Home /News /business /Multibagger Stocks: આ છે વર્ષ 2023નો પ્રથમ મલ્ટીબેગર સ્ટોક, 11 દિવસમાં જ આપ્યું બંપર 110 ટકા રીટર્ન, માલામાલ કરી દીધા

Multibagger Stocks: આ છે વર્ષ 2023નો પ્રથમ મલ્ટીબેગર સ્ટોક, 11 દિવસમાં જ આપ્યું બંપર 110 ટકા રીટર્ન, માલામાલ કરી દીધા

stock market

Multibagger Stocks 2023: બીએસઇ (BSE) પર 2023 માં એક સ્ટોકનો ભાવ 11 દિવસમાં 110 ટકાના ઉછાળા સાથે 231.90 રૂપિયાના સ્તરે પહોંચી ગયા હતા. હવે આ તેનું નવું રેકોર્ડ સ્તર છે.

    16 જાન્યુઆરી, સોમવારના રોજ શ્રીરામ એસેટ મેનેજમેન્ટ કંપની (Shriram Asset Management Company)ના શેરોમાં ફરી એકવાર અપર સર્કિટ જોવા મળી હતી. બીએસઇ (BSE) પર સ્ટોકનો ભાવ 10 ટકાના ઉછાળા સાથે 231.90 રૂપિયાના સ્તરે પહોંચી ગયા હતા. હવે આ તેનું નવું રેકોર્ડ સ્તર છે. શ્રીરામ એસેટ મેનેજમેન્ટ કંપનીના શેરો (Shriram Asset Management Company Stocks)માં ગત 3 સપ્તાહથી સતત તેજી જોવા મળી રહી છે. આ તેજીની સાથે જ સ્ટોકે વધુ એક સફળતા સર કરી લીધી છે. આ સ્ટોક વર્ષ 2023નો પહેલો મલ્ટીબેગર સ્ટોક (First Multibagger Stock of Year 2023) બની ગયો છે. મલ્ટીબેગર સ્ટોક તેવા શેર્સને કહેવામાં (What is Multibagger Stocks) આવે છે, જેને એક ખાસ સમયગાળામાં પોતાના રોકાણકારોને 100 ટકા કે તેથી વધુનું રીટર્ન આપ્યું હોય.

    શ્રીરામ એસેટ મેનેજમેન્ટ વર્ષ 2023ની શરૂઆત બાદથી રોકાણકારોને 100 ટકા કે તેથી વધુનું રીટર્ન આપનાર પહેલો સ્ટોક છે. 1 જાન્યુઆરીએ તેના શેરોની કિંમત 110.15 રૂપિયા હતી. જે હવે વધીને 231.90 પર પહોંચી ગઇ છે. આ રીતે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આ સ્ટોકે પોતાના રોકાણકારોને લગભગ 110.53 ટકાનું રીટર્ન આપ્યું છે. તેનો અર્થ છે કે જો કોઇ રોકાણકારે વર્ષ 2023 પહેલા કારોબારી દિવસમાં આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે અને અત્યાર સુધી તેને વેચ્યું નહીં હોય, તો આજે તેના 1 લાખ રૂપિયાની વેલ્યૂ 110 ટકા વધીને 2.10 લાખ રૂપિયા થઇ ગઇ હશે.

    શા માટે આવી રહી છે શેરોમાં તેજી?

    શ્રીરામ એસેટ મેનેજમેન્ટના શેરોમાં તેજી તેના બોર્ડ દ્વારા કાર્તિક જૈનને કંપનીના નવા મેનેજીંગ ડાયરેક્ટર અને સીઇઓ બનાવવા માટે અપાયેલ મંજૂરી બાદ આવી છે.

    આ પણ વાંચો: રાજકોટમાં 10 કરોડથી વધારેના પતંગ-દોરા વેચાઈ ગયા! એનાથી પણ મોટો છે આ ધંધો, કરોડોની કમાણી

    શ્રીરામ એએમસી, શ્રીરામ ગ્રુપનો જ ભાગ છે અને શ્રીરામ મ્યુચ્યુઅલ ફંડ્સના નામથી વેપાર કરે છે. આ કંપની લગભગ સવા બે લાખ કરોડ રૂપિયાના એસેટનું મેનેજમેન્ટ કરી રહી છે. ઓગસ્ટ, 2022માં કંપનીએ પોતાની 23 ટકા ભાગીદારી અમેરિકન ફર્મ મિશન1 ઇન્વેસ્ટમેન્ટ્સને વેચ્યા બાદ પોતાના વેપારમાં નવેસરથી પરીવર્તનો કર્યા હતા. કંપનીએ જણાવ્યું કે, કાર્તિક જૈનની નિયુક્તિ તેના બ્રાંડની કસ્ટમર સ્ટ્રેટેજીને નવી દિશા આપશે અને વેપારી દક્ષતામાં સુધારો લાવશે.

    આ પણ વાંચો: STOCK MARKET: રાકેશ ઝુનઝુનવાલાના ફેવરિટ સ્મોલકેપ શેરમાં 33 ટકાનો વધારો, પત્ની રેખા ઝુનઝુનવાલાએ વેચ્યો હિસ્સો

    શ્રીરામ એએમસીમાં આવ્યા પહેલા કાર્તિક જૈન, ડીબીએસ બેંક ઇન્ડિયામાં પ્રોડક્ટ, પ્લેટફોર્મ અને ડિજીબેંકના હેડ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ એચડીએફસીના સીએમઓ અને આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સના માર્કેટિંગ અને ઇચેનલ ટીમના હેડ તરીકે પણ સર્વિસ આપી ચૂક્યા છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Big Stocks Tips, Business, Multiaggar Stocks, વ્યાપાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन