Home /News /business /

Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે શું પસંદ કરવું? ડીમેટ કે સ્ટેટમેન્ટ એકાઉન્ટ?

Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે શું પસંદ કરવું? ડીમેટ કે સ્ટેટમેન્ટ એકાઉન્ટ?

મ્યુચ્યુઅલ ફંડ (પ્રતીકાત્મક તસવીર)

Investment in Mutual funds, Check FAQ to invest in MF via Demat account and Statement of Account - SOA ફોર્મેટમાં યુનિટ રાખવાનો સૌથી મોટા લાભ છે કે, તમે અનેક માધ્યમોની મદદથી વ્યવહાર કરી શકો છો.

  નવી દિલ્હી: મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund)ને ડીમેટ એકાઉન્ટમાં રાખી શકાય છે. તમે તેને સ્ટેટમેન્ટ એકાઉન્ટ (SOA) તરીકે પણ રાખી શકો છો. બંને મામલે મ્યુચ્યુઅલ ફંડને ડિજિટલ મોડમાં હોલ્ડ રાખવામાં આવે છે, પરંતુ તેનું સર્ટિફિકેટ આપવામાં આવતું નથી. મ્યુચ્યુઅલ ફંડને કેવી રીતે રાખવા તેના માટે કઈ બાબતો પર વધુ ધ્યાન આપવું જોઈએ, તેની અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

  શું તમે ETFમાં રોકાણ કરવા ઈચ્છો છો?

  જો તમે ETFમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે મ્યુચ્યુઅલ ફંડને રાખવા માટે ડીમેટ એકાઉન્ટનો ઉપયોગ કરવો જોઈએ. તમે ETFને ફંડ ઓફ ફંડ રૂટના માધ્યમથી પણ એક્સેસ કરી શકો છો અને SOA ફોર્મેટમાં પણ રાખી શકો છો. ડીમેટ એકાઉન્ટનો સૌથી મોટો લાભ એ છે કે, તમે શેર, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ અને સોવરેન ગોલ્ડ બોન્ડ જેવા મોટાભાગના રોકાણ એક એકાઉન્ટમાં રાખી શકો છો. જેનાથી ટ્રેકિંગ સરળ બને છે. જો તમે SOA ફોર્મમાં મ્યુચ્યુઅલ ફંડ રાખ્યા હોય તો CDSL અને NSDL દ્વારા ઈશ્યૂ કરવામાં આવેલા કોન્સોલિડેટેડ એકાઉન્ટ અનેક પ્રોબ્લેમને સોલ્વ કરે છે.

  SOA ફોર્મટના ફાયદા

  SOA ફોર્મેટમાં યુનિટ રાખવાનો સૌથી મોટા લાભ છે કે, તમે અનેક માધ્યમોની મદદથી વ્યવહાર કરી શકો છો. તમે વેબસાઈટ પર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના યુનિટ માટે રિક્વેસ્ટ રિડેમ્પશન કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ કંપનીની ઓફિસ અથવા રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટની મદદથી પણ રિક્વેસ્ટ રિડેમ્પશન કરી શકો છો. તમે ડિસ્ટ્રીબ્યુટર પ્લેટફોર્મ અથવા MF યુટિલિટી (MFU) જેવા ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પરથી પણ વ્યવહાર કરી શકો છો.

  ડીમેટના કિસ્સામાં શું થાય?

  જો તમે ડીમેટ એકાઉન્ટમાં તમામ યુનિટ્સ રાખ્યા છે, તો તમારે બ્રોકિંગ એકાઉન્ટમાં લોગઈન કરીને રિક્વેસ્ટ રિડેમ્પશન કરવાની રહેશે. ડીમેટ એકાઉન્ટમાં તમને યુનિટની મંજૂરી આપવામાં આવી છે કે નહીં તે અંગે સુનિશ્ચિત કરવાનું રહેશે. SOA ફોર્મેટમાં યુનિટ્સ ક્રિએટ કરવાની સરખામણીએ ડીમેટ એકાઉન્ટમાં મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ જમા કરવામાં વધુ સમય લાગે છે.

  જેનો અર્થ છે કે, જ્યાં પણ રિડેમ્પશન ટ્રાન્ઝેક્શન સામેલ છે, ત્યાં ડીમેટ એકાઉન્ટમાં રોકાણ કરતા સમયે કેટલીક મર્યાદાઓનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે રોકાણકાર સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન માટે સાઈન અપ કરી શકે છે અને યુનિટ્સને ડીમેટ એકાઉન્ટમાં રાખી શકે છે.

  જો યુનિટ્સને ડીમેટ એકાઉન્ટમાં રાખવામાં આવે તો સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન અને સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાનને મંજૂરી આપવામાં આવતી નથી. એક ઉદ્યોગકારે મીડિયા સાથે વાતચીત કરવા દરમિયાન કેટલીક જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘અનેક બ્રોકર રોકાણકાર પાસેથી ઓથોરાઈઝેશન ઈચ્છે છે. આ કારણોસર બ્રોકર રોકાણકારને તે અંગે રજૂઆત કરે છે. જેમ જેમ રેગ્યુલેટરી લેન્ડસ્કેપ ઈવોલ્વ થાય છે તેમ તેમ તેમાં ફેરફાર થાય છે.’

  ટ્રાન્સમિશન

  જો મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સને SOA ફોર્મમાં રાખવામાં આવે તો તમામ ફોલિયોને અલગ રોકાણ તરીકે જોવામાં આવે છે અને નોમિની માટે અલગ અલગ વ્યક્તિઓ હોઈ શકે છે. રોકાણકારનું મૃત્યુ થાય તેવા કેસમાં નોમિની (કાયદાકીય અધિકારી) તમામ ફંડ હાઉસનો સંપર્ક કરી શકે છે અને આવશ્યક ડોક્યુમેન્ટ સાથે ટ્રાન્સમિશન રિક્વેસ્ટ ફોર્મ જમા કરી શકે છે.

  આ પણ વાંચો: Mutual funds માત્ર Micro cap જ નહીં, Nano cap શેરોમાં પણ લગાવે છે પૈસા, શું તમારી પાસે આમાંથી કોઈ શેર છે?

  ઈન્હેરિટેન્સ નીડ્સ સર્વિસના ફાઉન્ડર અને ઈનિશિએટર રજત દત્તાએ કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ઘણીવાર વારસાઈપત્રમાં લાભાર્થીના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે અને નોમિની તથા લાભાર્થી બંનેના નામ અલગ અલગ હોય છે. આ પ્રકારના મામલાઓમાં MF રોકાણ સૌથી પહેલા નોમિનીને આપવાનું રહેશે. વારસાઈપત્રમાં લાભાર્થીનું નામ અલગ હોવાના કારણે નોમિનીએ આ MF રોકાણ લાભાર્થીને હસ્તાંતરિત કરવાનું રહેશે. તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, જો MF ફિઝિકલ ફોર્મમાં હોય અને નોમિનીનું મૃત્યુ થયું હોય અને તેણે વારસાઈપત્રમાં લાભાર્થીનો ઉલ્લેખ કરવો. આ પ્રકારના કેસમાં મ્યુચ્યુઅલ ફંડને હસ્તાંતરિત કરવા માટે પ્રોબેટ પર આધારિત ટ્રાન્સમિશન પ્રક્રિયાને ફોલો કરવાની રહેશે. આ પ્રક્રિયા મ્યુચ્યુઅલ ફંડ રોકાણના મૂલ્ય માટે ખૂબ જ જરૂરી છે.

  જો SOA ફોર્મમાં જોઈન્ટ એકાઉન્ટમાં મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ કરેલું હોય અને કોઈ એક જોઈન્ટ હોલ્ડરનું મૃત્યુ થઈ જાય તો જીવિત વ્યક્તિ આ રોકાણને સંપૂર્ણપણે કંટ્રોલ કરી શકે છે.

  જો મ્યુચ્યુઅલ ફંડ ડીમેટ એકાઉન્ટમાં હોય અને એકમાત્ર રોકાણકારનું મૃત્યુ થઈ જાય તો એકાઉન્ટમાં નોમિની થયેલ વ્યક્તિ તમામ રોકાણ પોતાના હકમાં લઈ શકે છે. જે માટે નોમિની એક અલગ ડીમેટ એકાઉન્ટ ઓપન કરે ટ્રાન્સમિશન રિક્વેસ્ટ સાથે ડિપોઝિટરીનો સંપર્ક કરે છે. જો જોઈન્ટ ડીમેટ એકાઉન્ટમાં કોઈ એક એકાઉન્ટ હોલ્ડરનું મૃત્યુ થાય તો જીવિત વ્યક્તિ તમામ રોકાણ પોતાના હકમાં લઈ શકે છે.

  આ પણ વાંચો: શું તમારા પોર્ટફોલિયોમાં પણ વધારે Mutual funds છે? જાણો તમારે શું કરવું જોઇએ

  SOA ફોર્મમાં રોકાણકાર અલગ અલગ ફોલિયો માટે અલગ અલગ નોમિનીનું નામ નોંધાવે છે. નોમિનીએ તમામ ફંડ હાઉસ સાથે અલગ અલગ ડીલ કરવાની રહેશે. SOA ના મામલે આખું ડીમેટ એકાઉન્ટ એક અથવા એકથી વધુ નામાંકિત વ્યક્તિઓના હકમાં જશે. રોકાણકાર તેમાંથી પ્રત્યેક શેરને ટકાવારી અનુસાર રાખી શકે છે. કોના ફાળે કેટલું રોકાણ જશે તે અંગે રોકાણકાર નોમિનેશન ફોર્મમાં ઉલ્લેખ કરી શકતો નથી.

  ખર્ચ

  ડીમેટ એકાઉન્ટ માટે વાર્ષિક ફી ચૂકવવાની રહે છે. આ ડીમેટ એકાઉન્ટની વાર્ષિક ફી રૂ. 250થી રૂ. 600 સુધીની રહે છે. SOA ફોર્મમાં કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી. તમે તમારી જરૂરિયાત અનુસાર મ્યુચ્યુઅલ ફંડના રોકાણ માટે કોઈપણ ફોર્મની પસંદગી કરી શકો છો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  આગામી સમાચાર