ફ્લિપકાર્ટ પર ઓર્ડર કર્યો 50,000નો Iphone, ઘરે આવ્યો રૂ.5નો સાબુ

મુંબઈના એક સોફ્ટવેયર એન્જિનિયરે ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર આઈફઓન 8ને બદલે સાબુ ડિલિવર કરવાનો આરોપ લગાવ્યો છે. 26 વર્ષીય તબરેજ મહેબૂબ નગરાલીનું કહેવું છે કે, તેણે આઈફોન ઓર્ડ કર્યો હતો અને તેણે પૂરૂ પેમેન્ટ પણ કર્યું હતું.

ફ્લિપકાર્ટના એક પ્રવક્તાએ જણાવ્યું કે, કંપની આ ઘટનાની તપાસ કરી રહી છે....

  • Share this:
મુંબઈના એક સોફ્ટવેયર એન્જિનિયરે ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર આઈફઓન 8ને બદલે સાબુ ડિલિવર કરવાનો આરોપ લગાવ્યો છે. 26 વર્ષીય તબરેજ મહેબૂબ નગરાલીનું કહેવું છે કે, તેણે આઈફોન ઓર્ડ કર્યો હતો અને તેણે પૂરૂ પેમેન્ટ પણ કર્યું હતું.

આ ઘટના બાદ તે મુંબઈના બાયકુલા પોલીસ સ્ટેશનમાં ગયો અને ફ્લિપકાર્ટ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીએ કહ્યું કે, તેણે એક શઓપિંગ પોર્ટલ પર આઈફોન 8 ઓર્ડર કર્યો હતો, જેના માટે તેણે પૂરા 55000નું પેમેન્ટ પણ કર્યું હતું.

તેણે આરોપ લગાવ્યો કે, 22 જાન્યુઆરીએ નવી મુંબઈ પાસેના પાનવેલમાં તેના ઘર પર એક પેકેટ ડિલિવર કરવામાં આવ્યું જેમાં મોબઈલ ફોનના બદલે એક સાબુ નિકળ્યો.

બાયકુલા પોલિસ સ્ટેશનના અધિકારી અવિનાશ શિંગટેએ જણાવ્યું કે, નગરાલીએ ગઈ કાલે ફરિયાદ નોંધાવી અને ફ્લિપકાર્ટ વિરુદ્ધ છેતરપિંડીનો આરોપ નોંધાવ્યો છે. ફ્લિપકાર્ટના એક પ્રવક્તાએ જણાવ્યું કે, કંપની આ ઘટનાની તપાસ કરી રહી છે.
Published by:kiran mehta
First published: