Home /News /business /

Mutual Fund: NFOમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો? આ પાંચ વાતનું રાખો ધ્યાન

Mutual Fund: NFOમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો? આ પાંચ વાતનું રાખો ધ્યાન

મ્યુચ્યુઅલ ફંડ

Mutual Fund- NFO: એવું લાગે છે કે રોકાણકારો, કદાચ NFOsને સસ્તા માને છે. પરંતુ અમે તમને અમુક કારણો વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેને ધ્યાનમાં રાખીને તમે NFO માટે 'ના' (Say No to NFO) પાડી શકો.

  નવી દિલ્હી: વર્ષ 2021ની શરૂઆતથી ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે (Mutual Fund Industry) 100થી વધુ નવી ફંડ ઑફરો (New Fund Offer- NFO) ગ્રાહકો માટે શરૂ કરી છે અને કેપિટલ માર્કેટ્સ (Capital Markets)માં સારા સેન્ટિમેન્ટનો લાભ પણ મેળવ્યો છે. આ રોલઆઉટ્સમાં મલ્ટી-કેપ ફંડ્સ, ફ્લેક્સી-કેપ ફંડ્સ, મિડ-કેપ ફંડ્સ, વેલ્યૂ ફંડ્સ, સેક્ટર એન્ડ થીમેટિક ફંડ્સ, બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ, પેસિવ ફંડ્સ (ઇન્ડેક્સ ફંડ્સ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ), ઇન્ટરનેશનલ ફંડ ઑફ ફંડ્સ (એફઓએફ)નો સમાવેશ થાય છે.

  એક્ટિવ અને પેસિવ એમ બંને પ્રકારની વિવિધ સ્કીમ લોન્ચ દ્વારા રૂ.75,000 કરોડથી વધુની કમાણી કરી હતી. એવું લાગે છે કે રોકાણકારો, કદાચ NFOsને સસ્તા માને છે. પરંતુ અમે તમને અમુક કારણો વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેને ધ્યાનમાં રાખીને તમે NFO માટે 'ના' (Say No to NFO) નહીં પાડી શકો.

  1) દરેક NFO અલગ નથી હોતા

  તમે નોંધ્યું હશે કે, મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ માટે સેબીની માર્ગદર્શિકાઓ પછી મોટાભાગના ફંડ હાઉસ તેમની પ્રોડક્ટ બાસ્કેટમાં એનએફઓને સ્થાન આપી રહ્યા છે. વધુ યોજનાઓ સાથે ફંડ મેનેજરો કે જેઓ પહેલાથી જ 5-7 યોજનાઓનું સંચાલન કરી રહ્યા હોય છે (કેટલીક મોટી AUM સાથે) તેમના પર વધુ બોજ પડે છે અને તેથી તેમના માટે યુનિક પોર્ટફોલિયો તૈયાર કરવા થોડા મુશ્કેલ બને છે. તેથી જ્યારે પણ તમે NFO વિશે વિચારો ત્યારે તમારે સ્કીમની મૂળભૂત ખાસિયતોનો અભ્યાસ કરવો. ખાસ કરીને એસેટ ફાળવણી, તે જેમાં રોકાણ કરશે તે સિક્યોરિટીઝનો પ્રકાર, ફંડની રોકાણ વ્યૂહરચના, તેના રોકાણનો ઉદ્દેશ્ય જેવી બાબતો. માત્ર રૂ.10માં NFOs ઑફર કરવામાં આવે છે એટલા માટે આંખ બંધ કરીને સબ્સ્ક્રાઇબ કરશો નહીં.

  2) બજારમાં તેજી વચ્ચે મોટાભાગના NFO લોન્ચ થશે

  આ થોડું ચિંતાજનક છે કારણ કે મોટાભાગના ફંડ હાઉસ તેમના એનએફઓ માર્કેટના તેજીના તબક્કા દરમિયાન લોન્ચ કરે છે. કારણકે ત્યારે સંભવતઃ બજારની તેજીએ તમને ઉત્સાહિત કર્યા હશે. જે હકીકત મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ જાણે છે. આ ઉપરાંત, જ્યારે ભાવિ ઉજ્જવળ દેખાય છે, મોટાભાગના રોકાણકારો સામાન્ય રીતે બજાર સાથે જોડાયેલા સાધનોમાં રોકાણ કરવાનું વલણ ધરાવે છે. પરિણામે, જ્યારે બજારો નવી ઊંચી સપાટીએ પહોંચે છે ત્યારે NFOs રાઉન્ડ કરે છે.

  આવી સ્થિતિમાં વેલ્યુએશન પણ સારું દેખાય છે અને સલામતીનો માર્જિન ઓછો હોય છે. ટૂંકમાં કહીએ તો, બજારના તેજીના તબક્કામાં શરૂ થયેલા NFOથી દૂર રહો. જ્યારે તમારી અપેક્ષાઓ ઊંચી હોય અને બજારો નવી ઊંચાઈઓ પર જઈ રહ્યા હોય ત્યારે ક્યારેય રોકાણ ન કરો.

  3) રોકાણ ખર્ચ વધુ હોઇ શકે

  દરેક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનું સંચાલન કરવા માટે, મ્યુચ્યુઅલ ફંડ હાઉસ વેચાણ અને માર્કેટિંગ ખર્ચ, વહીવટી ખર્ચ, રોકાણ વ્યવસ્થાપન ફી, રજિસ્ટ્રાર ફી, કસ્ટોડિયન ફી, ઓડિટ ફી વગેરેનો ખર્ચ કરે છે. આવા તમામ ખર્ચ યોજનાના કુલ ખર્ચ ગુણોત્તર (TER)માં સામેલ હોય છે. આ સંબંધિત યોજનાની દૈનિક ચોખ્ખી સંપત્તિની ટકાવારી તરીકે વસૂલવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો TER યોજનાના નેટ એસેટ વેલ્યૂ (NAV) પર અસર કરે છે.

  આ પણ વાંચો: ફિક્સ ડિપોઝિટ કે બચત ખાતાની જેમ મ્યુચ્યુઅલ ફંડમાં નિશ્ચિત વળતર શા માટે નથી હોતું?

  નિયમનકારી માર્ગદર્શિકા મુજબ, સક્રિય રીતે સંચાલિત ઇક્વિટી-ઓરિએન્ટેડ સ્કીમ અને ડેટ-ઓરિએન્ટેડ સ્કીમ વસૂલ કરી શકે તેવી મહત્તમ TER અનુક્રમે 2.25% અને 2.00% છે. બીજી તરફ, નિષ્ક્રિય રીતે સંચાલિત ફંડ્સ અને ક્લોઝ-એન્ડેડ ફંડ્સ માટે, TER 1% છે. સંબંધિત સ્કીમની AUM જેમ જેમ વધે છે તેમ તેમ નીચા TER વસૂલવામાં આવે છે.

  4) NFO પર આધાર રાખવા ટ્રેક રેકોર્ડનો અભાવ

  એનએફઓ પાસે પર્ફોર્મન્સનો ટ્રેક રેકોર્ડ હોતો નથી અને નિર્ણય લેવાનો એકમાત્ર રસ્તો એ છે કે તમે સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ (SID) માં માહિતી મેળવી શકો છો. આનો અર્થ એ છે કે રોકાણકારે NFOમાં સબ્સ્ક્રાઇબ કરતા પહેલા સ્કીમના રોકાણના ઉદ્દેશો, તેના જોખમ, સંપત્તિની ફાળવણી, તે ક્યાં રોકાણ કરશે, રોકાણ માટે અનુસરવાની વ્યૂહરચના, પ્રદર્શનને કેવી રીતે બેન્ચમાર્ક કરશે અને તેનું સંચાલન કોણ કરશે તે બધું સારી રીતે સમજવું પડશે. કારણ કે NFOમાં યોગ્ય પસંદગી કરવા માટે પૂરતો ડેટા એક્સેસ નથી.

  આ પણ વાંચો: શ્રેષ્ઠ મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કેવી રીતે કરવી? આ પરીબળોને ધ્યાનમાં રાખીને કરો પસંદગી

  5) વર્તમાન મ્યુચ્યુઅલ ફંડ યોજના

  હાલની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ કે જેણે ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે અને બજારના તબક્કાઓ જોયા છે તે વધુ સારી પસંદગી હોઈ શકે છે. ફંડ મેનેજર એક મજબૂત પોર્ટફોલિયો ધરાવે છે જે સમયની કસોટી પર ખરો ઉતર્યો હશે. મ્યુચ્યુઅલ ફંડને તમારા પોર્ટફોલિયોમાં સામેલ કરતા પહેલા સમયાંતરે રિટર્ન, બજારના વિવિધ તબક્કાઓમાં દેખાવ, જોખમ ગુણોત્તર, સ્કીમનો AUM અને ખર્ચ ગુણોત્તર, પોર્ટફોલિયોના લક્ષણો, ફંડ મેનેજમેન્ટ ટીમની ક્વાલિટી વગેરે બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, Mutual funds, Share market

  આગામી સમાચાર