રોજના માત્ર 30 રૂપિયાની બચત કરી મેળવી શકો છો 6 લાખ રૂપિયા

News18 Gujarati
Updated: April 20, 2019, 2:06 PM IST
રોજના માત્ર 30 રૂપિયાની બચત કરી મેળવી શકો છો 6 લાખ રૂપિયા
રોજના માત્ર 30 રૂપિયાની બચત કરી મેળવી શકો છો 6 લાખ રૂપિયા

જો તમારે રોજની બચત દ્વારા એક ફંડ એકઠું કરવું હોય તો મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ તમને મદદ કરશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: જો તમારે રોજની બચત દ્વારા એક ફંડ એકઠું કરવું હોય તો મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ તમને મદદ કરશે. સારી વાત એ છે કે રોજના 30 રૂપિયાની બચત કરી તમે ફંડ ભેગું કરી શકો છો. આ માટે મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા રોકાણ કરવું પડશે.

આવી રીતે ભેગું કરો 6 લાખનું ફંડ- જો તમે રોજ 30 રૂપિયાની બચત કરો છો તો તે મહિનાના 900 રૂપિયા થશે. તમારે દર મહિને 900 રૂપિયા સારી મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં SIP દ્વારા રોકવા પડશે. આ રોકાણ તમારે 15 વર્ષ સુધી કરવું પડશે. માર્કેટમાં એવા ઘણા મ્યુચ્યુઅલ ફંડ છે, જેણે 15 વર્ષમાં 15 ટકા વાર્ષિક દરે રિટર્ન આપ્યું છે. જો આટલું જ રિટર્ન મળતું રહે તો 15 વર્ષ બાદ તમારી પાસે 6 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થઇ જશે.

કેટલો લાભ થશે- જો તમે કોઇ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં 15 વર્ષ માટે રોકાણ કરો છો તો તમારું કુલ રોકાણ 1,62,000 રૂપિયા થશે. ત્યાં જ તમારી એસઆઇપીની કુલ વેલ્યુ 6,01,656 રૂપિયા હશે. એટલે કે તમને 4,39,656 રૂપિયાનો લાભ થશે.

આ ફંડે આપ્યું 15 ટકા રિટર્ન - મ્યુચ્યુઅલ ફંડ રિટર્નની વાત કરીએ તો કેટલીક સારી સ્કીમ્સે 15 વર્ષમાં 15 ટકા રિટર્ન આપ્યું છે. આદિત્ય બિડલા સન લાઇફ ઇક્વિટી ફંડમાં 15 વર્ષમાં 15.20 ટકા, ડીએસપી ઇક્વિટી ઓપર્ચ્યુનિટી ફંડમાં 14.67 ટકા, ફ્રેન્કલિન ઇન્ડિયા પ્રાઇમા ફંડ ડાયરેક્ટ પ્લાનમાં 16.52 ટકા, HDFC ટોપ 100 ફંડમાં 15.17 ટકાનું રિટર્ન મળ્યું છે.

આ પણ વાંચો: IT રિફંડ મેળવવાની નવી રીત, સીધા ખાતામાં આવશે પૈસા

નિયમમાં ફેરફાર- મ્યુચ્યુઅલ ફંડ સ્કીમને રોકાણકારો માટે વધુ સારી બનાવવા માટે સેબીએ મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ તમારો નફો વધી જશે. સેબીએ ટોટલ એક્સપેન્સ રેશ્યો એટલે TER ઘટાડ્યું છે. નવા નિયમ પ્રમાણે, હવે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાડનારા પાસેથી એક્સપેન્સ રેશ્યો વસૂલાશે. હવે ટોટલ એક્સપેન્સ રેશ્યો 2.25 ટકા થઇ થશે. આ ઇક્વિટી સ્કીમ પર 1 ટકા હશે. ત્યાં જ, ક્લોઝ એન્ડેડ સ્કીમ પર 1.25 ટકા ચાર્જ લાગશે.આવી રીકે કાઢી શકો છો એક્સપેન્સ રેશ્યો- આ રેશ્યો છે જે મ્યુચ્યુઅલ ફંડના મેનેજમેન્ટ પર આવનારા ખર્ચને પ્રતિ યુનિટના રૂપમાં બતાવે છે. કોઇ મ્યુચ્યુઅલ ફંડનું એક્સપેન્સ રેશ્યો કાઢવા માટે તેની કુલ સંપત્તિ (એસેટ અંડર મેનેજમેન્ટ એટલે AUM)માં કુલ ખર્ચ સાથે ભાગવામાં આવે છે.
First published: April 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading