મુંબઈ: મ્યુચ્યુઅલ ફંડ (Mutual funds)યોજનાનું પર્ફોર્મન્સ નેટ એસેટ વેલ્યૂ (Net Asset value) દ્વારા દર્શાવવામાં આવે છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો NAV એ યોજનામાં રહેલી સિક્યોરિટીઝનું બજાર મૂલ્ય છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો દ્વારા એકત્ર થયેલ મૂડીને સિક્યોરિટી માર્કેટમાં રોકાણ કરવામાં આવે છે. સિક્યોરિટીની માર્કેટ વેલ્યૂમાં દૈનિક ધોરણે ફેરફાર થાય છે, આ કારણોસર NAVમાં પણ દૈનિક ધોરણે ફેરફાર થાય છે. યુનિટદીઠ NAV પર્ટીક્યુલર તારીખના રોજ યોજનાની સિક્યોરિટીઝના બજારમૂલ્યનો તે યોજનાના યુનિટ્સની કુલ સંખ્યાથી થતો ભાગાકાર NAV છે. મ્યુચ્યુઅલ ફંડની તમામ સ્કિમ્સની NAV એ SEBI મ્યુચ્યુઅલ ફંડના નિયમનોને અનુસાર બજાર બંધ થાય, ત્યાર બાદ ટ્રેડિંગ દિવસના અંતે જાહેર કરવામાં આવે છે.
નેટ એસેટ વેલ્યૂ
કોઈપણ બિઝનેસ એન્ટિટી અથવા ફાઈનલ પ્રોડક્શન કે જેમાં સંપત્તિ અથવા જવાબદારીનું એકાઉન્ટિંગ કરવામાં આવે તેની NAV હોઈ શકે છે. કંપનીની મિલકતમાંથી દેવાની બાદબાકી કરતા જે રકમ બાકી રહે છે, તેને કંપનીની મૂડી ગણવામાં આવે છે. આ મૂડીને રોકાણકારોના શેર દ્વારા વિભાજિત કરતા જે રકમ પ્રાપ્ત થાય છે, તે ફંડ વેલ્યુએશન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારે પ્રતિ શેરની મૂલ્ય પ્રાપ્ત થાય છે અને તેનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે.
મોટાભાગે બિઝનેસની બુક વેલ્યૂ હોય તેના બરાબરની NAV પ્રાપ્ત થાય છે. જે કંપનીઓનો વિકાસ થઈ શકે એમ હોય, તે કંપનીઓનું અધિક મહત્વ ગણવામાં આવે છે. માર્કેટ કેપિટલાઈઝેશન સાથે NAV ની સરખામણી કરવામાં આવે છે, જેથી ઓછું મૂલ્ય ધરાવતા અને વધુ મૂલ્ય ધરાવતા રોકાણ વિશે જાણકારી મેળવી શકાય.
Net Asset Valueનું સૂત્ર
નીચે જણાવેલ સૂત્રની મદદથી NAVની ગણતરી થઈ શકે છે.
NAV = સંપત્તિ – દેવું/ બાકી રહેલ કુલ શેર
• ફંડની સંપત્તિ અને જવાબદારીઓ માટે યોગ્ય વસ્તુઓને સામેલ કરવી જોઈએ.
મ્યુચ્યુઅલ ફંડ અને નેટ એસેટ વેલ્યૂ
મ્યુચ્યુઅલ ફંડની કિંમત સંપત્તિ અને દેવાના આધાર પર નક્કી કરવામાં આવે છે.
મિલકત
મ્યુચ્યુઅલ ફંડના એસેટ સેક્શનમાં પર્ટીક્યુલર ફંડનું રોકાણ, રોકડ, કેશ ઈક્વિવેલેન્ટ્સ અને ક્યુમ્યુલેટીવ માર્કેટ વેલ્યૂ સામેલ હોય છે. દિવસના અંતે ફંડના પોર્ટફોલિયોમાં સામેલ અનેક સિક્યોરિટીઝની ક્લોઝિંગ પ્રાઈસના આધાર પર તે નક્કી કરવામાં આવે છે. આ ફંડમાં લિક્વિડ એસેટ્સ અને રોકડની સાથે સાથે વ્યાજની ચૂકવણી અને ડિવિડન્ડ પણ શામેલ થઈ શકે છે.
દેવું
નેટ અસેટ વેલ્યૂની ગણતરી કરતા સમયે મ્યુચ્યુઅલ ફંડમાં બાકી રહેલ ચૂકવણી, દેવાદારોને ચૂકવવાની થતી રકમ અને અન્ય ફી તથા ચાર્જનો સમાવેશ થાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં વિદેશી દેવું પણ શામેલ થઈ શકે છે. જેમાં NRI માટે શેર, વિદેશી વ્યાપારીઓને ચૂકવવાની રહેતી રકમ અને અન્ય રકમનો સમાવેશ થઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં અન્ય ખર્ચાઓ, સંચાલન ખર્ચ, સ્ટાફને ચૂકવવાનો પગાર, ઓપરેટિંગ ખર્ચાઓ, વિતરણ ખર્ચા, મેનેજમેન્ટ ખર્ચાઓ તથા અન્ય ખર્ચાઓનો પણ સમાવેશ થાય છે.
એક્સચેન્જ ટ્રેડ માટે NAV
ETF અને ક્લોઝ એન્ડ ફંડ્સ એક્સચેન્જ પર સ્ટોકની જેમ વેપાર કરવામાં આવે છે. શેર માર્કેટ વેલ્યૂ પર ટ્રેડ કરે છે, જે એક્ચ્યુઅલ NAV કરતા કેટલાક ડોલર/સેંટ ઉપર અથવા નીચે હોઈ શકે છે. જે એક્ટીવ વેપારીઓ માટે પ્રોફિટેબલ ટ્રેડીંગ ઓપોર્ચ્યુનિટીસની અનુમતિ આપે છે. મ્યુચ્યુઅલ ફંડ્સની જેમ ETF પણ રિપોર્ટીંગ પર્પઝ માટે માર્કેટ વેલ્યૂની આસપાસ NAV ની ગણતરી કરવામાં આવે છે. ઉપરાંત રિઅલ ટાઈમમાં પ્રતિ મિનિટમાં અનેક વાર ઈન્ટ્રા ડે NAVની ગણતરી કરવામાં આવે છે.
જ્યારે NAVની ગણતરી કરવામાં આવે છે અને રિપોર્ટિંગ કરવામાં આવે છે, તો મ્યુચ્યુઅલ ફંડ્સ માટેની તમામ ખરીદી અને વેચાણના ઓર્ડર NAVના કટઓફ સમયના આધાર પર પ્રોસેસ કરવામાં આવે છે. દા.ત. રેગ્યુલેટર્સ કટઓફ માટેનો સમય 1:30 વાગ્યા સુધીનો કરે છે, તો તે 1:30 વાગ્યા પહેલા ઓર્ડર મેળવી લેવો જોઈએ અને વેચાણ કરી દેવો જોઈએ. તે તારીખના આધારે NAV પર અમલ કરવામાં આવશે. કટઓફ સમય બાદ મળેલા ઓર્ડર પર આગામી કામકાજના દિવસની NAVના આધાર પર પ્રક્રિયા કરવામાં આવશે.
ઉદાહરણ તરીકે, મ્યુચ્યુઅલ ફંડમાં અલગ અલગ સિક્યોરિટીઝમાં 100 મિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. જેની ગણતરી ઈન્ડિવિઝ્યુઅલ એસેટ માટે દિવસ પૂરો થાય, ત્યારના મૂલ્યોના આધાર પર નક્કી કરવામાં આવે છે. ઉપરાંત 7 મિલિયન ડોલર રોકડ અને કેશ ઈક્વિવેલેન્ટ્સ, $4 મિલિયન ડોલર ટોટલ રિસિવેબલ્સ શામેલ છે. તે દિવસે 75,000 ડોલર આવક થઈ છે. ફંડના શોર્ટ ટર્મ દેવામાં 13 મિલિયન ડોલર અને લાંબા ગાળાના દેવામાં 2 મિલિયન ડોલર શામેલ છે. તે દિવસે 10,000 ડોલર ખર્ચ કરવામાં આવ્યો છે. આ ફંડમાં 5 મિલિયન શેર બાકી રહેલ છે. ત્યારે ઉપર જણાવેલ સૂત્રની મદદથી NAVની ગણતરી કરી શકાય છે.