Home /News /business /

શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 235 પોઇન્ટનો ઉછાળો

શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 235 પોઇન્ટનો ઉછાળો

દેશનાં શેરબજારોમાં ગઈકાલે ઉછાળો આવ્યા બાદ આજે મંગળવારે ફરી આવેલો ઉછાળો નોંધવામાં આવ્યો છે. સેન્સેક્સ 235.06 પૉઇન્ટ વધીને 33,836.74 પર અને નિફ્ટીમાં 74.45 પૉઈન્ટ વધી 10,463.20 પર બંધ રહ્યો હતો.

મુંબઈ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)ના 30 શેરના ઇન્ડેક્સ પર આધારિત સંવેદનશીલ સૂચકાંક ઇન્ડેક્સ સવારે 130.4 પૉઈન્ટની તેજી સાથે 33732.08 પર ખૂલી 235.06 પોઇન્ટ અથવા 0.70 ટકાના વધારા સાથે 33,836.74 પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સે 33,862ની ઊંચી સપાટી અને 33,666.62ની નીચી સપાટીએ સ્પર્શ્યો હતો.

સેન્સેક્સના 30 શેરો પૈકી 22માં તેજી રહી હતી. મારુતિ (5.33 ટકા), હીરો મોટો કોર્પ (4.70 ટકા), ટાટા મોટર્સ (3.39 ટકા), બજાજ ઓટો (2.87 ટકા) અને ભારતીય એરટેલ (2.50 ટકા)માં સર્વાધિક તેજી રહી હતી.

સેન્સેક્સમાં ઘટેલા શૅરોઃ વિપ્રો (1.07 ટકા), ઇન્ફોસિસ (1.04 ટકા), ઇન્ડસઇન્ડ બેન્ક (0.51 ટકા), એચડીએફસી બેંક (0.49 ટકા) અને કોટક બેન્ક (0.35 ટકા) મુખ્ય ગુમાવનારા હતા.

બીએસઇના મિડકેપ સૂચકાંકમાં તેજી રહી હતી. બીએસઇ મિડકેપ સૂચકાંક 251.79 પૉઇન્ટની તેજી સાથે 17,356.19 પર અને સ્મોલકેપ સૂચકાંક 275.17 પૉઈન્ટ ઘટીને 18,527.85 પૉઇન્ટ પર બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)ના 50 શેરો આધારિત સંવેદન સૂચકાંક નિફ્ટી સવારે 26.05 પૉઈન્ટની તેજી સાથે 10,414.80 પર ખૂલ્યો હતો અને 74.45 પૉઈન્ટ અથવા 0.72 ટકા વધીને 10,463.20 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન નિફ્ટી 10,472.20ની ઊંચી સપાટી અને 10,406.00ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો.
First published:

Tags: BSE, Share marcket

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन