Home /News /business /

Multibagger Return: આ સ્ટોક્સે 2022માં અત્યારસુધી આપ્યું 90%થી વધારે વળતર, જાણો આ શેરોમાં રોકાણની રણનીતિ

Multibagger Return: આ સ્ટોક્સે 2022માં અત્યારસુધી આપ્યું 90%થી વધારે વળતર, જાણો આ શેરોમાં રોકાણની રણનીતિ

ભારતીય શેર બજાર

Multibagger Return: 2022ના વર્ષમાં જે શેર્સમાં સૌથી વધારે એક્શન જોવા મળી છે તેમાં Adani Green Energy નિફ્ટી 500 ઇન્ડેક્સની ટૉપ ગેનર રહી છે. આ શેર જાન્યુઆરીથી અત્યારસુધી 110 ટકા ઉછળ્યો છે.

    મુંબઇ: ચાલુ વર્ષમાં બજાર (Indian stock market) અત્યારસુધી લગભગ ફ્લેટ રહ્યું છે. આ દરમિયાન નિફ્ટી (Nify-50)માં ફક્ત 0.7 ટકા વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન નિફ્ટી 24 ટકાથી વધારે ભાગ્યો હતો. સપ્લાઈ સાથે જોડાયેલી ચિંતાઓને કારણે કોમોડિટીની કિંમતમાં થયેલો વધારો, કંપનીઓના માર્જિન પર દબાણ, યુક્રેન-રશિયા સંકટ (Ukraine-Russia crisis), એફઆઈઆઈ (FII) તરફથી થઈ રહેલી વેચવાલી અને આ વર્ષે યૂએસ ફેડ (US Fed) દ્વારા વ્યાજ દરોમાં છથી સાત વખત કરવામાં આવનાર સંભવિત વધારાને કારણે બજાર પર દબાણ બન્યું છે. દિગ્ગજોની જેમ નાના શેર્સની હાલત પણ સારી નથી. 2022માં અત્યારસુધી નિફ્ટીનો મિડ કેપ ઇન્ડેક્સ (Mid-cap Index) આશરે 1 ટકા વધ્યો છે. જ્યારે સ્મૉલ કેપ ઇન્ડેક્સ (Small Cap Index) આશરે પાંચ ટકા તૂટ્યો છે.

    અલગ અલગ સેક્ટર પર નજર કરીએ તો 2022માં અત્યારસુધી એનર્જીમાં 24 ટકા, મેટલમાં 20 ટકા, ઓઇલ એન્ડ ગેસમાં 12 ટકાની તેજી જોવા મળી છે. આ સેક્ટર્સ સૌથી મોટા ગેનર્સ છે. આ ઉપરાંત બેંક, એફએમસીજી અને ઇન્ફ્રામાં તેજી આવી રહી છે. આ દરમિયાન 11 ટકાના ઘટાડા સાથે આઈટી સેક્ટર સૌથી મોટું લૂઝર છે. ઑટો, ફાર્મા અને રિયલ્ટી સેક્ટર્સ પર પણ દબાણ બનેલું છે.

    2022ના વર્ષમાં જે શેર્સમાં સૌથી વધારે એક્શન જોવા મળી છે તેમાં Adani Green Energy નિફ્ટી 500 ઇન્ડેક્સની ટૉપ ગેનર રહી છે. આ શેર જાન્યુઆરીથી અત્યારસુધી 110 ટકા ઉછળ્યો છે. શેરની કિંમત 2,864 રૂપિયા આસપાસ છે. આ જ રીતે એગ્રોકેમિકલ કંપની Sharda Cropchem બીજી સૌથી મોટી ગેનર છે. આ શેર 96 ટકા વધીને 695 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે.

    આ કંપનીઓએ આપ્યું મોટું રિટર્ન


    આ જ રીતે વર્ષ 2022ની શરૂઆતથી અત્યારસુધીની યાત્રા પર નજર કરીએ તો Gujarat Narmada Valley Fertilizers & Chemicals કંપનીમાં 96 ટકાનો વધારો જોવા મળ્યો છે. શેર 865 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. ડિફેન્સ સેક્ટર સાથે જોડાયેલી કંપની Bharat Dynamics કંપનીનો શેર 89 ટકા વધીને 736.70 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ બંને કંપની નિફ્ટી 500 ઇન્ડેક્સમાં ત્રીજા અને ચોથા નંબર પર સૌથી મોટી ગેનર રહી છે.

    આ પણ વાંચો: ટીસીએસ કરશે 40,000 ફ્રેશર્સની ભરતી, વાંચો અહેવાલ

    Gujarat Narmada Valley Fertilizers & Chemicals: GNFC પોતાની 200 અઠવાડિયાની મૂવિંગ એવરેજથી ખૂબ ઉપર નજરે પડી રહ્યો છે. જેનાથી એ સંકેત મળે છે કે આ શેરમાં ગમે ત્યારે નફાવસૂલી થઈ શકે છે. બીજી મહત્ત્વની વાત એ છે કે ઊંચી કિંમત પર વધારે વૉલ્યૂમ આ શેરમાં થાકવાની નિશાની છે. આથી રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે આ શેરમાં ખરીદીથી બચે.

    Adani Green Energy: આ શેર દિશાહિન સ્થિતિમાં નજરે પડે છે. હવે આગામી દિવસોમાં આ શેરમાં સાઇડવેઝ બિઝનેસ અથવા ઘટાડો જોવા મળી શકે છે. આથી આ શેર માટે થોભો અને રાહ જુઓની રણનીતિ અપનાવવી જોઈએ.

    આ પણ વાંચો: 100માંથી 75 ડિજિટલ કંપનીઓ બંધ થઈ શકે છે: માર્કેટ ગુરુ રામદેવ અગ્રવાલ

    Bharat Dynamics: આ શેર ખૂબ ભાગી ચૂક્યો છે. આ શેરમાં ગમે ત્યારે નફાવસૂલી જોવા મળી શકે છે. આથી રોકાણકારોએ આ શેરમાં નવી ખરીદીથી બચવું જોઈએ.

    Sharda Cropchem: રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે આ શેરમાં વર્તમાન કિંમતે નાની નાની માત્રામાં ખરીદી કરવાની રણનીતિ અપનાવો. નીચેની બાજુઓ 660 રૂપિયા આસપાસ આવવા પર આ શેરમાં થોડી ખરીદી કરો. આ શેરમાં 780નું સ્તર જોવા મળી શકે છે. આ ખરીદી માટે 640 રૂપિયાનો સ્ટૉપલૉસ રાખવો જરૂરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Multibagger stocks, Share market, Stock market, નિફ્ટી, સેન્સેક્સ

    આગામી સમાચાર