શું તમે પણ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કર્યું છે? જાણો પૈસા ઉપાડવાનો સાચો સમય કયો છે

Mutual Fund

તમે 10 વર્ષ માટે 12 ટકા વળતર વિચાર્યું હતું, પરંતુ તમને 15 ટકા વળતર મળ્યું અને તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી ગયા તો આ રકમ પરત ખેંચી લેવી જોઈએ અને લીકવીડ ફંડમાં સેવ કરવી જોઈએ.

  • Share this:
રોકાણના બદલાતા યુગમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund)માં રોકાણ કરવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ત્યારે છૂટક રોકાણકારો પણ તેમાં FD કે ફિક્સ કરતા વધારે વળતર મેળવી રહ્યા છે. પરંતુ અહીં જમા કરેલા નાણાં ક્યારે પાછા કાઢવા, તેને લઈને ઘણા લોકો ભૂલો કરે છે.

પૈસા પાછા ઉપાડવાની યોગ્ય વ્યૂહરચના શું હોવી જોઈએ તે હજી સુધી ઘણા લોકો સમજી શક્યા નથી. આજે અમે જણાવીશું કે મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડવાનો યોગ્ય સમય કયો છે. વધુ સારા વળતર માટે યોગ્ય ટાઇમિંગ ખૂબ મહત્વનું છે અને પૈસાનો વધુ વ્યય થતો નથી.

એક નક્કી લક્ષ્ય માટે પૈસાનું રોકાણ કરો

જ્યારે પણ તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગતા હોય, ત્યારે ચોક્કસ લક્ષ્ય સાથે રોકાણ કરો અને જ્યારે પણ તે લક્ષ્ય મળે ત્યારે પૈસા પાછા કાઢી લો. માની લો કે તમને તમારી પુત્રીના લગ્ન માટે પૈસાની જરૂર છે અને તમે SIP અથવા એકમ રકમ દ્વારા ઇક્વિટી ફંડ્સમાં રોકાણ કરવાનું શરૂ કરો છો. જો તમારી દીકરીની ઉંમર 15 વર્ષ છે અને તમે 10 વર્ષમાં 25 લાખ રૂપિયા ભેગા કરવા માંગતા હોવ, તો સૌપ્રથમ તમારા મગજમાં એક લક્ષ્ય હોવું જોઈએ કે તમારે કેટલી રકમ એકત્રિત કરવાની છે. જો આ લક્ષ્ય સાતમા કે આઠમા વર્ષે પ્રાપ્ત થાય છે. એટલે કે, તમે 10 વર્ષ માટે 12 ટકા વળતર વિચાર્યું હતું, પરંતુ તમને 15 ટકા વળતર મળ્યું અને તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી ગયા તો આ રકમ પરત ખેંચી લેવી જોઈએ અને લીકવીડ ફંડમાં સેવ કરવી જોઈએ.

લક્ષ્ય પ્રાપ્ત ન થયું તો શું કરશો

ઉપર જણાવ્યા અનુસાર, જો તમે લક્ષ્ય મુજબ 10 વર્ષમાં 25 લાખ એકત્રિત ન કરી શક્યા, એટલે કે 25મા વર્ષ સુધીમાં 25 લાખ ભેગા ન કરી શક્યા તો શું થશે?

જો તમારી પાસે 10 વર્ષનું લક્ષ્ય છે, તો તમારે 8મા અને 9મા વર્ષથી થોડા-થોડા નાણાં બચાવવા પડશે, કારણ કે એવું ન થાય કે તમારે જ્યારે પૈસાની જરૂર છે, ત્યાં સુધી તમે રાહ જોઈ અને તે જ સમયે બજારમાં મોટો સુધાર થયો, જેના કારણે તમારા પૈસાનો ગ્રોથ અટકી જાય. જેથી છેલ્લી ઘડી સુધી રાહ જોવાની જગ્યાએ તમારે સમયસર થોડા-થોડા પૈસા કાઢતા રહેવું જોઈએ.

માર્કેટનો માહોલ જોઈ સાવધાન થાવ

માર્કેટમાં જ્યારે તેજી હોય છે ત્યારે દરેક વ્યક્તિ તેના પાછળ ભાગે છે. જે વ્યક્તિ શેર માર્કેટ વિશે જાણતો પણ નથી હોતો તે પણ રાતોરાત શેર માર્કેટમાંથી પૈસા કમાઈ લેવા ઈચ્છે છે. મહત્વનું છે કે, દર 10 વર્ષે બેઠી ત્રણ વખત આવો માહોલ જરુરુ ઉભો થાય છે. આવા સમયે તમારે સાવધાન થવું જોઈએ. માર્કેટનો માહોલ જોઈને તમારે એક્ઝિટ કરવું જોઈએ.

એન્કરએજ ટ્રેનિંગના ફાઉન્ડર એન્ડ સીઈઓ જીગર પારેખના જણાવ્યા અનુસાર, "ફંડમાંથી નીકળવા માટે તમે PE, PB અને માર્કેટ કેપ ટુ જીડીપી રેશિયો પણ જોઈ શકો છો. જો આ રેશિયો પોતાની એવરેજની સરખામણીમાં વધુ હાઈ છે, એટલે કે ઓલટાઈમ હાઈ તરફ જય રહ્યો છે તો તમે એ સમયે ઇકવીટી મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડી શકો છો. સાથે જ લીકવીડ ફંડમાં સ્વીચ કરીને પ્રોફિટ બુક કરી શકો છો. જો તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માંગો છો, તો એક્ઝિટ સ્ટ્રેટેજી બાબતે પણ તમને જાણ હોવી જોઈએ.
First published: