આ ધનતેરસે સોનું ખરીદવું નથી ફાયદાનો સોદો, જાણો કેમ

News18 Gujarati
Updated: November 4, 2018, 2:46 PM IST
આ ધનતેરસે સોનું ખરીદવું નથી ફાયદાનો સોદો, જાણો કેમ
પ્રતિકાત્મક તસવીર

ધનતેરસના દિવસે લોકોમાં સામાન્ય માન્યતા હોય છે કે આ દિવસે સોનું ખરીદવુ સૌથી શુભ રહે છે

  • Share this:
ધનતેરસના દિવસે લોકોમાં સામાન્ય માન્યતા હોય છે કે આ દિવસે સોનું ખરીદવુ સૌથી શુભ રહે છે. મોંઘવારીના જમાનામાં સોનું હંમેશા જ કામમાં આવે છે. જો તમારી પાસે પહેલેથી જ ખરીદેલુ સોનુ હોય છે તો તે તમને મોંઘવારીથી લડવામાં ઘણી મદદ કરશે. પરંતુ આ વખતની દિવાળી પર આ વાત લાગુ નથી થતી. સોના કરતા તમે અન્ય કોઇ વસ્તુ કે સંપત્તિમાં રોકાણ કરશો તો તેનું રિટર્ન સોનાથી ઘણું વધારે મળશે.

જો 2005થી સોનામાં કરાયેલ રોકાણ પર મળેલા રિટર્નની વાત કરીએ તો આ કેવળ 7 ટકા છે. જોકે 2005થી 2018ની વચ્ચે મોંઘવારીનો આંકડો 6.7 ટકા રહ્યો છે. જેને તમારે માત્ર 0.3 ટકા જ ફાયદો મળે છે. 13 વર્ષ સુધી કોઇએ સતત 10 ગ્રામ સોનું ખરીદે છે તો તેણે આશરે 3.07 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હશે. જ્યારે હવે તેની કિંમત 4.43 લાખ રૂપિયા થઇ ગઇ હશે. 2005માં 10 ગ્રામ સોનાની કિંમત 6990 રૂપિયા હતી, જે 22 ઓક્ટોબર 2018ના 31,628 રૂપિયા થઇ ગઇ હતી.

આ પણ વાંચો: આ ધનતેરસ સોનું ખરીદવુ નથી ફાયદા નો સોદો', જાણો કેમ

શેર બજારમાં 12 ટકા રિટર્ન

આ દરમિયાન શેર બજારમાં મળનારા રિટર્નમાં 12 ટકા વધારો થઇ ગયો છે. જો તમે ઇક્વિટી મ્યુચ્યઅલ ફંડમાં રોકાણ કરો છો તો અત્યાર સુધીનું તમારૂ રોકાણ વધીને 6.11 લાખ રૂપિયા થઇ જાય છે. એટલે વિશેષજ્ઞોની સલાહ છે કે સોના કરતા વધારે તમે મ્યુચ્યલ ફંડમાં વધારે રોકાણ કરો. જેનાથી લાંબા સમયમાં વધારે ફાયદો મળશે.

આ પણ વાંચો: ધનતેરસ પર SBIની ઓફર! સોનાના સિક્કા ખરીદવા પર મળશે ડિસ્કાઉન્ટ અને કેશબેકજો વૈશ્વિક બજાર સાથે તુલના કરીએ તો પછી બજારમાં સોનાની કિમતોમાં 8 ટકાની વૃદ્ધિ થઇ ચુકી છે. વિશ્વમાં સોનાની રકમમાં 6 ટકાની કમજોરી દેખાઇ રહી છે. તેટલે થોડા સમયમાં ફાયદો લેવા માટે તમે સોનુ ખરીદી શકો છો. પરંતુ લાંબા સમય માટે મ્યુચ્યલ ફંડમાં રોકાણ કરવુ ફાયદાનો સોદો છે.
First published: November 4, 2018, 2:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading