Home /News /business /Multibaggers Of Nov 2022: આ 9 કંપનીઓએ ભરી સરકારી તિજોરી, શું તમારી પાસે છે તેના શેર્સ?

Multibaggers Of Nov 2022: આ 9 કંપનીઓએ ભરી સરકારી તિજોરી, શું તમારી પાસે છે તેના શેર્સ?

આ 9 કંપનીઓમાં સરકરની તિજોરી છલકાઈ તમારી પાસે છે કે નહીં આ શેર?

Multibaggers Of November 2022: Ace Equity ડેટા અનુસાર, 28 નવેમ્બર સુધી રૂ. 500 કરોડથી વધુની માર્કેટ કેપ ધરાવતા 730 શેરોએ રોકાણકારોને સકારાત્મક વળતર આપ્યું હતું.

  મુંબઈઃ ભારતીય શેરબજાર નવેમ્બર મહિનામાં નવી ઊંચી સપાટીએ પહોંચ્યું છે. આ મહિનામાં ઘણા શેર્સે તેમના રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. નવેમ્બર મહિના દરમિયાન જાહેર ક્ષેત્રની કંપનીઓ ચર્ચામાં રહી હતી. તેમાં મુખ્યત્વે રેલવે સ્ટોક અને જાહેર ક્ષેત્રના ધિરાણકર્તાઓના શેરનો સમાવેશ થતો હતો. આ સિવાય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તેના સંબંધિત ક્ષેત્રોના શેરોએ પણ રોકાણકારોને મજબૂત વળતર આપ્યું હતું.

  આ પણ વાંચોઃ પરંપરાગત ખેતીમાં પણ લાખોની કમાણી, બસ આ ગુજરાતી યુવકની જેમ થોડું હટકે કરો

  Ace ઇક્વિટીના ડેટા અનુસાર, રૂ. 500 કરોડથી વધુની માર્કેટ કેપ ધરાવતા 730 શેરોએ 28 નવેમ્બર સુધી રોકાણકારોને હકારાત્મક વળતર આપ્યું હતું. તેમાંથી 9 શેરોમાં 50-100 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન બે શેરો મલ્ટિબેગર્સ તરીકે પણ ઉભરી આવ્યા હતા. આ જ સમયગાળામાં અન્ય 30 શેરોમાં 30 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો.

  આ પણ વાંચો:ડિજિટલ રુપિયાને ક્યાં રાખી શકશો? શું તેના પર વ્યાજ મળશે? જાણો આવા સવાલોના જવાબ

  RVNL એ રોકાણકારોના પૈસા કર્યા ડબલ


  રેલ વિકાસ નિગમ (Rail Vikas Nigam) અને દેવાંગેરે સુગર કંપની (Dawangere Sugar Company) આ યાદીમાં ટોચ પર છે. નવેમ્બર મહિનામાં બંને શેરોએ તેમના રોકાણકારોને 100% વળતર આપ્યું છે. કામધેનુ (Kamdhenu) અને રિફેક્સ ઇન્ડસ્ટ્રીઝ (Refex Industries)માં અનુક્રમે 85 ટકા અને 80 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

  આ પણ વાંચોઃ આ કંપનીના IPOએ તો માર્કેટમાં આગ લગાવી દીધી, હવે શેરબજારમાં કરી શકે ધમાકેદાર એન્ટ્રી; જાણો શું છે GMP

  આ શેર્સે પણ દેખાડ્યો દમ


  સેટ ઇન્ડસ્ટ્રીઝ (Sat Industries)માં 79 ટકા, યુકો બેન્કમાં 57 ટકા, ફૂડ્સ એન્ડ ઇન્સમાં 55 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તેવી જ રીતે હોન્ડા ઈન્ડિયા પાવર પ્રોડક્ટ્સમાં 53 ટકા અને કર્ણાટક બેન્કમાં 50 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

  આ પણ વાંચો:લાઈફ ટાઈમ હાઈ પર સેન્સેક્સ, નિફ્ટી, ગત વર્ષ કરતાં આ ટ્રેન્ડ કેવી રીતે અલગ છે? આગળ શું થશે?

  આ ઉપરાંત, ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (Indian Railway Finance Corporation), ઇરકોન ઇન્ટરનેશનલ (Ircon International), મઝાગોન ડોક શિપબિલ્ડર્સ અને ડ્રેજિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (Dredging Corporation of India) જેવા રેલવે અને ડિફેન્સ શેરમાં મહિના દરમિયાન 30-50 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

  બીજી તરફ, ઈઝી ટ્રીપ પ્લાનર્સ (Easy Trip Planners), જેટીઈકેટી ઇન્ડિયા (JTEKT India), અજમેરા રિયલ્ટી એન્ડ ઇન્ફ્રા ઇન્ડિયા (Ajmera Realty and Infra India), રેડિંગ્ટન (Redington), સ્કીપર (Skipper), ટીવીએસ શ્રીચક્ર (TVS Srichakra), સંઘવી મૂવર્સ (Sanghvi Movers) અને Ion Exchange (India)એ મહિના દરમિયાન 30 ટકાનો ઉછાળો જોયો હતો. હવે ચેક કરો આમાંથી કોઈ શેર્સ તમારા પોર્ટફોલિયોમાં છે કે નહીં.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Earn money, Multibagger stock stock tips, Share market, Stock market Tips

  विज्ञापन
  विज्ञापन