Home /News /business /

સેન્સેક્સમાં 59 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 10450ની નીચે

સેન્સેક્સમાં 59 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 10450ની નીચે

સેન્સેક્સમાં 73 પૉઇન્ટ અને નિફ્ટીમાં 25 પૉઇન્ટનો ઘટાડો.

શેરબજારમાં પ્રારંભિક વૃદ્ધિ થયા પછી શરૂઆતમાં નિફ્ટી નવા શિખરે સ્પર્શ્યો હતો, પણ છેલ્લે બજાર બંધ થતાં પહેલાં સેન્સેક્સ 59.36 પોઇન્ટના ઘટાડા સાથે 33,777.38 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 19 પોઇન્ટના ઘટાડા સાથે 10,444.20 પર બંધ રહ્યો હતો.

વધુ જુઓ ...
શેરબજારમાં પ્રારંભિક વૃદ્ધિ થયા પછી શરૂઆતમાં નિફ્ટી નવા શિખરે સ્પર્શ્યો હતો, પણ છેલ્લે બજાર બંધ થતાં પહેલાં સેન્સેક્સ 59.36 પોઇન્ટના ઘટાડા સાથે 33,777.38 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 19 પોઇન્ટના ઘટાડા સાથે 10,444.20 પર બંધ રહ્યો હતો.

જોકે મિડકેપ્સ અને સ્મોલકેપ શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી. બીએસઇનું મિડ-કેપ ઇન્ડેક્સ 0.4 ટકાના વધારા સાથે બંધ રહ્યું હતું. નિફ્ટીના મિડકેપ્સ 100 ઇન્ડેક્સમાં 0.5 ટકાની વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.8 ટકાનો વધારો નોંધાયો છે.

બૅન્કિંગ, ઓટો, ફાર્મા અને ઓઇલ અને ગેસ શેરોમાં વેચવાલી આવતાં બજાર પર દબાણ જોવાયું છે. બેન્ક નિફ્ટીમાં 0.5 ટકાના ઘટાડાએ 25,592ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીનો પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં 1.2 ટકા, ઓટો ઈન્ડેક્સમાં 0.3 ટકા અને ફાર્મા ઇન્ડેક્સમાં 0.2 ટકા ઘટાડો થયો હતો. જોકે આજે મિડિયા, આઇટી, મેટલ, રિયલ્ટી અને કેપિટલ ગુડ્ઝ શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)ના 30 શેરવાળો પ્રમુખ સેન્સેક્સ 59.36 પોઇન્ટ અથવા 0.18 ટકા ઘટીને 33,777.38 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 શેરવાળો પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી 19 પોઈન્ટ અથવા 0.18 ટકા ઘટીને 10,444.20 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)ના 30 શેરવાળામાં વધેલા શેરોઃ વિપ્રો 1.54 ટકા વધીને 296.65, ઓએનજીસી 1.46 ટકા વધીને 187.90, હીરો મોટોકોર્પ 1.18 ટકા વધીને 3740.60 બંધ રહ્યા હતા, જ્યારે ભારતી એરટેલ 1.45 ટકા ઘટીને 528.60, ટાટા સ્ટીલ 1.07 ટકા ઘટીને 702.55, એચડીએફસી 0.98 ટકા ઘટીને 1692.90, એચડીએફસી બેન્ક 0.91 ટકા ઘટીને 1868.05 બંધ રહ્યા હતા.

નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 શેરવાળમાં વધેલા શેરોઃ હિન્દાલકો 1.53 ટકા વધીને 258.20, યુનિલીવર 1.25 ટકા વધીને 1367.15,LT 1.08 ટકા વધીને 1233.10, બજાજ ફાઇનાન્સ 0.70 ટકા વધીને 1770 રહ્યા હતા, જ્યારે હિંદ પેટ્રો 0.93 ટકા ઘટીને 432.30,કોટક બેંક 0.90 ટકા ઘટીને 1012.15, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.78 ટકા ઘટીને 918.15 રહ્યા હતા.

મિડકેપ શેરોમાં રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ પાવર, સીજી કન્ઝ્યુમર, રિલાયન્સ ઇન્ફ્રા અને નાલ્કોમાં 7.2-3.5 ટકાનો વધારો થયો હતો. જોકે મિડ-કેપ શેરોમાં બેન્ક ઓફ ઇન્ડિયા, બ્લુ ડાર્ટ, પેજ ઇન્ડસ્ટ્રીઝ, અલ્કેમ લેબ અને રાજેશ એક્સપોર્ટ્સમાં 4-1.9 ટકાનો ઘટાડો થયો હતો.

સ્મોલકેપ શેરોમાં મૉર્પિન લેબ્સ, એમટીએનએલ, શાંતિ ગિયર્સ, એલેકોન એન્જિનિયરિંગ અને રામકો સિમેન્ટના શેરોમાં 20-14.3 ટકા સુધી મજબૂત રહી બંધ રહ્યા હતા. જોકે, સ્મોલકેપ શેરોમાં ઈન્ડો રામ સિન્થેટિક, લ્યુમેક્સ ઓટો ટેક, એચઇજી, મેકનલી ભારત અને ડીઆઈસી ઇન્ડિયામાં 6.5-3.3 ટકાનો ઘટાડો થયો હતો.
First published:

Tags: BSE, NSE, Share marcket

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन