એલન મસ્કની મોટી જાહેરાત: Bitcoinથી હવે ખરીદી શકશો ટેસ્લા કાર

ફાઈલ તસવીર

મસ્કે ખુશીના સમાચાર આપતા ટ્વીટ કર્યું કે ટેસ્લાને ખરીદવા માટે ગ્રાહકો બિટકોઈનનો ઉપયોગ કરી શકે છે.

  • Share this:
નવી દિલ્હીઃ વિશ્વના સૌથી ધનિક એલન મસ્કે (Elon Musk) મોટું અપેક્ષિત એલાન કરીને સૌને ચોંકાવી દીધા છે. છેલ્લા એક મહિનાથી સંભાવના હતી કે મસ્ક પોતાની પ્રોડકટ વેચવા માટે બિટકોઈન (Bitcoin) સ્વીકારી શકે છે. અંતે આજે એલન મસ્કે જાહેરાત કરી છે કે ટેસ્લા કાર(Tesla Car)ને ખરીદવા માટે હવે તેઓ વિશ્વની સૌથી મોટી અને મોંઘી ક્રિપ્ટોકરન્સી બિટકોઈન (Cryptocurrency Bitcoin) સ્વીકારશે.

અનરેગ્યુલેટેડ કરન્સી બિટકોઈન ધરાવતા રોકાણકારોને મસ્કે ખુશીના સમાચાર આપતા ટ્વીટ કર્યું કે ટેસ્લાને ખરીદવા માટે ગ્રાહકો બિટકોઈનનો ઉપયોગ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈલેકટ્રીક કાર બનાવતી કંપની ટેસ્લાએ તાજેતરમાં જ જણાવ્યું હતુ કે તેમણે બિટકોઈનમાં 1.5 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.

મસ્કે બીજું એક ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી કે અમેરિકાથી બહારના લોકો માટે પણ બિટકોઈન પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. કંપની માત્ર પેમેન્ટ માટે જ ઈન્ટરનલ અને ઓપન સોર્સ સોફ્ટવેરનો ઉપયોગ કરશે.

આ પણ વાંચોઃ-ભુજઃ સુમરાસર ગામની મહિલાઓ વેસ્ટ કાપડમાંથી બનાવે છે દેશી રમકડાં, રૂ.100થી રૂ.5000ની હોય છે કિંમત

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

આ પણ વાંચોઃ-જેલમાં બંધ પતિ સાથે શરીર સંબંધ બાંધવા માટે મહિલા પહોંચી હાઇકોર્ટ, શું આપ્યું કારણ?

આ પણ વાંચોઃ-રાજકોટઃ માતા-પિતાએ ઓનલાઈન અભ્યાસ માટે આપ્યો હતો પુત્રીને મોબાઈલ, ધો.12ની વિદ્યાર્થિનીનો કડવો અનુભવ

ટેસ્લાના રોકાણે આપી બિટકોઈનને ઉડાન :
અમેરિકાની કંપની ટેસ્લાએ બિટકોઇનમાં રોકાણ કરવાની જાહેરાત કર્યા બાદ બિટકોઈનમાં વણથંભી તેજી જોવા મળી રહી છે. દિગ્ગજ વીમા કંપની માસ-મ્યુચ્યુઅલ, એસેટ મેનેજર ગેલેક્સી ડિજિટલ હોલ્ડિંગ, ટ્વિટર(Twitter)ના સીઈઓ જેક ડોર્સીની પેમેન્ટ કંપની સ્ક્વાયરે પણ બિટકોઇનમાં ભારે રોકાણ કર્યું છે. ટેસ્લા સહિતની અનેક કંપનીઓએ ડિજિટલ કરન્સી તરીકે બિટકોઇનને મંજૂરી આપી છે.બિટકોઈનની હરણફાળ ગતિ :
આ વર્ષની શરૂઆતથી ક્રિપ્ટોકરન્સીમાં 70 ટકાનો શાનદાર વધારો જોવા મળ્યો છે. રોકાણના મુખ્ય પ્રવાહ અને ચૂકવણી માટેનું મુખ્ય સાધન-સંસાધન બની શકવાની આશાએ બિટકોઈનનો ભાવ 58,354.14 ડોલરની રેકોર્ડ ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. એક વર્ષ પૂર્વે 10,000 ડોલરની આસપાસનો બિટકોઈન હવે 1 લાખ ડોલરના ઉંચા આસમાને ઉડવાની નિષ્ણાંતોની ગણના છે.
First published: