Home /News /business /

Mutual Funds: નાણાંકીય વર્ષ 2021-22માં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ સર્જ્યા નવા રેકોર્ડ, જાણો કઇ રીતે

Mutual Funds: નાણાંકીય વર્ષ 2021-22માં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ સર્જ્યા નવા રેકોર્ડ, જાણો કઇ રીતે

મ્યુચ્યુઅલ ફંડ

Mutual Funds Investment: મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે (Mutual Fund Industry) નાણાકીય વર્ષ 2021-2022 ના અંત સુધીમાં રૂ. 37.5 લાખ કરોડની મૂડી રોકાણકારોની સંપત્તિનું સંચાલન કર્યું હતું.

મુંબઈ: મ્યુચ્યુઅલ ફંડ (Mutual Funds) એ સામાન્ય હેતુ સાથેના ભંડોળનો એક સામૂહિક પૂલ છે. મ્યુચ્યુઅલ ફંડ્સનું નિયમન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા કરવામાં આવે છે. SEBI સુનિશ્ચિત કરે છે કે સ્પષ્ટ નીતિઓ અને માર્ગદર્શિકા છે. જે દરેક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ (Mutual Fund Schemes) અનુસરે છે. દરેક સ્કીમનું વ્યવસાયિક રીતે સંચાલન લાયક વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે, જેને ફંડ મેનેજર અથવા પોર્ટફોલિયો મેનેજર (Portfolio Manager) કહેવાય છે. તેઓ તેમના ક્ષેત્રના નિષ્ણાતો છે અને સિક્યોરિટીઝ (ઇક્વિટી અથવા ડેટ) કેવી રીતે પસંદ કરવી અને રોકાણકાર સમયાંતરે વળતર જનરેટ કરે તેની ખાતરી કરવા તે સુનિશ્ચિત કરે છે.

મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજાર


ઘણા લોકો શેરબજારમાં (અથવા સ્ટોક માર્કેટ) સીધું રોકાણ કરવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને જ્યારે તે લોકો પાસે શેરબજાર વિશે અપૂરતું જ્ઞાન હોય છે, જેમ કે સ્ટોક કેવી રીતે પસંદ કરવો, તેનું મૂલ્યાંકન કેવી રીતે કરવું, કયા પરિબળોને જોવું અને સૌથી અગત્યનું, કેવી રીતે મોનિટર કરવું અને બહાર નીકળવું આવી બાબતો વિશે અજાણ રહીને રોકાણ કરવું ખતરનાક બની શકે છે. મ્યુચ્યુઅલ ફંડનું સંચાલન ફંડ મેનેજર તરીકે ઓળખાતા વ્યાવસાયિકો દ્વારા કરવામાં આવે છે જેમની પાસે ઉપરોક્ત તમામ બાબતોમાં વ્યાવસાયિક લાયકાત, અનુભવ અને કુશળતા હોય છે.

નાણાંકીય વર્ષ 2021-22માં MFમાં ઉછાળો


મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે (Mutual Fund Industry) નાણાકીય વર્ષ 2021-2022 ના અંત સુધીમાં રૂ. 37.5 લાખ કરોડની મૂડી રોકાણકારોની સંપત્તિનું સંચાલન કર્યું હતું. ગયા નાણાકીય વર્ષમાં કોવિડ-19 ફાટી નીકળ્યા અને ફ્રેન્કલિન ટેમ્પલટન ડેટ ફંડ કટોકટીથી પ્રભાવિત થયા પછી રોકાણકારોનો વિશ્વાસ મ્યુચ્યુઅલ ફંડમાં પાછો ફર્યો છે. સ્મોલ કેપ સ્કીમોએ નાણાકીય વર્ષ 2021-2022માં સરેરાશ 37 ટકા વળતર આપ્યું હતું.

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP) દ્વારા મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં આવતા માસિક યોગદાન રૂ. 12,329 કરોડના નવા વિક્રમ પર પહોંચ્યું છે. નાણાકીય વર્ષના અંતે, SIP ખાતાઓની કુલ સંખ્યા 5.3 કરોડ હતી. રશિયા-યુક્રેન કટોકટી અને નાણાકીય વર્ષના ઉત્તરાર્ધમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે શેરબજારમાં અસ્થિરતા હોવા છતાં રોકાણકારોના પ્રવાહના સંદર્ભમાં ઈક્વિટી સ્કીમ્સ માટે તે મજબૂત વર્ષ હતું.

આ પણ વાંચો: શા માટે એક જ બેંકમાં બચત ખાતું ન રાખવું?

FY22 દરમિયાન ઘણી નવી ફંડ ઑફર્સ (NFOs) આવી હતી. ઉદ્યોગે એવા ફંડ્સ લોન્ચ કર્યા જે રોકાણકારોને એવા રોકાણો માટે એક્સપોઝર આપશે જે અત્યારસુધી ઉપલબ્ધ ન હતા. એનએફઓએ વર્ષ દરમિયાન રૂ. 1 લાખ કરોડથી વધુનો રેકોર્ડ પ્રવાહ એકત્રિત કર્યો હતો.

આ પણ વાંચો: મલ્ટીબેગર શેર જેણે એક વર્ષમાં આપ્યું ડબલ રિટર્ન

FY22 દરમિયાન ઘણી નવી ફંડ ઑફર્સ (NFOs) આવી હતી. ઉદ્યોગે એવા ફંડ્સ લોન્ચ કર્યા જે રોકાણકારોને એવા રોકાણો માટે એક્સપોઝર આપશે જે અત્યારસુધી ઉપલબ્ધ ન હતા. એનએફઓએ વર્ષ દરમિયાન રૂ. 1 લાખ કરોડથી વધુનો રેકોર્ડ પ્રવાહ એકત્રિત કર્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Mutual funds, Stock market

આગામી સમાચાર