Mutual Funds: મ્યુચ્યુઅલ ફંડ્સે સૌથી વધારે ખરીદી કોટક મહિન્દ્રા બેંકમાં કરી છે, જેના 2722 કરોડ રૂપિયાથી વધારેના શેરની ખરીદી કરી છે. 31 માર્ચ સુધીના આંકડા પ્રમાણે કોટક મહિન્દ્રા બેંકના 17.36 કરોડ શેર મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે છે, જ્યારે ફેબ્રુઆરી 28 સુધી આ આંકડો 15.81 કરોડ શેર હતો.
મુંબઈ. Mutual Funds: મ્યુચ્યુઅલ ફંડ મેનેજરોએ માર્ચ મહિનામાં ઓછામાં ઓછી 10 કંપનીઓના શેરમાં 1,000 કરોડ રૂપિયાથી વધારેની ખરીદી કરી છે. બીજી તરફ આઈટીસી (ITC), હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ (Hindalco Industries), સન ફાર્મા, (Sun Pharma) અને ટીસીએસ (TCS) સહિત અમુક કંપનીઓમાં પોતાનો હિસ્સો ઓછો કર્યો છે. એક રિપોર્ટ પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડ્સે માર્ચ મહિનામાં કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank) અને એચડીએફસી (HDFC) જેવા બેન્કિંગ શેર્સ, ONCG, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) અને ગેઇલ (GAIL) જેવી ઑઇલ-ગેસ કંપનીઓના શેરમાં અને અલ્ટ્રાટેક તેમજ અંબુજા સીમેન્ટ્સ જેવી સીમેન્ટ્સ કંપનીઓના શેરની ખરીદી કરી છે.
કોટક મહિન્દ્રા બેંકમાં સૌથી વધારે ખરીદી
મ્યુચ્યુઅલ ફંડ્સે સૌથી વધારે ખરીદી કોટક મહિન્દ્રા બેંકમાં કરી છે, જેના 2,722 કરોડ રૂપિયાથી વધારેના શેરની ખરીદી કરી છે. 31 માર્ચ સુધીના આંકડા પ્રમાણે કોટક મહિન્દ્રા બેંકના 17.36 કરોડ શેર મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે છે, જ્યારે ફેબ્રુઆરી 28 સુધી આ આંકડો 15.81 કરોડ શેર હતો.
બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડ્સે માર્ચ મહિનામાં અનેક શેર્સમાં વેચવાલી કરી છે. જેમાં સૌથી ઉપર આઈટીસી લિમિટેડ છે. મ્યુચ્યુઅલ ફંડ્સે આશરે 3,005 કરોડ રૂપિયાના આઈટીસીના શેરની વેચવાલી કરી છે. 31 માર્ચના આંકડા પ્રમાણે આઈટીસીના આશરે 118.90 કરોડ શેર મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે હતા, જ્યારે 28 ફેબ્રુઆરી સુધી આ આંકડો 130.8 કરોડ શેર હતો.
ફંડ મેનેજરોએ હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝમાં 1,535 કરોડ રૂપિયા, સન ફાર્મામાં 1,069 કરોડ રૂપિયાની ભાગીદારી વેચી છે. આ ઉપરાંત UPL, ભારતી એરટેલ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, સિપ્લા, ટીસીએસ, પાવર ગ્રીડ, ટેક મહિન્દ્રા, IOC અને ટાટા મોટર્સ જેવી કંપનીઓમાં પોતાની ભાગીદારી ઘટાડી છે. બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ એડલવાઇઝ સિક્યોરિટીઝ તરફથી મેળવાયેલા આંકડામાં આ માહિતી મળી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર