Multibagger Stocks: ઊંચા વળતરની અપેક્ષાએ રોકાણકારો સ્ટોકમાં નાણાં રોકે છે. પોતે જે સ્ટોક લીધો છે તે મલ્ટીબેગર બને તેવી ઈચ્છા રાખે છે. ચાલુ વર્ષે ઘણા સ્ટોક મલ્ટીબેગર બન્યા છે. જેના પાછળ કોરોનાના કારણે થયેલી ઉથલપાથલ કારણભૂત છે.
રોકાણકારો મલ્ટીબેગર સ્ટોકને શોધતા હોય છે. પરંતુ આવા સ્ટોક સરળતાથી મળતા નથી. સ્ટોક અનેક ગણો વધી જાય ત્યારબાદ જ રોકાણકારોને તે મલ્ટીબેગર સ્ટોક હોવાની જાણ થાય છે. આજે અહીં 2021માં જોરદાર વળતર આપનાર 5 મલ્ટીબેગર સ્ટોકસ અંગે જાણકારી આપવામાં આવી છે.
Happiest Minds Technologies
Happiest Minds Technologies દેશની ચોથા ક્રમની મોટી IT કંપની છે. જેના શેરમાં ચાલુ વર્ષે જૂનથી તેજી જોવા મળી હતી. આ વર્ષના પ્રારંભથી અત્યાર સુધીમાં Happiest Minds Technologiesના શેરમાં 325 ટકાનું રિટર્ન મળ્યું છે.
JSW Energy
JSW Energy અને તેની પેટ કંપની ઉર્જા ઉત્પાદન ક્ષેત્રમાં છે. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં JSW Energyના શેરમાં 279 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 74.7 ટકા જેટલો છે.
Balaji Amines
આ કંપની મિથાઈલમાઈંસ, એથીલમાઈંસ, સ્પેશિયાલિટી કેમિકલ્સ ડેરિવેટિવસ અને ફાર્મા સાથે જોડાયેલી પ્રોડક્ટ બનાવે છે. 2021ના જાન્યુઆરી મહિનામાં Balaji Aminesનો શેર 938ની સપાટીએ ટ્રેડ થતો હતો. હવે આ શેરની કિંમત રૂ.3437 સુધી પહોંચી ચુકી છે. આ કંપનીમાં એક વર્ષમાં 266 ટકાનું રિટર્ન મળ્યું છે તેમજ છેલ્લા કંપનીએ શેર દીઠ રૂ.4નું ડિવિડન્ટ પણ આપ્યું છે.
Deepak Fertilisers
Deepak Fertilisersના શેરમાં પણ રોકાણકારોને ઊંચું વળતર મળ્યું છે. આ વર્ષે તેના શેરમાં 200 ટકાના રિટર્ન સાથે રોકાણકારોને ડિવિડન્ટ પણ મળ્યું હતું. કંપનીએ 12 મહિનામાં શેર દીઠ રૂ.3નું ડિવિડન્ટ ચુકાવ્યું હતું.
Gujarat Fluorochemicals
આ કંપની ફ્રીજના ગેસ, કાસ્ટિક સોડા અને ક્લોરોમિથેન જેવા પદાર્થ બનાવે છે. કંપનીએ આ વર્ષના પ્રારંભથી અત્યાર સુધીમાં 200 ટકા રિટર્ન આપ્યું છે. કંપનીના શેરનો ભાવ રૂ.1509.24 છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 161.10 ટકાનું રિટર્ન મળ્યું છે.
Alkyl Amines
આ કંપની અલ્ફાટિક અમાઇન્સ (Aliphatic Amines) બનાવે છે. તેના શેરમાં આ વર્ષના પ્રારંભથી અત્યાર સુધીમાં 174 ટકાનો વધારો જોવા મળ્યો છે.
(નોંધ: આ શેર્સના પ્રદર્શનના આધારે આ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રોકાણ કરતા પહેલા જાતે રિસર્ચ કરી લેવું. news18 કોઈ પણ સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ અપાતું નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર