Mutual fund Investment: આ મ્યુચ્યુઅલ ફંડે ફક્ત 18 મહિનામાં આપ્યું 360% વળતર, શું તમારે રોકાણ કરવું જોઈએ?

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ (પ્રતીકાત્મક તસવીર)

Quant Small Cap fund: 18 મહિનાની અંદર આ ફંડની NAV 29.63 રૂપિયાથી વધીને 135.97 રૂપિયા પર પહોંચી છે. એટલે કે રોકાણકારોને દોઢ વર્ષમાં 360% વળતર મળ્યું છે.

  • Share this:
    મુંબઈ: શેર બજારમાં રેલી વચ્ચે ક્વાન્ટ સ્મૉલ કેપ ફંડે (Quant Small Cap fund) છેલ્લા 18 મહિનામાં પોતાના રોકાણકારો (Mutual fund investors)ને 360% વળતર આપ્યું છે. જે સ્મૉલ કેપ કેટેગરી (Small cap category)માં આ સમયગાળા દરમિયાન સૌથી વધારે વળતર આપનારું ફંડ્સમાંથી એક છે. મોર્નિંગ સ્ટાર અને વેલ્યૂ રિસર્ચ તરફથી આ સ્મૉલ કેપ ફંડને 4-સ્ટાર રેટિંગ મળ્યં છે. 23 માર્ચ 2020ના ક્વાન્ટ સ્મૉલ કેપ ફંડની એનએવી (NAV-Net asset value) 29.63 રૂપિયા હતી, જે આજે વધીને 135.97 રૂપિયા પર પહોંચી ગઈ છે.

    આનો સ્પષ્ટ મતલબ એવો થાય કે કોઈ રોકાણકારે 23 માર્ચ 2020ના રોજ Quant Small Cap fundમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત વધીને 4,58,893 રૂપિયા થઈ જતી.

    શું તમારે રોકાણ કરવું જોઈએ?

    રોકાણ નિષ્ણાતોનું કહેવું છે કે આ કેટેગરીમાં બીજી ફંડ્સની સરખામણીમાં આ ફંડનું પ્રદર્શન સારું છે. આ ફંડે પોતાની કેટેગરીમાં સરેરાશ કરતા વધારે વળતર આપ્યું છે. જોકે, સ્મૉલ કેપ ફંડ્સમાં થોડું જોખમ વધારે હોય છે. આથી જોખમ ઉઠાવવા ન માંગતા રોકાણકારોએ આ ફંડથી દૂર રહેવું જોઈએ.

    શું રણનીતિ હોવી જોઈએ?

    સામાન્ય રીતે સ્મૉલ કેપ ફંડ્સમાં રોકાણની સલાહ ત્યારે જ આપવામાં આવે છે જ્યારે રોકાણકાર ઓછામાં આછા 10-12 વર્ષ માટે પૈસા લગાવવા માટે તૈયાર હોય. જો તમે તાજેતરના રિટર્નને ધ્યાનમાં રાખીને સ્મૉલ કેપ સ્કીમમાં રોકાણ કરવા માંગતા હોવ તો તમારે આનાથી દૂર રહેવું જોઈએ. રોકાણ હંમેશા સમજી-વિચારીને અને પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. સાથે જ સ્મૉલ કેપ કે અન્ય કોઈ કેટેગરીના ફંડમાં રોકાણ પહેલા જોખમ અને માર્કેટની વર્તમાન ચાલને સમજવા જરૂરી છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીમાં 10% હિસ્સો ઘટાડ્યો

    દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) એ ટેક્સટાઇલ કંપની મંધાના રિટેલ વેન્ચર્સ (Mandhana Retail Ventures)માં પોતાની અંદાજે 10% ભાગીદારી ઓછી કરી છે. બિગ બુલના નામથી જાણીતા રાકેશ ઝુનઝુનવાલાએ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું કે, તેમણે ટેક્સટાઇલ કંપની મંધાના રિટેલ વેન્ચર્સમાં પોતાની ભાગીદારી 12.74% (જૂન ક્વાર્ટર શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે)માંથી ઘટાડીને 2.40% કરી છે.

    ઝુનઝુનવાલાએ ગુરુવારે એટલે કે સાત ઓક્ટોબરના રોજ એક્સેન્જને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે હવે તેમની પાસે મંધાના રિટેલના 5,30,500 શેર છે, જે પહેલા 28,13,274 હતા. તેમણે જણાવ્યું કે છેલ્લા બે દિવસમાં તેમણે મંધાના રિટેલના 8.50 લાખ શેર વેચી નાખ્યા છે. (વાંચો સમગ્ર અહેવાલ..)
    Published by:Vinod Zankhaliya
    First published: