ગૌતમ અદાણીની અદાણી ટ્રાંસમિશનને અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાના પાવર જનરેશન અને મુંબઈમાં ડિસ્ટ્રીબ્યૂશન બિઝનેસને રૂ. 13, 251 કરોડમાં ખરીદવાનો પાક્કો એગ્રીમેન્ટ કર્યો છે. બંને કંપનીઓએ ગુરૂવારે આ મુદ્દે જાણકારી આપી. આ ડીલ બાદ હવે અદાણી ટ્રાન્સમિશન પાવર ડિસ્ટ્રીબ્યૂસન બિઝનેસમાં એન્ટ્રી કરશે.
રિલાયન્સ ઈન્ફાસ્ટ્રક્ચરના સીઈઓ લલિત જલાને જણાવ્યું કે, અમે સૌથી સારી સંભવિત કિંમત પર આ ડીલ માટે એગ્રીમેન્ટ કર્યું છે. આમાં જે રૂપિયા મળશે તે અમે દેવું ચુકવવા માટે વાપરીશું.
અદાણી ગ્રુપ આ માટે અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપને રૂ. 13,251 કરોડ આપશે. અનિલ અંબાણીની કંપનીને રેગ્યુલેટરી એસેટ્સ સાથે કુલ રૂ. 18,800 કરોડ મળસે. અદાણી ટ્રાન્સમિશને બિઝનેસની વેલ્યું 12,101 કરોડ લગાવી છે. 1 એપ્રિલ 2018થી 31 માર્ચ 2019 સુધીમાં 1150 કરોડ રૂપિયા રેગ્યુલેટરી અપ્રુવ્ડ એસેટ્સને રિલાયન્સ ઈન્ફાસ્ટ્રક્ચરના એકાઉન્ટમાં જોડવામાં આવશે. આ ડીલ સાથે રિલાયન્સ ઈન્ફાસ્ટ્રક્ચરની યોજના 15000 કરોડ રૂપિયાનું તમામ દેવું ચુકવવાની છે. આ ડીલથી કંપનીની બેલેન્સ સીટ પર દબાણ ઘણું ઓછું થઈ જશે.
આ મુદ્દે અદાણી ગ્રુપના ગૌતમ અદાણીએ કહ્યું કે, 'આ ડીલ સાથે અમે દેશમાં પાવર ડીસ્ટ્રીબ્યુશન સેક્ટરમાં એન્ટ્રી કરીશું. અમે આને અગામી સનરાઈઝ સેક્ટરના રૂપે જોઈએ છીએ. ભારતના તમામ દેશવાસીઓ માટે 24*7 પાવર સપ્લાય તરફ વધી રહ્યો છે. અમારૂ માનવું છે કે, આ સેગમેન્ટમાં ગ્રોથના જબરદસ્ત મોકો છે. અમે ઓર્ગેનિક અને ઈન-ઓર્ગેનિક રૂટથી આ બિઝનેસને વધારવાની કોશિસ કરતા રહિશું'.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર