Home /News /business /

નિફ્ટી 10493 પર બંધ, સેન્સેક્સે 33900ની સપાટીને પાર કરી

નિફ્ટી 10493 પર બંધ, સેન્સેક્સે 33900ની સપાટીને પાર કરી

સેન્સેક્સમાં 318 પૉઇન્ટ અને નિફ્ટીમાં 88 પૉઇન્ટનો ઉછાળો.

આજે સ્થાનિક બજારોમાં ક્રિસમસ પહેલાં રેલી જોવા મળી છે. નિફ્ટી પ્રથમ વખત 10,500 પાર કરવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સ 33964.28ના નવા શિખરને સ્પર્શી ગયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

જોકે આજે મિડકેપ શેરોમાં ખૂબ ઉત્સાહ નહોતો જણાતો. બીએસઇના મિડકેપ ઇન્ડેક્સમાં 0.1 ટકાનો વધારા સાથે બંધ રહ્યો હતો છે. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 0.3 ટકા સુધી વધ્યો હતો છે. સ્મોલકેપ શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી. બીએસઈનો સ્મોલકેપ ઇન્ડેક્સ 0.6 ટકા સુધી વધ્યો હતો.

પીએસયુ બેન્ક, ઓટો, આઇટી, કેપિટલ ગુડ્ઝ, પાવર, ઓઇલ,ગેસ શેર્સમાં ખરીદીથી બજારને સપોર્ટ મળ્યો હતો. બેન્ક નિફ્ટી 0.4 ટકાની વૃદ્ધિ સાથે 25,650ની આસપાસ બંધ રહ્યો હતો. નિફ્ટીના પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં 0.8 ટકા, ઓટો ઈન્ડેક્સમાં 0.5 ટકા અને આઇટી ઇન્ડેક્સમાં 1.1 ટકા સુધી વધ્યો હતો. બીએસઇ કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં આશરે 1 ટકા, પાવર ઇન્ડેક્સ 0.6 ટકા અને ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં 0.7 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને મેટલ શેરોમાં દબાણ જોવા મળ્યું છે.

બીએસઇ 30-શેર ઇન્ડેક્સ સેન્સેક્સ 184 પોઇન્ટ અથવા 0.5 ટકાના વધારા સાથે 33,940.30 પર બંધ રહ્યો હતો. એનએસઈનું 50 શેરના પ્રમખ ઇન્ડેક્સ નિફ્ટી 52.70 પોઇન્ટ અથવા 0.5 ટકાના ઉછાળા સાથે 10,493ની સપાટીએ બંધ રહ્યો હતો.

આજના વેપારમાં ઓએનજીસી, બજાજ ફાઇનાન્સ, ટીસીએસ, ટાટા પાવર, હિન્દાલ્કો, ઇન્ફોસિસ, બજાજ ઓટો અને ભારતી એરટેલ 2.9થી 1.4 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે અલ્ટ્રાટેક સિમેન્ટ, હીરો મોટો, લ્યુપિન, ડો રેડ્ડીઝ, કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ અને બજાજ ઓટોમાં 1-0થી ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

મિડકેપ શેરોમાં અદાણી પાવર, રિલાયન્સ ઇન્ફ્રા, 3 એમ ઇન્ડિયા, રિલાયન્સ પાવર અને જેએસડબ્લ્યુ એનર્જીમાં 6.3-3.1 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે ઇમામી, વોકાર્ડ, ઓરેકલ, સીજી કન્ઝ્યુમર અને અજંટા ફાર્મા 2.2-1.8 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

સ્મોલકેપ શેરોમાં ઇસ્ટર ઇન્ડસ્ટ્રીઝ, ડીબી રિયલ્ટી, ટીવી ટુડે અને સંદેશમાં 20-13% સુધીનો વધારો નોંધાયો હતો. જોકે લ્યુમૅક્સ ઓટો ટેક, આઇએફસીઆઇ, કેમલિન ફાઇન, દ્વારિકેશ શુગર અને એલજી બાલક્રિષ્નનમાં 6.2થી 4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
First published:

Tags: BSE, Business, NSE, Share marcket

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन