આ મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમમાં પૈસા રોકનારાઓને થયું નુકસાન! હવે શું કરે રોકાણકારો?

પ્રતીકાત્મક તસવીર

મોટાભાગના મિડ અને સ્મોલ કેપ ફંડમાં 6 ટકાનું નુકસાન થયું છે, બીજી તરફ, લાર્જ કેપ ફંડ્સમાં 1.5 ટકાની મજબૂતી આવી છે

 • Share this:
  મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. પરંતુ છેલ્લા બે વર્ષમાં જે લોકોએ ઈક્વિટી મ્યૂચ્યુઅલ ફંડમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા પૈસા લગાવ્યા હતા, તેમાંની અનેક હવે નુકસાનમાં છે. રિપોર્ટ મુજબ, 137 ઈક્વિટી મ્યૂચ્યુઅલ ફંડોમાંથી 78ના એસઆઈપી રોકાણકારોને સરેરાશ 1.5 ટકાનું નુકસાન થયું છે. જેમાંથી મોટાભાગના મિડ અને સ્મોલ કેપ ફંડમાં 6 ટકાનું નુકસાન થયું છે. બીજી તરફ, લાર્જ કેપ ફંડ્સમાં 1.5 ટકાની મજબૂતી આવી છે. આપને જણાવી દઈએ કે ગયા વર્ષથી ઈક્વિટી મ્યૂચ્યુઅલ ફંડમાં એસઆઈપી રૂટથી ઘણું રોકાણ થઈ રહ્યું છે. ડિસેમ્બર 2019માં એસઆઈપી રોકાણ 8,022 કરોડની સાથે શિખર પર પહોંચી ગયું હતું. માર્ચ 2015માં એસઆઈપીથી 1,916 કરોડ રૂપિયાનું રોકાણ ઇક્વિટી મ્યૂચ્યુઅલ ફંડમાં થયું હતું.

  એમ્ફીના ડેટાથી જાણવા મળે છે કે મ્યૂચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ 2018-189ના દરેક મહિનામાં સરેરાશ 9.46 લાખ એસઆઈપી એકાઉન્ટ જોડ્યા છે. એસઆઈપીની સરેરાશ સાઇઝ 3,150 રૂપિયા મંથલી રહી છે. રોકાણકારોએ જાન્યુઆરીથી ડિસેમ્બર 2018ની વચ્ચે એસઆઈપી દ્વારા ઈક્વિટી મ્યૂચ્યુઅલ ફંડ્સમાં 88,667 કરોડ રૂપિયા લગાવ્યા હતા.

  હવે શું કરે રોકાણકારો?

  (1) સમય-સમય પર રકમ ઉપાડવી સાચી રણનીત‍િ- માની લો કે આ નેગેટિવ ફંડ્સમાં જો તમે એક લાખ રૂપિયા લગાવ્યા હશે તો 5 વર્ષમાં તમારી રકમ લગભગ 1.20 લાખ રૂપિયા થઈ જતી, જે એક સરેરાશ રિટર્ન છે. સાથોસાથ છેલ્લા એક વર્ષમાં સ્ટોક માર્કેટ પડવાથી તમારી રકમ વધુ ઘટી જતી. તેની પર એક્સપર્ટસ કહે છે કે સમય-સમય પર ફંડ્સથી રકમ ઉપાડવી જોઈએ.

  (2) એક ફંડથી બીજા ફંડમાં શિફ્ટ થવું જરૂરી- એક્સપર્ટસ કહે છે કે લોન્ગ ટર્મનો અર્થ એ નથી હોતો કે નેગેટિવ રિટર્નવાળા ફંડને ચાલુ જ રાખો. પરંતુ સમયસર એક ફંડથી બીજા ફંડમાં શિફ્ટ થવું સાચી રણનીતિ હોય છે.

  આ પણ વાંચો, હોમ લોન લેનારા માટે ખુશખબરી, SBIએ ઘટાડ્યા વ્યાજ દર

  (3) અન્ડરપર્ફોમરને ઓળખવાની રીત- ઇન્વેસ્ટર્સ માટે સૌથી મોટી મુશ્કેલી હોય છે, પોર્ટફોલિયોમાં અન્ડરપર્ફોમરને ઓળખવા. તેની ઓળખવા માટે એક્સપર્ટ કહે છે કે દરેક ક્વાર્ટરમાં ઇન્વેસ્ટર્સને રિટર્ન ચેક કરવું જોઈએ. જો કોઈ ફંડનું રિટર્ન બેન્ચમાર્ક ઇન્ડેક્સના મુકાબલે સારું રિટર્ન આપી રહ્યું છે અને આગામી બે ક્વાર્ટરમાં પણ તેનું પર્ફોમન્સ ઇન્ડેક્સથી બરાબર રહેવા પર ઇન્વેસ્ટર્સને રોકાણ ચાલુ રાખવું જોઈએ. બીજી તરફ, જો ફંડ અન્ડરપર્ફોમ કરે છે ત્યારે ફંડથી બહાર જતું રહેવું યોગ્ય નિર્ણય રહેશે.

  (4) સારા ફંડ્સ પસંદ કરવાની પદ્ધતિ- બજારમાં હજારો મ્યૂચ્યુઅલ ફંડની સ્કીમો ચાલી રહી છે. તમામ દાવા કરે છે કે તેઓ સૌથી અલગ છે. આ કારણ છે કે રોકાણકારો સમજ્યા-વિચાર્યા વગર મ્યૂચ્યુઅલ ફંડની પસંદગી કરે છે, જે આગળ જતાં સમસ્યા બની જાય છે. અમે આપની આ સમસ્યાનો ઉકેલ અહીં કરીશું. તમે માત્ર કેટલાક નિયમોનું પાલન કરી સારા મ્યૂચ્યુઅલ ફંડની પસંદગી કરી રોકાણ કરી શકો છો. મ્યૂચ્યુઅલ ફંડની પસંદગીમાં ચાર વાતોનું ધ્યાન રાખવાનું હોય છે- પર્ફોમન્સ, રિસ્ક, મેનેજેમેન્ટ અને કોસ્ટ.
  Published by:Mrunal Bhojak
  First published: