Home /News /business /

Multibagger Stock: 5 વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોકે આપ્યું 7,000 ટકા રિટર્ન, રૂ.1 લાખના થયા રૂ. 71 લાખ

Multibagger Stock: 5 વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોકે આપ્યું 7,000 ટકા રિટર્ન, રૂ.1 લાખના થયા રૂ. 71 લાખ

ભારતીય શેર બજાર

Multibagger Stock Sindhu Trade Link: જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલાં આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેના રૂ. 1 લાખ આજે રૂ. 20.85 લાખ થઈ ગયા હોય.

નવી દિલ્હી: પેની સ્ટોકમાં રોકાણ (Investment in Penny Stocks) કરવું ખૂબ જોખમી છે, કારણ કે એક જ ટ્રિગર તેની ઓછી ફ્લોટ સુવિધાને કારણે આવા શેરોમાં ઊંચી અસ્થિરતા તરફ દોરે છે. પરંતુ સ્માર્ટ રોકાણકારો (Investors) જેઓ સતત માહિતગાર રહે છે તેઓ પેની શેરોમાં રોકાણ કરે છે અને ઓછા સમયગાળામાં તેમના રોકાણ પર આશ્ચર્યજનક વળતર મેળવે છે. સિંધુ ટ્રેડ લિંક્સ (Sindhu Trade Links)ના શેર તેનું સ્પષ્ટ ઉદાહરણ છે. છેલ્લાં પાંચ વર્ષમાં બીએસઈ-લિસ્ટેડ આ શેર રૂ. 1.69થી વધીને રૂ. 119ના સ્તરે પહોંચ્યો છે, જેણે આ ગાળામાં તેના શેરધારકોને આશરે 7,000 ટકા વળતર આપ્યું છે.

સિંધુ ટ્રેડ લિંક્સ શેર પ્રાઇઝ


છેલ્લા એક મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોક (Multibagger stock) કોન્સોલિડેશન હેઠળ રહ્યો છે. આ ટ્રાન્સ્પોર્ટેશન અને લોજિસ્ટિક્સ કંપનીનો શેર આશરે રૂ. 136થી ઘટીને રૂ. 119 થયો છે, જે છેલ્લા એક મહિનામાં લગભગ 12 ટકાનો ઘટાડો દર્શાવે છે. યર-ટૂ-ડેટ (YTD) સમયમાં આ મલ્ટીબેગર સ્ટોક રૂ. 73થી વધીને રૂ. 119 પ્રતિ શેરના સ્તરે પહોંચ્યો છે, જે 2022માં લગભગ 65 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. છેલ્લા છ મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોક રૂ. 37.40થી વધીને રૂ. 119.25ના સ્તરે પહોંચ્યો છે, જે આ ઓછા ગાળામાં 220 ટકાની નજીક ઉછળ્યો છે. એ જ રીતે છેલ્લાં એક વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોક રૂ. 5.72થી વધીને રૂ. 119.25ના સ્તરે પહોંચ્યો હતો, જે આ ગાળામાં લગભગ 1985 ટકા વધ્યો હતો.

તેવી જ રીતે આ મલ્ટીબેગર પેની શેર રૂ. 1.69 (બીએસઈ પર 17મી ફેબ્રુઆરી, 2017ના રોજ બંધ ભાવ)થી વધીને રૂ. 119.25ના સ્તરે પહોંચી ગયો છે, જે આ પાંચ વર્ષમાં આશરે 7000 ટકાનો વધારો દર્શાવે છે.

આ પણ વાંચો: બે-ત્રણ અઠવાડિયામાં આ સ્ટૉક્સ કરાવશે મોટી કમાણી

5 વર્ષમાં રૂ. 1 લાખનું રોકાણ થયું રૂ. 71 લાખ


સિંધુ ટ્રેડ લિંક્સના શેરની કિંમતના પાછળના ભાવો પરથી સમજીએ તો જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ શેરમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેના રૂ. 1 લાખ આજે રૂ. 88,000 થઈ ગયા હોત. જ્યારે વાયટીડીના સમયમાં તે રૂ. 1.65 લાખ થઈ ગયા હોત. જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ મલ્ટિબેગર સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેના રૂ. 1 લાખ આજે રૂ. 3.20 લાખ થઈ ગયા હોત.

જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલાં આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેના રૂ. 1 લાખ આજે રૂ. 20.85 લાખ થઈ ગયા હોત. એ જ રીતે જો કોઈ રોકાણકારે પાંચ વર્ષ પહેલાં આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત અને રૂ. 1.69ના સ્તરે એક શેર ખરીદ્યો હોત અને આ સમયગાળા દરમિયાન આ પેની સ્ટોકમાં રોકાણ કર્યું હોત, તો તેના રૂ. 1 લાખ આજે રૂ. 71 લાખ થઈ ગયા હોત.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં દરરોજ 80 પૈસા વધારવા પાછળ શું ગણિત છે?

શેરની કિંમત


આજે 12:00 વાગ્યે આ શેર 3.77 ટકા એટલે કે 4.50 રૂપિયા વધીને 123.75 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. આ મલ્ટીબેગર સ્ટોકની વર્તમાન માર્કેટ કેપિટલ રૂ. 6,130 કરોડ છે અને તેનું હાલનું ટ્રેડ વોલ્યુમ 1,07,242 છે, જે તેના છેલ્લા 20 દિવસના 85,255ના ટ્રેડ વોલ્યુમ કરતાં ઘણું વધારે છે. આ મલ્ટીબેગર સ્ટોકના શેર દીઠ બુક વેલ્યૂ 13.23 છે. તેની 52-અઠવાડિયાની હાઇ સપાટી રૂ.166.20 છે, જે તેની લાઇફ-ટાઇમ હાઇ પણ છે જ્યારે તેની 52-સપ્તાહની નીચી સપાટી રૂ.5.32 પ્રતિ શેર છે.
First published:

Tags: Investment, Multibagger Stock, Share market, Stock tips

આગામી સમાચાર