Multibagger Stocks Aarti Industries: શેરબજાર (Share Market)માં અનેક એવા સ્ટોક્સ છે, જે મલ્ટીબેગર સ્ટોક (multibagger stock) સાબિત થયા છે. આ વર્ષે અનેક નાના, મધ્યમ અને મોટા સ્ટોક્સે રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું છે. અહીં એવા મલ્ટીબેગર સ્ટોકની જાણકારી આપવામાં આવી છે, જેણે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. એક તરફ સેન્સેક્સ હરણફાર ભરી રહ્યો છે (Sensex) બીજી બાજુ ભારતીય શેર બજાર ઐતિહાસિક ઊંચાઈ પર પહોંચ્યો છે (Share Market Latest Updates) ત્યારે કેટલીક કંપનીઓના શેર એવા છે જેણે એક દશકામં ખૂબ પ્રભાવશાળી દેખાવ કર્યો. એટલું જ નહીં તેના રોકારણકારોને પણ (Stocks Investor)ને માલામાલ બનાવી દીધા. ગત એક દાયકામાં આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. આ શેર છે Vaibhav Global. વૈભવ ગ્લોબલ જયપુરની જેમ્સ એન્ડ જ્વેલેરી કંપની છે.
7.13 રૂપિયાનો શેર પહોંચ્યો 718 રૂપિયે
10 વર્ષ પહેલા 16મી સપ્ટેમ્બર 2011ના રોજ NSEમાં Vaibhav Globalના શેરનો ભાગ 7.13 રૂપિયા હતો. જે 17મી સપ્ટેમ્બર 718 રૂપિયાએ પહોંચી ગયો છે. એટલે કે આ એક દાયકામાં આ શેરના રોકાણકારોને 100 ગણુ રિટર્ન મળ્યુ છે.
પાછલા 6 મહિનામાં વૈભવ ગ્લોબલના શેર પર વેચાણનું ખૂબ દબાણ રહ્યુ છે. માર્ચ 2021થી લઈને મેના પહેલા અઠવાડિયા સુધી Vaibhav Globalના શેરમાં તેજી શરૂ હતી. આ દરમિયાન કંપનીનો શેર 996.70 રૂપિયે પણ પહોંચી ગયો હતો. જોકે, ત્યારબાદ ભુક્કા બોલાવી નાખે એવું પ્રોફિટ બુકિંગ થયું અને શેર ગગડ્યો હતો.
આ વર્ષે 40 ટકા રિટર્ન આપ્યુ
Vaibhav Globalના શેરે વેચાવલી હોવા છતા પણ 510.42 રૂપિયાથી લઈને 718 રૂપિયા સુધીની સફર આ વર્ષમાં જ ખેડી છે. આ હિસાબે કંપનીના શેરે પાછલા એક વર્ષાં 375.77 રૂપિયાથી લઈને 718 રૂપિયા સુધીનો ભાવ જોયો છે. આમ એક રીકે જોવા જાવ તો આ વર્ષમાં 40 ટકા અને પાછલા એક વર્ષમાં 91 ટકાનું રિટર્ન આપ્યું છે.
જેણે 10 વર્ષ પહેલાં 1 લાખ રોક્યા હશે એના થઈ ગયા હશે એક કરોડ
ઉલ્લેખનીય છે કે આ શેરે એક દાયકામાં ખૂબ ભાવ વધારો જોયો છે. 7.13 રૂપિયે લિસ્ટેડ થયેલો શેર આજે 718 રૂપિયાનો છે. જો કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલાં એક લાખ રૂપિયા રોક્યા હોય અને હજી સુધી તેણે આ શેર કાઢ્યો ન હોય તો આજે તેને 1 કરોડ રૂપિયા આ શેરના મળી શકે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર