંડ્સમાં 20.42 ટકા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Mutual funds, SIP, એસબીઆઇ

    આગામી સમાચાર