બજારમાં તેજીની અસર, આ ત્રણ ઇક્વિટી NFOમાં મળ્યું જોરદાર રિટર્ન: અહીં જાણો સંપૂર્ણ વિગતો
બજારમાં તેજીની અસર, આ ત્રણ ઇક્વિટી NFOમાં મળ્યું જોરદાર રિટર્ન: અહીં જાણો સંપૂર્ણ વિગતો
પ્રતિકાત્મક તસવીર
મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) પણ ઝડપથી નવી ફંડ ઓફર (NFO) લોન્ચ કરે છે. જેથી મૂડી રોકાણ કરવાનું વિચારતા લોકો માટે ઓછા પૈસા રોકીને મસમોટું વળતર (Earn money) મેળવવાની તકો સાંપડી છે
mutual fund : કોરોના કાળમાં ઘણા લોકો બચત તથા મૂડીરોકાણની મહત્વતા સમજી ગયા છે. શેરબજાર તરફ અનેક લોકો વળ્યા છે અને મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) પણ ઝડપથી નવી ફંડ ઓફર (NFO) લોન્ચ કરે છે. જેથી મૂડી રોકાણ કરવાનું વિચારતા લોકો માટે ઓછા પૈસા રોકીને મસમોટું વળતર (Earn money) મેળવવાની તકો સાંપડી છે. 2017થી અત્યાર સુધીમાં મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફંડ (Mahindra Manulife Mutual Fund)ના 3 NFOમાં 16થી 55 ટકાનો ફાયદો રોકાણકારોને થયો છે. આ ઇક્વિટી સ્કીમ છે. આ સ્કીમ ચોથી NFO આગામી 13 ઓગસ્ટના રોજ બંધ થશે.
ફલેક્સિ કેપ સ્કીમ (Flexi Cap scheme) નામની યોજના બધી બજારમાં સ્થિર રિટર્ન આપે છે અને ડાઇવર્સિફાઇડ પદ્ધતિના કારણે તેમાં જોખમ અને રિટર્ન વચ્ચે સંતુલન ઊભું થાય છે.
નિષ્ણાંતો શું કહે છે?
RKS વેલ્થના રાકેશ સિંઘલ કહે છે કે, તેમાં અન્ય ફંડમાં જવા માટે સુવિધા આપવામાં આવે છે. મિડ અને સ્મોલ ફંડ (Mid & Small fund)ની જરૂર પડે ત્યારે તમે બદલી શકો છો અને અર્થતંત્રમાં રિકવરીની આશાથી તેજીની શક્યતાનો લાભ લઇ શકો છો. ફલેક્સિ કેપમાં મહિન્દ્રા મેન્યુલાઇફનો ફલેક્સિ કેપ NFO રોકાણ માટે સારો વિકલ્પ હોઈ શકે છે.
2017ના મે મહિનામાં મહિન્દ્રા મેન્યુલાઇફની મલ્ટી કેપ એજ સ્કીમ શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમ અત્યાર સુધીમાં 15.23% ચક્રવૃદ્ધિ વ્યાજ (CAGR)ના દરે વળતર આપે છે. આ સ્કીમમાં કોઈ વ્યક્તિએ દર મહિને રૂ. 10 હજારની SIP કરી હોય તો તેના રૂ. 4.90 લાખના રોકાણ સામે 24.03 ટકાનો ફાયદો થયો હોય એટલે કે કુલ રકમ રૂ. 7.91 લાખ થઈ ગઈ હોય.
તેનો બીજો NFO 2019ના ડિસેમ્બર મહિનામાં આવ્યો હતો. જેનું નામ ટોપ 250 હતું. આ પ્લાનમાં 29.56 ટકાના CAGRના દરથી ફાયદો થયો છે. આ સ્કીમમાં કોઈ વ્યક્તિએ દર મહિને રૂ. 10 હજારની SIP કરી હોય તો તેના રૂ. 1.80 લાખના રોકાણ સામે 55% ટકાનો ફાયદો થયો હોય એટલે કે કુલ વેલ્યુ રૂ. 2.59 લાખ થઈ ગઈ હોય.
ગયા વર્ષે નવેમ્બરમાં ફોકસ્ડ ઇક્વિટી પ્લાન NFO લોન્ચ કરી હતી. જેમાં 34.63 ટકાનું વળતર મળ્યું છે. કોઈ વ્યક્તિએ દર મહિને રૂ. 10 હજારની SIP કરી હોય તો તેના રૂ. 70 હજારના રોકાણ સામે 16% ટકાનું વળતર મળ્યું એટલે કે કુલ વેલ્યુ રૂ. 81.22 હજાર થઈ ગઈ હોય. આ પ્લાનમાં છેલ્લા 14-15 મહિનામાં શેર બજાર (share market)માં આવેલી તેજીનો ફાયદો થયો છે. આ સમયગાળામાં શેર બજારે રેકોર્ડ બનાવ્યા છે. અત્યારે સેન્સેક્સ 54000ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. ગત વર્ષે માર્ચ મહિનામાં સેન્સેક્સની હાલત ખરાબ હતી. તે સમયે સેન્સેક્સ 25,981ની સપાટીએ પહોંચી ગયો હતો. છેલ્લા એક વર્ષ ફંડ હાઉસોની ઇક્વિટી સ્કીમ દ્વારા રોકાણકારોને જોરદાર વળતર આપવામાં આવ્યું છે.
(નોંધ: મૂડીરોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો. News18.com કોઈને પણ પૈસા રોકવાની સલાહ અપાતી નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર