Home /News /business /મ્યુચ્યુઅલ ફંડમાં આ ગોલ્ડન રુલ અપનાવો, માર્કેટની અફરાતફરીમાં ઓછું થશે નુકસાન

મ્યુચ્યુઅલ ફંડમાં આ ગોલ્ડન રુલ અપનાવો, માર્કેટની અફરાતફરીમાં ઓછું થશે નુકસાન

જાણો, મ્યચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોને સંતુલિત કેવી રીતે રાખવો

Mutual Fund Golden Rules: મ્યુચ્યુઅલ ફંડમાં રોકણ જેટલું જ મહત્વનું છે તેનું યોગ્ય રિબેલેન્સિંગ, તમને વર્ષમાં એકવાર તમારા મ્યુચ્યુઅલ ફંડને રિબેલેન્સિંગ કરી શકો છો અથવા તો તમારા રોકાણ માટેના જે લક્ષ્યો છે તે પૂરા થતાં ન જણાતા હોય તો પણ તમારે તેને રિબેલેન્સિંગ કરવું જોઈએ.

વધુ જુઓ ...
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યા બાદ રોકાણકારો સામે બે સમસ્યા આવે છે. સૌથી પહેલી સમસ્યા છે કે, પોર્ટફોલિયોને ક્યારે અને કેવી રીતે પુનર્સંતુલિત કરવામાં આવે? બીજી સમસ્યા છે કે, પોર્ટફોલિયોને કેવી રીતે ક્લિઅર કરવામાં આવે અને યોજનાઓને કેવી રીતે ઓછી કરવામાં આવે. આ બંને સમસ્યાનું એકસાથે કેવી રીતે નિવારણ લાવવામાં આવે તે અંગે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.


આ બાબત આપણે એક ઉદાહરણથી સમજીએ. માનો કે, તમે 60:40ની સરખામણીએ ઈક્વિટી અને ડેબ્ટમાં રોકાણ કર્યું છે. ઈક્વિટી માટે 2થી 3 વર્ષ સુધી રોકાણ કર્યા બાદ ઈક્વિટી અને ડેબ્ટનો રેશિયો 74:26 સુધી પહોંચી ગયો છે. સામાન્ય શબ્દોમાં કહેવામાં આવે તો, તમારી ઈક્વિટીમાં 60 ટકાની વૃદ્ધિ થઈ છે. જેના કારણે શેરમાર્કેટમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. તમારા પોર્ટફોલિયોમાં ઈક્વિટી 74 ટકા સુધી શામેલ છે. તમે અનેક વર્ષોથી રોકાણ કરતા હોવાને કારણે તમારા પોર્ટફોલિયામાં 11 ઈક્વિટી ફંડ અને ચાર ડેટ ફંડ છે.




તમે અગાઉથી જાણો છો તે પ્રમાણે પુનર્સંતુલન મૂળરૂપે પસંદ કરવામાં આવેલ પરિસંપત્તિની સમીક્ષા કરવા અને તે શરૂ કરવા માટે કરવામાં આવે છે.  આ મામલે પોર્ટફોલિયોમાં 74 ટકા સુધી વૃદ્ધિ થઈ છે, આ કારણોસર તમે 60 ટકા સુધી લાવી શકો છો. ઈક્વિટીમાંથી 14 ટકા વેચીને તે પૈસા ડેટમાં ટ્રાન્સફર કરી દેવા.  પુનર્સંતુલન કરવા માટે અહીંયા 3 પદ્ધતિ વિશે જાણકારી આપવામાં આવી છે.

1. અવધિપૂર્ણ પુનર્સંતુલન (Periodic rebalancing)



અવધિપૂર્ણ પુનર્સંતુલન વર્ષમાં એકવાર કરવામાં આવે છે, જેને અનેક લોકો અર્ધવાર્ષિક તરીકે ઓળખે છે. વર્ષમાં એકવાર અવધિપૂર્ણ પુનર્સંતુલનો ઉપયોગ કરવો તે વધુ ઈચ્છનીય છે.


2. ડેવિએશન પર આધારિત પુનર્સંતુલન



તમારું અલોકેશન પૂર્વ નિર્ધારિત ટોલેરેન્સ બેન્ડ કરતા વધુ વિચલન થાય છે, તો તે અલોકેશન પર ખૂબ જ અસર થાય છે. ટોલેરેન્સ બેન્ડ +/-5 ટકા છે, તો 60-40 રેશિયોમાં તમારો પોર્ટફોલિયો 55 ટકાથી નીચલા સ્તરે અથવા 65 ટકાના ઉપલા સ્તર પર પહોંચી જાય છે. આ કારણોસર તેને પુનર્સંતુલિત કરવું જરૂરી છે.



3. બંને વિકલ્પનો ઉપયોગ કરવો



ત્રીજા વિકલ્પની વાત કરવામાં આવે તો ઉપર જણાવેલ બંને વિકલ્પનો ઉપયોગ કરવો જોઈએ. રોકાણકાર સમયાંતરે તેની સમીક્ષા કરે છે. પુનર્સંતુલન ત્યારે જ થાય છે, જ્યારે તે ટોલેરેન્સ બેન્ડ કરતા વધુ વિચલન કરે છે.


ફરી એકવાર આ ઉદાહરણની વાત કરવામાં આવે તો પોર્ટફોલિયો 60-40 થી 74-26 પર આવી ગયો છે, અને તે પુનર્સંતુલિત કરવું જરૂરી છે. તમામ પોર્ટફોલિયો યુનિક છે, આ કારણોસર પોર્ટફોલિયોને પુનર્સંતુલિત કરવા વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

શું તમારે લાર્જ કેપ ફંડની જરૂરિયાત છે?



લાર્જ કેપ ફંડ માટે બેન્ચમાર્ક ઈન્ડેક્ષને બીટ કરવું ખૂબ જ મુશ્કેલ છે. આ વાત પર એક નજર નાખવામાં આવે તો, તમે લાર્જ કેપ ફંડમાં કેટલું રોકાણ કર્યું છે અને તમારા પોર્ટફોલિયોમાં આ પ્રકારના કેટલા ફંડ છે.


તમે એક્ટીવ લાર્જ કેપ ફંડમાંથી ધીરે ધીરે બહાર નીકળવાની કોશિશ કરી શકો છો. માત્ર ઈંડેક્ષના આધારે લાર્જ કેપમાં રોકાણ કરવું તે સમજદારીભર્યો નિર્ણય છે. કોઈ પણ મામલે મોટાભાગના એક્ટીવ લાર્જ કેપ અને ઈંડેક્ષ ફંડમાં ઓવરલેપિંગ પોર્ટફોલિયો હોય છે. આ કારણોસર તેમાંથી ધીરે ધીરે છુટકારો મેળવવો જોઈએ અને લાર્જ કેપ એક્સપોઝર માટે 1-2 ઈંડેક્ષ ફંડ રાખો.



મિડ અને સ્મોલ કેપ ફંડને એવોઈડ કરો



મિડ અને સ્મોલ કેપ સ્પેસમાં રોકાણ કરવું તે એક્ટવ ફંડ જેટલું જ લાભદાયી છે. આ બંને કેટેગરીનાં વધુ સ્કીમ હોવી જરૂરી નથી. તમારી પાસે એક મોટો પોર્ટફોલિયો ના હોય, તો આ બંને પોર્ટફોલિયામાંથી 1-2 ફંડ સુધી સીમિત રાખો. સાથે સાથે મોટાભાગના લોકોએ સ્મોલ કેપ ફંડની બિલ્કુલ પણ જરૂરિયાત નથી.


ડુપ્લીકેટ અવોઈડ કરો



મ્ચયુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું સૌથી મોટું કારણ વૈવિધ્યકરણ છે. રૂ. 5,000નું રોકાણ કરવું તે ન્યૂનતમ રોકાણ છે. મ્યુચ્યુઅલ ફંડ યોજના 30-60 શેરમાં વિવિધતા લાવી શકે છે. જો તમારી પાસે એક જ પ્રકારની મ્યુચ્યુઅલ ફંડ યોજના છે, જેમ કે 3-4 ફ્લેક્સી કેપ ફંડ, તો તમે પોર્ટફોલિયોમાં એકસમાન સ્ટોક જોઈ શકો છો. આ વાત એકદમ અયોગ્ય છે.

ડેબ્ટ ફંડને ધ્યાનમાં રાખો



સમગ્ર પોર્ટફોલિયોમાં ઈક્વિટી ફંડની જેમ ડેબ્ટ ફંડ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કારણોસર ડેબ્ટ ફંડને પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. ડેટ ફંડ સામાન્ય દરથી આગળ વધે છે. આ કારણોસર અસેટ અલોકેશનને ઈક્વિટી ફંડ તરીકે વ્યાપક રૂપે ન બદલવું જોઈએ. આ સમયે જ્યારે વ્યાજરદરમાં વૃદ્ધિ થાય છે, ત્યારે ડેટ ફંડ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે વ્યાજદર નીચે આવે છે, ત્યારે તે વ્યાજદરની સાયકલ રિવર્સ ફરે છે, જેના કારણે તમને ફાયદો સંભાવના છે.

ફ્રિન્જ બાબતોની તપાસ કરો



બેન્ચમાર્ક અને પીઅર્સ સામે ટ્રેક રેકોર્ડની તપાસ કરો. જો સતત ખરાબ પ્રદર્શન થાય તો તમારે તેને બંધ કરી દેવું જોઈએ.


પોર્ટફોલિયોમાં 5-7 ટકા વેઈટેજ ધરાવતા ફંડને અલગ કરી દો. આ ફંડમાં તમે અગાઉ રોકાણ કર્યું હશે અથવા સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન બંધ કરી દીધો હશે. કુલ પોર્ટફોલિયો રિટર્ન પર અસર થાય તે માટે અલોકેશન ખૂબ જ ઓછું હોય તો તેને બંધ કરી દેવું જરૂરી છે.




(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, Expert opinion, Mutual fund, Personal finance

विज्ञापन
विज्ञापन