Home /News /business /

બજારમાં કડાકા વખતે મ્યુચ્યુઅલ ફંડોએ પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કર્યાં આ શેર, શું આમાંથી કઈ તમારી પાસે છે?

બજારમાં કડાકા વખતે મ્યુચ્યુઅલ ફંડોએ પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કર્યાં આ શેર, શું આમાંથી કઈ તમારી પાસે છે?

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

Mutual funds: અહીં અમે તમને મજબૂત ફંડામેન્ટલ સાથેના માઈક્રોકેપ સ્ટૉક્સની યાદી રજુ કરી રહ્યા છીએ, જેને મ્યુચ્યુઅલ ફંડોએ છેલ્લા ત્રણ મહિનામાં પોતાની સ્કીમમાં સામેલ કર્યાં છે.

    મુંબઈ: 21 ઓક્ટોબર, 2021થી શેર બજારમાં શરૂ થયેલા ઘટાડામાં અત્યારસુધી માઇક્રોકેપ સ્ટોક્સે દમ દેખાડ્યો છે. નાના અને દિગ્ગજ શેર્સની સરખામણીમાં તેમાં ઓછો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ચાર મહિના દરમિયાન Nifty 50 TRI, Nifty Midcap 150– TRI અને Nifty Small cap 250 - TRI ક્રમશ: 5.9%, 9.5% અને 5.5% ટકા ઘટ્યા છે. આ દરમિયાન Nifty Microcap 250– TRIમાં ફક્ત 5.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

    મજબૂત ફંડામેન્ટલ્સ અને આઉટલુક વાળા ક્વોલિટી માઇક્રકેપ શેર (Micro cap stock) આ મંદી દરમિયાન તેજી દેખાડવમાં સફળ રહ્યા છે. અહીં અમે તમને અમુક એવા જ મજબૂત ફંડામેન્ટલ્સ સાથેના માઇક્રોકેપ સ્ટોક્સની યાદી રજૂ કરી રહ્યા છે. આ શેરને મ્યુચ્યુઅલ ફંડો (Mutual Funds)એ છેલ્લા ત્રણ મહિનામાં સામેલ કર્યાં છે. આ આંકડા 31 જાન્યુઆરી 2022 સુધીના છે. આ આંકડા ACEMF પર ઉપલબ્ધ કરાવવામાં આવેલી જાણકારી આધારિત છે. આ સ્ટોક્સ પર એક નજર કરીએ.

    Anand Rathi Wealth: આ શેર 12 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં સામેલ છે. આ શેર 12 ડિસેમ્બર, 2021ના રોજ શેર બજારમાં લિસ્ટ થયો હતો. Quant Flexi Cap, Invesco India Tax, Quant Small Cap, Canara Rob Small Cap જેવી ફંડ સ્કીમોમાં આ શેર સામેલ છે.

    SJS Enterprises: આ શેર 10 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં સામેલ છે. આ શેર 15 નવેમ્બર, 2021ના રોજ શેર બજારમાં લિસ્ટ થયો હતો. કંપની ઑટો પાર્ટ્સ અને ઇક્વિટમેન્ટ બનાવે છે. આ શેર BOI AXA Conservative Hybrid, Axis Triple Advantage, Axis Small Cap જેવા મ્યુચ્યુઅલ ફંડોમાં સામેલ છે.

    AGS Transact Technologies: આ શેરને છેલ્લા ત્રણ મહિનામાં 8 મ્યુચ્યુઅલ ફંડોએ સામેલ કર્યો છે. જેમાં Quant Value, Quant Small Cap, HDFC Balanced Advantage અને Nippon India Small Cap Fund સામેલ છે.

    Mold-Tek Packaging: છેલ્લા ત્રણ મહિનામાં આ શેરને 14 મ્યુચ્યુઅલ ફંડોએ સામેલ કર્યો છે. જેમાં Sundaram Large and Mid Cap, ITI Long Term Equity, ITI Multi-Cap, Sundaram Small Cap, ICICI Pru Small cap જેવાં ફંડો સામેલ છે.

    TV Today Network: આ સ્ટૉક 10 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં સામેલ છે. જેમાં છ ક્વાન્ટ ઇક્વિટી ફંડ્સ સામેલ છે. આ ફંડોમાં Quant Multi Asset, Quant Value, Quant ESG Equity અને Quant Small Cap fund જેવા ફંડ છે.

    આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનું સૌથી લોકપ્રિય માધ્યમ SIP, જાણો શું છે તેની પાછળનું કારણ

    HOEC: આ સ્ટૉક કુલ 9 મ્યુચ્યુઅફ ફંડ સ્કીમમાં સામેલ છે. જેમાં Taurus mutual fund like Taurus Discovery (Midcap), Taurus Flexi Cap Fund અને Taurus Large cap Equity Fund જેવા ફંડના નામ સામેલ છે.

    Punjab Chemicals & crop Protection: આ શેર કુલ પાંચ મ્યુચ્યુઅળ ફંડ સ્કીમમાં સામેલ છે. કંપની એગ્રોકેમિકલનો બિઝનેસ કરે છે.

    Shriram Properties: આ શેર પાંચ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં સામેલ છે. આ શેર 20 ડિસેમ્બર, 2021ના રોજ બજારમાં લિસ્ટ થયો હતો. Aditya Birla SL Small Cap, HDFC Housing Opp, Nippon India Small Cap જેવા ફંડોએ આ શેરને તેમના પોર્ટફોલિયોમાં સામેલ કર્યો છે.

    આ પણ વાંચો: બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ એટલે શું? શા માટે તેની લોકપ્રિય વધી રહી છે?

    Kirloskar oil Engines: આ શેર કુલ આઠ મ્યુચ્યુઅલ ફંડોની સ્કીમમાં સામેલ છે. છેલ્લા ત્રણ મહિનામાં Franklin Build India Franklin India Flexi Cap, Nippon India Small Cap અને Templeton India Value Fund જેવા ફંડોએ આ શેરને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કર્યો છે.

    V.S.T. Tillers Tractors: છેલ્લા ત્રણ મહિનામાં ચાર મ્યુચ્યુઅલ ફંડોએ આ શેરને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કર્યો છે. આ સ્ટૉક કુલ 14 મ્યુચ્યુઅલ ફંડોની સ્કીમમાં સામેલ છે. જેમાં ITI Multi-Cap Fund, Taurus Discovery (Midcap) અને Taurus Infrastructure Fund જેવા નામ સામેલ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Mutual funds, Share market, Stock market

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन