Multibagger Stocks: આ સ્ટૉક્સે આપ્યું 5000% સુધીનું રિટર્ન, 5 વર્ષમાં 1.20 લાખ બની ગયા 61.88 લાખ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Multibagger Stocks 2021: BSE તરફથી માર્ચ 2012માં SME પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર SME કંપનીઓ લિસ્ટ થાય છે. 2012 સુધી અત્યારસુધી 337 કંપની SME સેક્શનમાં લિસ્ટ થઈને 3500 કરોડ રૂપિયા એકઠા કરી ચૂકી છે.

  • Share this:
    મુંબઈ: રિટર્ન આપવાની વાત હોય ત્યારે નાના શેર પર કમાલ કરતા હોય છે. BSE SMEના શેર પર રોકાણકારોને માલામાલ કરવામાં કોઈ કસર નથી છોડતા. BSE તરફથી માર્ચ 2012માં SME પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર SME કંપનીઓ લિસ્ટ થાય છે. 2012 સુધી અત્યારસુધી 337 કંપની SME સેક્શનમાં લિસ્ટ થઈને 3500 કરોડ રૂપિયા એકઠા કરી ચૂકી છે. આજે અમે તમને BSE SME કંપનીઓ અંગે જાણાવી રહ્યા છીએ જેમણે 1000થી 5000% સુધી રિટર્ન (Multibagger Stocks) આપ્યું છે.

    Aditya Vision:

    આ કંપનીની શરૂઆત 1999માં થઈ હતી. કંપનીની માર્કેટ કેપ 920 કરોડ રૂપિયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં Aditya Vision કંપનીનાં સ્ટૉકે 1156.01%નું વળતર આપ્યું છે. જ્યારે આ દરમિયાન નિફ્ટી સ્મૉલકેપ 100નું વળતર ફક્ત 36.93% રહ્યું છે. લિસ્ટિંગ વખતે તેના શેરની કિંમત 15 રૂપિયા હતી અને 8000 શેરનો એક લૉટ હતો.

    એટલે કે લિસ્ટિંગ વખતે કોઈ રોકાણકારે 1.20 લાખ રૂપિયા (15*8000)નો આદિત્ય વિઝનનો એક લૉટ ખરીદ્યો હોય તો તેની કિંમત 61.88 લાખ રૂપિયા થાય. કંપનીએ લિસ્ટ થવાથી અત્યારસુધી રોકાણકારોને 4899% રિટર્ન આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં Aditya Visionના સ્ટૉકે 2996% વળતર આપ્યું છે. 18 ઓગસ્ટના રોજ આદિત્ય વિઝનનો સ્ટૉકમાં 5%ની લોઅર સર્કિટ લાગી હતી. શેર 726.65 રૂપિયા પર બંધ થયો હતો.

    Raghav Productivity Enhancers:

    આ કંપનીની શરૂઆત 2009માં થઈ હતી. આ કંપની મેટલ્સ અને નૉન ફેરોસ સેક્ટરમાં કામ કરે છે. જેની માર્કેટ કેપ 808.49 કરોડ રૂપિયા છે. આ કંપનીના શેરની ઇશ્યૂ પ્રાઇસ 39 રૂપિયા હતી, જેનો એક લૉટ 3000 શેરનો હતો. આ રીતે જોવા જઈએ તો ત્યારે 1.17 લાખ રૂપિયાનો એક લૉટ લીધો હોય તો હાલ તેની કિંમત 22.30 લાખ રૂપિયા થાય.

    છેલ્લા પાંચ વર્ષમાં કંપની પ્રથમ વખત દેવા મુક્ત થઈ છે. બીજી ઓગસ્ટ પછી અચાનક કંપનીને શેરમાં દરરોજ અપર સર્કિટ લાગવા લાગી હતી. બિગબુલ રાકેશ ઝુનઝુનવાલા પણ આ કંપનીમાં 31 કરોડ રૂપિયાનું રોકાણ કરવાના છે. કંપનીના શેરમાં 18 ઓગસ્ટના રોજ પણ પાંચ ટકાની અપર સર્કિટ લાગી હતી. 18મી તારીખે Raghav Productivity Enhancersના શેર 780.50 રૂપિયા પર બંધ થયા હતા. કંપની લિસ્ટિંગ બાદ અત્યારસુધી 2498% વળતર આપી ચૂકી છે.

    આ પણ વાંચો: Multibagger Stocks: આ શેરે ત્રણ વર્ષમાં આપ્યું 2219.68% વળતર, શું તમારી પાસે છે આ સ્ટૉક?

    Shree Ganesh Remedies:

    આ કંપનીની શરૂઆત 1995માં થઈ હતી. કંપનીની માર્કેટ કેપ 352.88% છે. લિસ્ટિંગ સમયે જો કોઈએ Shree Ganesh Remediesમાં 1.08 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો અત્યારે તેની કિંમત 9.91 લાખ રૂપિયા હોત. લિસ્ટિંગ પછી અત્યારસુધી કંપનીએ 1110%નું વળતર આપ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published: