Home /News /business /

Alert! જો આ સુવિધા નહીં હોય તો પહેલી એપ્રિલથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થઈ જશે બંધ

Alert! જો આ સુવિધા નહીં હોય તો પહેલી એપ્રિલથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થઈ જશે બંધ

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

Payment Mode: નેટબેન્કિંગ અને યૂપીઆઈ મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની સુવિધા શરૂ થયા બાદ તેમાં ચૂકવણી ખૂબ સરળ બની જશે. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે મ્યુચ્યુઅલ ફંડ એપ અથવા અન્ય ડિજિટલ પ્લેટફોર્મ મારફતે તેમાં પૈસા લગાવવાનું હવે વધારે સરળ બની જશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ (Investment in Mutual Funds) કરતા લોકો માટે ખૂબ સારા સમાચાર છે. બજારનું નિયમન કરતી સેબી (SEBI)એ હવે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે ચેક (Cheque), બેંક ડ્રાફ્ટ (Bank Draft) અથવા અન્ય ભૌતિક માધ્યમથી ચૂકવણી (Physical payment) કરવાની સુવિધા બંધ કરી છે. ફેરફાર અંતર્ગત પહેલી એપ્રિલ, 2022થી મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવવા માટે તમારે ફક્ત યૂપીઆઈ (UPI) અથવા નેટબેન્કિંગ (Net banking)ના માધ્યમથી ચૂકવણી કરવી પડશે. આનો સાવ સામાન્ય અર્થ એવો થાય કે 31 માર્ચ બાદ ચેક કે ડીડી મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવવાની સુવિધા બંધ થઈ જશે. ફક્ત ડિજિટલ માધ્યમથી જ તેમાં રોકાણ કરી શકાશે.

    વધુ સરળ બનશે ચૂકવણી


    નેટબેન્કિંગ અને યૂપીઆઈ મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની સુવિધા શરૂ થયા બાદ તેમાં ચૂકવણી ખૂબ સરળ બની જશે. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે મ્યુચ્યુઅલ ફંડ એપ અથવા અન્ય ડિજિટલ પ્લેટફોર્મ મારફતે તેમાં પૈસા લગાવવાનું હવે વધારે સરળ બની જશે. સાથે જ ચૂકવણીમાં લાગતી વાર પણ ખતમ થઈ જશે.

    આ પણ વાંચો: બમ્પર લાભ માટે 31મી માર્ચ પહેલા પૂર્ણ કરો આ કામ

    NEFT-RTGSથી પણ નહીં થાય ચૂકવણી


    મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે ફક્ત ચેક અને ડીડી જ નહીં પરંતુ NEFT-RTGS જેવા ડિજિટલ માધ્યમથી પણ પૈસાની ચૂકવણી નહીં થઈ શકે. સિસ્ટમ અપડેટ થયા બાદ આ વિકલ્પોથી પૈસાની ચૂકવણીની સુવિધા બંધ થઈ જશે. જેમાં ટ્રાન્સફર લેટર્સ, બેન્કર્સ ચેક, પે ઓર્ડર જેવા વિકલ્પો પણ સામેલ છે.

    મહામારી બાદ બદલાઈ ચૂકવણીની રીત


    કોરોના મહામારી બાદ દેશમાં ચૂકવણીની આખી રીત જ બદલાઈ ગઈ છે. મોટાભાગના લોકો રોકડને બદલે હવે ડિજિટલ ચૂકવણીને પસંદ કરી રહ્યા છે. આ દરમિયાન ડિજિટલ લેવડદેવડ અનેક ગણી વધી છે. નિષ્ણઆતોનું કહેવું છે કે લોકોએ યૂપીઆઈ અને નેટબેન્કિંગ જેવા સુવિધાજનક ચૂકવણીના વિકલ્પોનો ઉપયોગ ખૂબ સારી રીતે કરવાનું શરૂ કરી દીધું છે.

    આ પણ વાંચો:  આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવો છે? આ સ્ટેપ્સ અનુસરો 

    આ સ્મૉલ કેપ મ્યુચ્યુઅલ ફંડોએ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન આપ્યું 56% સુધી વળતર


    દેશમાં સ્મૉલ કેપ ફંડ રોકાણકારોના આશરે 1 લાખ કરોડ રૂપિયા મેનેજ કરે છે. જુદાં જુદાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસો તરફથી આશરે 40 સ્મૉલ કેપ ફંડ ચલાવવામાં આવી રહ્યા છે. આ ફંડોએ નાણાકી વર્ષ 2021-22 દરમિયાન અત્યારસુધી શાનદાર સરેરાશ રિટર્ન આપ્યું છે. તેમનું સરેરાશ વળતર 35 ટકા આસપાસ છે. આ દરમિયાન લૉંગ ટર્મ ફંડો માટે પોતાના બેન્ચમાર્ક ઇન્ડેક્સોની સરખામણીમાં ઉત્તમ પ્રદેશન કરવાનું કામ પડકારભર્યું રહ્યું છે. આ સમયગાળા દરમિયાન સ્મૉલ કેપ ફંડોની પ્રદર્શન પોતાના બેન્ચમાર્ક ઇન્ડેક્સોની સરખામણીમાં ખૂબ સારું રહ્યું છે. આશરે 71-75 ટકા સ્મૉલ કેપ ફંડોએ પાંચથી ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન બેન્ચ માર્ક ઇન્ડેક્સની સરખામણીમાં ઉત્તમ પ્રદેશન કર્યું છે. જોકે, એક વાત યાદ રાખો કે આ ફંડો અન્ય ફંડોની સરખામણીમાં ખૂબ જ વોલેટાઇલ થઈ શકે છે. આવા જ કેટલાક ફંડો પર નજર કરીએ. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Cheque, Investment, Mutual funds, Payment, Upi, આરબીઆઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन