Home /News /business /

શેરબજારની અંદરની મહત્ત્વની માહિતી! જો તમે જાણી લેશો, તો ચોક્કસપણે લાભમાં રહેશો

શેરબજારની અંદરની મહત્ત્વની માહિતી! જો તમે જાણી લેશો, તો ચોક્કસપણે લાભમાં રહેશો

મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સે કયા શેર ખરીદ્યા

મ્યુચ્યુઅલ ફંડ (MF) મેનેજર્સ છેલ્લા મહિનામાં કોટક મહિન્દ્રા બેંક (kotak mahindra bank), ICICI બેંક, HDFC, ONGC, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (reliance industries) અને ગેઇલ (gail) જેવા તેલ અને ગેસના શેરો સાથે અલ્ટ્રાટેક સિમેન્ટ (ultratech cement) અને અંબુજા સિમેન્ટ (ambuja cement) જેવા શેરો ખરીદ્યા છે

વધુ જુઓ ...
    નવી દિલ્હી. મ્યુચ્યુઅલ ફંડ (MF) મેનેજર્સે માર્ચમાં ઓછામાં ઓછી 10 કંપનીઓમાં રૂ. 1,000 કરોડથી વધુના શેર ખરીદ્યા છે, જ્યારે તેમણે ITC, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, સન ફાર્માસ્યુટિકલ્સ અને TCS સહિતની કેટલીક અન્ય કંપનીઓમાં તેમના એક્સપોઝરમાં ઘટાડો કર્યો છે.

    ડેટા દર્શાવે છે કે, મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા મહિનામાં કોટક મહિન્દ્રા બેંક, ICICI બેંક, HDFC, ONGC, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ગેઇલ જેવા તેલ અને ગેસના શેરો સાથે અલ્ટ્રાટેક સિમેન્ટ અને અંબુજા સિમેન્ટ જેવા શેરો ખરીદ્યા છે.

    કોટક મહિન્દ્રા બેંકમાં જબરદસ્ત ખરીદી

    કોટક મહિન્દ્રા બેંકમાં મ્યુચ્યુઅલ ફંડે જબરદસ્ત ખરીદી કરી છે. તેણે ગયા મહિને રૂ. 2,722 કરોડના આ બેંકના શેર ખરીદ્યા હતા. MF પાસે 31 માર્ચ સુધીમાં કોટક બેંકના 17.36 કરોડ શેર છે, જ્યારે 28 ફેબ્રુઆરી સુધીમાં તેની પાસે 15.81 કરોડ શેર હતા.

    અહીં 1 હજાર કરોડથી વધુની ખરીદી કરી છે

    HDFCની વાત કરીએ તો તેમણે 2,128 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. ઓએનજીસી (રૂ. 2,027 કરોડ), મારુતિ સુઝુકી (રૂ. 1,927 કરોડ), હિન્દુસ્તાન યુનિલિવર (રૂ. 1,496 કરોડ), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (રૂ. 1,395 કરોડ), કોફોર્જ (રૂ. 1,339 કરોડ) અને ઇન્ડિયન હોટેલ્સ (રૂ. 1,322 કરોડ) પણ સામેલ છે. જ્યાં મ્યુચ્યુઅલ ફંડે ગયા મહિને એક હજાર કરોડ રૂપિયાથી વધુના શેર ખરીદ્યા છે.

    આ દરમિયાન, મ્યુચ્યુઅલ ફંડ્સે આ જ મહિનામાં રૂ. 3,005 કરોડના ITC શેરનું વેચાણ કર્યું હતું. તેમની પાસે 31 માર્ચના રોજ 118.90 કરોડ ITC શેર છે, જ્યારે 28 ફેબ્રુઆરીના રોજ તેમની પાસે 130.8 કરોડ શેર હતા.

    ફંડ મેનેજર્સે પણ હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝમાં તેમનો હિસ્સો ઘટાડીને 22.89 કરોડ શેર કર્યો હતો જે એક મહિના અગાઉ રૂ. 25.58 કરોડ હતો, જેનું મૂલ્ય રૂ. 1,535 કરોડ ઘટી ગયું હતું. એડલવાઈસ સિક્યોરિટીઝ દ્વારા પૂરા પાડવામાં આવેલ ડેટા દર્શાવે છે કે સન ફાર્મા અન્ય સ્ટોક હતો જેમાં MFs એ રૂ. 1,000 કરોડ (1,069 કરોડ) થી વધુ મૂલ્યના શેર વેચ્યા હતા.

    આ પણ વાંચોદિગ્ગજ રોકાણકાર રાધાકૃષ્ણ દામાણીએ આ કંપનીમાં વધાર્યો હિસ્સો, આ કંપનીમાં ઘટાડ્યો

    જેમાંથી MFએ નાણાં ઉપાડી લીધા છે, તે યાદીમાં UPL, ભારતી એરટેલ, JSW સ્ટીલ, સિપ્લા, TCS, પાવર ગ્રીડ, ટેક મહિન્દ્રા, IOC અને ટાટા મોટર્સ જેવા શેરોનો પણ સમાવેશ થાય છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Best Share, Business news, Business news in gujarati, Equity Share, Invest in share market, Share bazar, Share marcket, Share Markets

    આગામી સમાચાર