Home /News /business /

Mutual funds માત્ર Micro cap જ નહીં, Nano cap શેરોમાં પણ લગાવે છે પૈસા, શું તમારી પાસે આમાંથી કોઈ શેર છે?

Mutual funds માત્ર Micro cap જ નહીં, Nano cap શેરોમાં પણ લગાવે છે પૈસા, શું તમારી પાસે આમાંથી કોઈ શેર છે?

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

Mutual Funds: નેનો કેપ સ્ટોક્સને SEBI કે AMFI દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવતા નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર, આ એવા શેરો છે જેમની માર્કેટ કેપિટલાઇઝેશન 370 કરોડ રૂપિયાથી ઓછી છે.

    મુંબઈ: નેનો-કેપ કંપનીઓની માર્કેટ કેપ 50 મિલિયન ડોલર (370 કરોડ રૂપિયા)થી ઓછી હોય છે અને તેને સૌથી જોખમી માનવામાં આવે છે. ભારતીય મ્યુચ્યુઅલ ફંડ પણ આવી કંપનીઓમાં રોકાણ કરે છે. આમાંના મોટાભાગના પેની સ્ટોક્સ (Penny stocks) છે. જેની વર્તમાન બજાર કિંમત 7 થી 50 રૂપિયા છે. નેનો કેપ સ્ટોક્સને SEBI કે AMFI દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવતા નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર, આ એવા શેરો છે જેમની માર્કેટ કેપિટલાઇઝેશન 370 કરોડ રૂપિયાથી ઓછી છે. તેમાં ઊંચું વળતર મળે છે અને સાથે જ તેઓ હાઈ-રિસ્ક પણ રહે છે.

    અહીં મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા પોર્ટફોલિયોમાં રાખવામાં આવેલા નેનો માર્કેટ કેપિટલાઇઝેશન સ્ટોક્સની યાદી આપવામાં આવી છે. આ પોર્ટફોલિયો ડેટા 31 જાન્યુઆરી, 2021 મુજબનો છે અને તેનો સોર્સ ACEMF છે.

    City Online : બીએસઈની માહિતી મુજબ આ કંપનીની માર્કેટ કેપ 3.5 કરોડ રૂપિયા છે. અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ્સના પોર્ટફોલિયોમાં કંપનીના 200,000 શેર છે. આ ટેલિકોમ કંપનીના શેર 2017થી DSP Equity Opportunities Fund પાસે છે. બીએસઈ પર કંપનીનો શેર 18 ફેબ્રુઆરી, 2022ના રોજ 6.79 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.

    Milestone Global : બીએસઈના ડેટા મુજબ આ કંપનીની માર્કેટ કેપ 7.5 કરોડ રૂપિયા છે. કંપની અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ્સના પોર્ટફોલિયોમાં 1,00,000 શેર ધરાવે છે. Milestone Global કન્સ્ટ્રક્શન મટીરીયલ કંપની છે. આ કંપનીના શેર 8 વર્ષથી વધુ સમયથી Sundaram Multi Cap Fund પાસે છે. તેનો શેર 18 ફેબ્રુઆરી, 2022 ના રોજ બીએસઈ પર 15 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.

    SRM Energy : બીએસઈની માહિતી મુજબ આ કંપનીની માર્કેટ કેપ 7.5 કરોડ રૂપિયા છે. કંપનીના 299795 શેર અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ્સના પોર્ટફોલિયોમાં રાખવામાં આવ્યા છે. આ કંપની ઇલેક્ટ્રિક યુટિલિટીઝ ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. આ કંપનીના શેર 6 વર્ષથી વધુ સમયથી UTI ULIP fund પાસે છે. જીએસએમને કારણે ૧૮ ફેબ્રુઆરી 2022ના રોજ બીએસઈ પર તેના શેરના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની શરૂઆત કેવી રીતે કરવી? શું ડીમેટ ખાતું ફરજિયાત છે?

    Tine Agro Limited : બીએસઈ પરની માહિતી મુજબ આ કંપનીની માર્કેટ કેપ 20 કરોડ રૂપિયા છે. કંપની અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ્સના પોર્ટફોલિયોમાં 200,000 શેર ધરાવે છે. કંપની કોમોડિટી ટ્રેડિંગ અને ડિસ્ટ્રીબ્યૂશનમાં ડીલ કરે છે. આ કંપનીના શેર Baroda Multi Cap Fund પાસે છે. તેનો શેર 18 ફેબ્રુઆરી, 2022ના રોજ બીએસઈ પર 34.9 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.

    આ પણ વાંચો: બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ એટલે શું? શા માટે તેની લોકપ્રિય વધી રહી છે?

    Shukra Jewellery Limited : બીએસઈની માહિતી મુજબ આ કંપનીની માર્કેટ કેપ 12.8 કરોડ રૂપિયા છે. કંપનીના 180,000 શેરનું હોલ્ડિંગ અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ્સના પોર્ટફોલિયોમાં છે. કંપની એપેરલ્સ અને એસેસરીઝ ઉદ્યોગ સાથે પણ સંકળાયેલી છે. આ કંપનીના શેર 6 વર્ષથી વધુ સમયથી UTI ULIP fund પાસે છે. બીએસઈ પર 18 ફેબ્રુઆરી 2022ના રોજ તેનો શેર 9.45 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી પૂરતી છે. બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધિન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશાં નિષ્ણાતની સલાહ લો. અહીં ક્યારેય કોઈને પણ પૈસા રોકવાની સલાહ આપવામાં આવતી નથી.)
    First published:

    Tags: Investment, Mutual funds, Penny stocks, Share market, Stock market

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन