Home /News /business /બે વર્ષમાં આ સ્ટોક્સે આપ્યું 1000% રિટર્ન, રૂ. 1 લાખનું રોકાણ બન્યું 11 લાખ રૂપિયા

બે વર્ષમાં આ સ્ટોક્સે આપ્યું 1000% રિટર્ન, રૂ. 1 લાખનું રોકાણ બન્યું 11 લાખ રૂપિયા

પ્રતીકાત્મક તસવીર

Multibagger Stocks: ટાટા એલ્ક્સી (Tata Elxsi) IT સેક્ટરમાં મલ્ટીબેગર સ્ટોક્સમાંનો એક છે. છેલ્લા બે વર્ષમાં આ સોફ્ટવેર કંપનીના શેરની કિંમત 639 રૂપિયાથી વધીને 7045 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે આ સમયગાળા દરમિયાન કંપનીના શેરે 11 ગણું વળતર આપ્યું છે.

વધુ જુઓ ...
છેલ્લા કેટલાક સપ્તાહમાં શેરબજાર (Stock Market)માં અફડાતફડી જોવા મળી હતી, પરંતુ તેમ છતાં આ સમયગાળામાં કેટલાક શેરો મલ્ટિબેગર (Multibagger Stocks) સાબિત થયા છે. આવો જ એક શેર ટાટા ગ્રુપનો ટાટા એલ્ક્સી (Tata Elxsi) છે. તે IT સેક્ટરમાં મલ્ટીબેગર સ્ટોક્સમાંનો એક છે. છેલ્લા બે વર્ષમાં આ સોફ્ટવેર કંપનીના શેરની કિંમત 639 રૂપિયાથી વધીને 7045 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે આ સમયગાળા દરમિયાન કંપનીના શેરે 11 ગણું વળતર આપ્યું છે.

છેલ્લા એક મહિનામાં Tata Elxsiના શેરની કિંમત 7603.60 રૂપિયાથી ઘટીને 7045 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે આ સમયગાળા દરમિયાન તેમાં 8%નો ઘટાડો થયો છે. છેલ્લા 6 મહિનામાં આ મલ્ટિબેગર શેર રૂ. 5009.30થી વધીને રૂ. 7045 થયો છે. એટલે કે, આ સમયગાળા દરમિયાન રોકાણકારોને 40% વળતર મળ્યું હતું. જો આ વર્ષે અત્યાર સુધીના રિટર્નની વાત કરીએ તો Tata Elxsi એ 20% વળતર આપ્યું છે. આ દરમિયાન તેના શેર 5893.65 રૂપિયાથી વધીને 7045 રૂપિયા થઈ ગયો. જો છેલ્લા એક વર્ષના ચાર્ટ પર નજર કરીએ તો Tata Elxsiના શેરની કિંમત રૂ. 2696.55થી વધીને રૂ. 7045 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન રોકાણકારોને 160% વળતર મળ્યું છે.

આ પણ વાંચો-હવે ઝડપથી અમીર બનશો, માત્ર 10 રૂપિયાનું દૈનિક રોકાણ તમને બનાવી દેશે લખપતિ

Tata Elxsi ના શેર 27 માર્ચ 2020 ના રોજ 639.10 રૂપિયા પર હતા. 9 માર્ચ 2022 ના બંધ ભાવ મુજબ, તેના શેર રૂ. 7045 પર બંધ થયા છે. આ બે વર્ષમાં ટાટા ગ્રુપના આ IT સ્ટોકે રોકાણકારોને 1000% નું ઉત્તમ વળતર આપ્યું છે.

રોકાણ પર કેટલો નફો?- જો તમે બે વર્ષ પહેલા Tata Elxsi શેરમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તમારા રોકાણની કિંમત રૂ.11 લાખ થઇ ચૂકી હોત. જો તમે 1 વર્ષ પહેલા પણ તેમાં 1 લાખ રૂપિયા રોક્યા હોત તો તમારું રિટર્ન 2.60 લાખ રૂપિયા હોત. જેમાં 6 મહિનામાં તમારા 1 લાખ રૂપિયા 1.40 લાખ થઈ જશે.

આ પણ વાંચો-રાકેશ ઝુનઝુનવાલાનાં મલ્ટીબેગર શેરમાં એક મહિનામાં આવ્યો 18%નો ઘટાડો, શું તમારે ખરીદવો જોઈએ આ શેર?

શેરની કિંમતોનું ભવિષ્ય- છેલ્લા બે વર્ષમાં Tata Elxsiનું શાનદાર વળતર છતાં બજાર નિષ્ણાતો તેના પર તેજી ધરાવે છે. તેમનું માનવું છે કે આગામી દિવસોમાં તેના શેરમાં વધુ વધારો થઈ શકે છે. ચોઈસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુમિત બગડિયાએ જણાવ્યું હતું કે, “આ મલ્ટિબેગર આઈટી શેરો તેજીના તબક્કામાં છે. તેના લાઇફ ટાઇમ હાઇથી ઘટ્યા પછી તેના શેરો બાઉન્સ બેક થઈ શકે છે. ટૂંકા ગાળાના રોકાણકારો તેને રૂ. 7250-7400ના ટાર્ગેટ સાથે ખરીદી શકે છે. જો કે, રૂ.6800 પર સ્ટોપ લોસ કરવાનું ભૂલશો નહીં. જો તે 6800 રૂપિયાના સ્તરથી ઉપર જાય છે, તો તમે તેમાં વધુ ખરીદી કરી શકો છો."
First published:

Tags: Investors, Multibagger stocks, Stock market, Stocks, Tata Elxsi