Home /News /business /Multibagger Stock: રૂ. 11.90ના ભાવના આ શેરે આપ્યું મબલખ વળતર! 1 લાખના થઈ ગયા 80 લાખ
Multibagger Stock: રૂ. 11.90ના ભાવના આ શેરે આપ્યું મબલખ વળતર! 1 લાખના થઈ ગયા 80 લાખ
પ્રતીકાત્મક તસવીર
Multibagger Stock Aarti Industries Share Price : અમે તમને એવા શેર વિશે માહિતી આપી રહ્યા છે જેણે આ વર્ષમાં અને છેલ્લા એક દાયકામાં જોરદાર પ્રદર્શન કર્યુ છે
Multibagger Stock Aarti Industries: શેરબજાર (Share Market)માં અનેક એવા સ્ટોક્સ છે, જે મલ્ટીબેગર સ્ટોક (multibagger stock) સાબિત થયા છે. આ વર્ષે અનેક નાના, મધ્યમ અને મોટા સ્ટોક્સે રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું છે. અહીં એવા મલ્ટીબેગર સ્ટોકની જાણકારી આપવામાં આવી છે, જેણે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. એક તરફ સેન્સેક્સ હરણફાર ભરી રહ્યો છે (Sensex) બીજી બાજુ ભારતીય શેર બજાર ઐતિહાસિક ઊંચાઈ પર પહોંચ્યો છે (Share Market Latest Updates) ત્યારે કેટલીક કંપનીઓના શેર એવા છે જેણે એક દશકામં ખૂબ પ્રભાવશાળી દેખાવ કર્યો. એટલું જ નહીં તેના રોકારણકારોને પણ (Stocks Investor)ને માલામાલ બનાવી દીધા. અહીં આરતી ઈન્ડસ્ટ્રીઝ (Aarti Industries)ના શેરની જાણકારી આપવામાં આવી છે. વર્ષ 2021માં અત્યાર સુધીમાં આ કેમિકલ સ્ટોકે 47 ટકા રિટર્ન આપ્યું છે. ગત 1 વર્ષના સમયગાળામાં આ સ્ટોકથી રોકાણકારોને 70 ટકા રિટર્ન મળ્યું છે.
Aarti Industriesના શેરમાં 5 વર્ષમાં 500 ટકા રિટર્ન મળ્યુM
Aarti Industriesના 5 વર્ષના સમયગાળાની પ્રાઈસ હિસ્ટ્રી જોઈએ તો Aarti Industriesના શેરે 5 વર્ષના સમયગાળામાં 500 ટકા રિટર્ન આપ્યું છે. આ શેર 30 સપ્ટેમ્બર 2011 ના રોજ રૂ. 11.90 પર બંધ થયો હતો જ્યારે 30 સપ્ટેમ્બર 2021ના રોજ આ શેર રૂ. 945 રૂપિયાના ભાવ પર બંધ થયો છે. છેલ્લા 10 વર્ષના સમયગાળામાં આ સ્ટોકમાં 80 ગણો વધારો થયો છે. જેના પરથી કહી શકાય કે રોકાણકારોને આ શેરથી ખૂબ જ ફાયદો થયો છે.
10 વર્ષમાં રૂ. 1 લાખના રૂ. 85 લાખ થયા
જો કોઈ વ્યક્તિએ 6 મહિના પહેલા આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો અત્યારે તેના રૂ. 1.42 લાખ થઈ ગયા હોત. જો કોઈ વ્યક્તિએ 1 વર્ષ પહેલા આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો અત્યારે તેના રૂ. 1.85 લાખ થઈ ગયા હોત.
જો કોઈ વ્યક્તિએ 5 વર્ષ પહેલા આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેના અત્યારે રૂ. 6 લાખ થઈ ગયા હોત. જો 10 વર્ષ પહેલા આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેના અત્યારે રૂ. 80 લાખ થઈ ગયા હોત.
શેરબજારમાં અનેક એવા સ્ટોક છે, જે સમય જતા ઓલ ટાઈમ હાઈ પર પહોંચી જાય છે. આ પ્રકારના મલ્ટીબેગર સ્ટોકની મદદથી તમે શાનદાર રિટર્ન મેળવી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર