આર્થિક સુસ્તી પર ડૉ. મનમોહનના સમર્થનમાં આવી શિવસેના, ભાજપની ઝાટકણી કાઢી

News18 Gujarati
Updated: September 4, 2019, 9:55 AM IST
આર્થિક સુસ્તી પર ડૉ. મનમોહનના સમર્થનમાં આવી શિવસેના, ભાજપની ઝાટકણી કાઢી
શિવસેના પ્રુમખ ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)

નોટબંધી અને જીએસટી પર સવાલ ઉઠાવનારાઓને મૂર્ખ કહેવામાં આવે છે : શિવસેના

  • Share this:
મુંબઈ : શિવસેના (Shiv Sena)એ ફરી એકવાર મોદી સરકાર (Modi Government) પર નિશાન સાધ્યું છે. ગબડતી અર્થવ્યવસ્થાને લઈને ડૉ. મનમોહન સિંહ (Dr. Manmohan Singh)એ આપેલા નિવેદનનું શિવસેનાએ સમર્થન કર્યુ છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામના (Mouthpiece Samana)ના માધ્યમથી ગડબતી અર્થવ્યવસ્થા (Economy Crisis)ને લઈને ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યો છે. શિવસેના તરફથી કહેવામાં આવ્યું છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને અર્થશાસ્ત્ર અને દેશની અર્થનીતિની સારી સમજ છે.

સામનામાં લખવામાં આવ્યું છે કે, ડૉ. મનમોહન સિંહે કારણ વગર નિવેદન નથી આપ્યું. મંદી (recession)ની ભયંકર સ્થિતિ સરકારને જોઈ નથી શકતી, આ વાત ચોંકાવનારી છે. નાણા મંત્રી મંદીના સવાલ પર મૌન સાધી લે છે. શિવસેનાએ નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) પર ટિપ્પણી કરી અને કહ્યું કે મહિલા હોવું અને દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં અંતર છે. હજુ સુધી નોટબંધી (Demonetization) અને જીએસટી (GST) પર સવાલ ઉઠાવનારાઓને મૂર્ખ કહેવામાં આવ્યા.

મનમોહન સિંહે જીડીપી ઘટાડાને લઈ મોદી સરકારને ઘેરી હતી. (ફાઇલ તસવીર)


પૂર્વ વડાપ્રધાને આર્થિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી

પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહે જીડીપી દર (5 ટકા)માં ઘટાડાને લઈ મોદી સરકારને ઘેરી હતી. તેઓએ અર્થવ્યવસ્થાની સુસ્ત ઝડપ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે જૂન ક્વાર્ટરમાં જીડીપી દર 5 ટકા હોવો એવું દર્શાવે છે કે ભારત લાંબા ગાળાની આર્થિક સુસ્તીના સકંજામાં છે. પૂર્વ પીએમે કહ્યું હતું કે ભારતમાં વધુ ઝડપથી વિકાસ કરવાની ક્ષમતા છે, પરંતુ મોદી સરકારના ગેરવહિવટના કારણે સુસ્તી છવાઈ ગઈ છે. તેઓએ કહ્યું હતું કે, આર્થિક વિકાસને ગતિ આપવા માટે સરકારને તમામ પક્ષો સાથે વાત કરવી જોઈએ.

આ પણ વાંચો, GDP ગ્રોથ પર પૂર્વ પીએમ મનમોહન સિંહના નિવેદનને સરકારે ફગાવ્યું, કહી આ વાતઆર્ટિકલ 370 હટાવવો અને આર્થિક મંદી, બે અલગ-અલગ વિષય

કાશ્મીરથી આર્ટિકલ 370 (Article 370) હટાવવા અને આર્થિક મંદી બે અલગ વિષય છે. કાશ્મીરમાં વિદ્રોહીઓને બંદૂકના જોરે પાછળ ધકેલી શકાય છે પરંતુ બેરોજગાર રસ્તાઓ પર આવશે તો તેમને પણ શું ગોળી મારશો?

આ પણ વાંચો, 2 કરોડ લોકોનું રદ થઈ શકે છે IT રિટર્ન, ITR વેરિફાય આ રીતે કરી શકાય
First published: September 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading