UBER કરતા તો ફ્લાઇટ સસ્તી! મુંબઇના વ્યક્તિએ ટ્વીટ કરીને શેર કરી આપવીતી
UBER કરતા તો ફ્લાઇટ સસ્તી! મુંબઇના વ્યક્તિએ ટ્વીટ કરીને શેર કરી આપવીતી
ઉબરની બેફામ લૂટફાટ
ટ્વીટ કરતી વખતે વ્યક્તિએ લખ્યું કે ગોવાની ફ્લાઇટ વધુ સસ્તી છે મારા ઘરે જવા કરતા. આ ટ્વીટ પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યો છે. લોકો કોમેન્ટમાં બોલી રહ્યા છે કે આટલા ભાડામાં તો ફ્લાઇટની ટિકીટ બુક થઇ જાય.
છેલ્લા કેટલાક સમયથી UBER કે જે એપ આધારિત કેબ બુકિંગની સર્વિસ આપે છે તે કેટલાક દિવસોથી ચર્ચામાં છે. આની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. હાલમાં જ આ કંપનીને લઇને એક નવો વિવાદ સામે આવ્યો છે. હાલમાં જ એક વ્યક્તિએ પોતાના ઘરે જવા માટે કેબ બુક કરી હતી પરંતુ તેના માટે એટલું ભાડું માંગવામાં આવ્યું કે તે ચોંકી ગયો. આ ભાડું એટલું હતુ કે તમે તેટલા ખર્ચમાં ફ્લાઇટમાં મુસાફરી કરી શકો. તો ચાલો જાણીએ શુું છે સમગ્ર ઘટના
શ્રવણકુમાર સુવર્ણા નામના એક વ્યક્તિએ ટ્વિટર એક પોસ્ટ શેર કરી છે. ટ્વીટમાં Uber એપ્લિકેશનનો સ્ક્રીનશોટ છે. જેમાં જાણવા મળે છે કે આ વ્યક્તિ સાંજે 7 વાગ્યે દાદરથી ઘરે પરત કેબ રાઈડ બુક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ મુંબઈમાં અવિરત વરસાદને કારણે, ભાવમાં વધારો થયો ગતો. આ કેબ સેવા માટે રૂ. 3,000 કરતાં વધુની માંગણી કરવામાં આવી હતી.
— Shravankumar Suvarna (@ShravanSuvarna) June 30, 2022