Home /News /business /Success Story: ભણશો નહીં તો વડાપાઉં વેચશો, પરિવારે આવા મહેણાં મારતાં બનાવી દીધી 50 કરોડની કંપની

Success Story: ભણશો નહીં તો વડાપાઉં વેચશો, પરિવારે આવા મહેણાં મારતાં બનાવી દીધી 50 કરોડની કંપની

ભણશો નહીં તો વડાપાઉં વેચશો, પરિવારે આવા મહેણાં મારતાં બનાવી દીધી 50 કરોડની કંપની

હાવર્ડ બિઝનેસ સ્કૂલ, આઈએમડી સ્વિટ્ઝર્લેન્ડ અને આઈએસબી હૈદરાબાદ જેવી સંસ્થાઓએ તેની સફળતા અંગે કેસ સ્ટડી કરી છે

મુંબઈ : ગોલી વડાપાઉં કદાચ તમે નામ સાંભળ્યું હશે અથવા તમે તમારા શહેરમાં તેના આઉટલેટની મુલાકાત લીધી હશે. નાના દેખાતા આ આઉટલેટ્સનું વાર્ષિક ટર્નઓવર 50 કરોડ રૂપિયા છે. હાવર્ડ બિઝનેસ સ્કૂલ, આઈએમડી સ્વિટ્ઝર્લેન્ડ અને આઈએસબી હૈદરાબાદ જેવી સંસ્થાઓએ તેની સફળતા અંગે કેસ સ્ટડી કરી છે.

2004માં કંપનીના સ્થાપક વેંકટેશ ઐયરે 'બોમ્બે બર્ગર' કહેવાતા વડાપાઉં બનાવવાની કંપની શરૂ કરી. આજે દેશભરમાં આ કંપનીના 350 આઉટલેટ્સ છે. વેંકટેશે બેટર ઈન્ડિયાને કહ્યું કે, જો તમે સારું નહીં ભણો, તો અંતે તમારે વડાપાઉં જ વેચવો પડશે. જે બાળકો યોગ્ય રીતે અભ્યાસ નથી કરતા, તેઓને ઘણી વાર આવાં મહેણાં સાંભળવા મળે છે. આવું જ કંઇક વેંકટેશ સાથે થયું. મોટાભાગના મધ્યમ વર્ગના તમિલ બ્રાહ્મણ પરિવારોની જેમ તેમનો પરિવાર પણ ઇચ્છતો હતો કે તેઓ સારી રીતે અભ્યાસ કરે અને એન્જિનિયર, ડોક્ટર અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને. પરંતુ પરિવારના સભ્યોએ ક્યારેય વિચાર્યું ન હતું કે વડાપાઉં વેચીને તેઓને આટલી મોટી સફળતા મળશે.

વેંકટેશે પોતાનો વ્યવસાય શરૂ કરતાં પહેલાં લગભગ 15 વર્ષ ફાઇનાન્સ ક્ષેત્રમાં કામ કર્યું હતું. તેમનું કહેવું છે કે વર્ષોથી તેમનું ધ્યાન રિટેલ ક્ષેત્રને મજબૂત બનાવવા પર હતું. તેઓ ઇચ્છતા હતાં કે જરૂરીયાતમંદ લોકો માટે વધુ રોજગારીનું સર્જન થાય. તેને ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરી 2004માં થાણે જિલ્લાના કલ્યાણમાં ગોલી વડાપાઉંનો પ્રથમ સ્ટોર શરૂ થયો.

કૉલેજ પાર્ટીઓથી માંડીને ક્રિકેટ મેચ સુધી, વડાપાઉં તમામ ઇવેન્ટ્સનો એક ભાગ છે

વેંકટેશ કહે છે કે આપણે બધા આપણા ઘરોમાં ઇડલી, ઢોંસા અને પોંગલ ખાઈએ છીએ. પરંતુ મુંબઈમાં તેમના માટે વડાપાઉં ફિલ્મ્સમાં 'આઈટમ નંબર' જેવો હતો. કૉલેજ પાર્ટીઓથી માંડીને ક્રિકેટ મેચ સુધી વડાપાઉં તમામ ઇવેન્ટ્સનો ભાગ રહ્યો છે. તેથી તેને વ્યવસાય માટે પસંદ કર્યું. જોકે, વડાપાઉંએ વર્ષોથી 'ક્રાઉડ પુલર' તરીકે તેનું સ્થાન મજબૂત બનાવ્યું છે. તે જ સમયે પનીર વડાપાઉં, શેઝવાન, મિક્સ વેજ, પાલક મકાઈ, પનીર અને આલૂ ટીક્કા જેવા વડાપાઉં પણ આ ફ્રેન્ચાઇઝમાં લોકપ્રિય છે. તેમણે કહ્યું, તમે ક્યારેય કોઈ લોકપ્રિય પીણાના સ્વાદમાં પરિવર્તન જોયું છે? ના. તેથી અમે એ સુનિશ્ચિત કરવું પણ ઇચ્છ્યું હતું કે અમારા ઉત્પાદનનો સ્વાદ દરેક આઉટલેટમાં સમાન રહે છે. પછી ભલે તે કોઈ પણ દિવસ તમે તેનો સ્વાદ ચાખો.

આ પણ વાંચો - મુંબઈ પોલીસે ગટરમાંથી 21 લાખનું સોનું બહાર કાઢ્યું, બધા થઈ ગયા આશ્ચર્યચકિત!

આવી રીતે રાખ્યું ગોલી નામ

સ્ટ્રીટ ફૂડ વિશે વાત કરીએ તો બટાકાની પેટીસ, જેને પહેલા ચણાના લોટમાં ડુબાડીને તળવામાં આવે છે , તેને 'ગોલી' કહે છે. વેંકટેશ કહે છે કે જ્યારે તેણે મુંબઇમાં વડાપાઉંની દુકાન શરૂ કરવા વિશે લોકો સાથે વાત કરવાનું શરૂ કર્યું, ત્યારે તેમને વારંવાર પૂછવામાં આવ્યું કે, "શું ગોલ આપી રહ્યું છે?" આ વાત મનમાં વાસી ગઈ હતી અને જ્યારે હું કંપનીનું નામ વિચારી રહ્યો હતો ત્યારે 'ગોલી' શબ્દનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો.

નારાયણ મૂર્તિથી પ્રભાવિત છે વેંકટેશ

વેંકટેશ કંપનીની કામગીરી ઉપરાંત જરૂરીયાતમંદ બાળકોના શિક્ષણને લઈને પણ પગલાં લઈ રહ્યા છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે શાળામાંથી દસમું પાસ આઉટ વિદ્યાર્થીઓને કંપનીમાં કામ કરવાની તક આપવાનું સ્વપ્ન ધરાવે છે. આથી 'થ્રી ઇ' કંપનીમાં મોટું સ્થાન ધરાવે છે. અહીં, થ્રી ઇનો અર્થ શિક્ષણ, રોજગાર અને ઉદ્યોગસાહસિકતા. વેંકટેશ ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના જીવનથી પ્રભાવિત છે, જેમણે પોતાના કર્મચારીઓને સ્ટોક વિકલ્પો આપ્યા, ઉપરાંત પોતાનું મોટું નામ બનાવ્યું છે.
First published:

Tags: Success story