Multibagger Stocks: આ શેરે ત્રણ વર્ષમાં આપ્યું 2219.68% વળતર, શું તમારી પાસે છે આ સ્ટૉક?

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Multibagger Stocks 2021: જો તમે મલ્ટીબેગર સ્ટૉક (Multibagger Stocks)ના દીવાના છો તો અમે તમારા માટે ટેક્સટાઇલ્સ સેક્ટરના અમુક ખાસ સ્ટૉક્સ લાવ્યા છીએ.

  • Share this:
    મુંબઈ: દરેક રોકાણકારનો સપનું હોય છે કે તેના પોર્ટફોલિયો (Portfolio)માં ખૂબ જ તગડું વળતર આપતા હોય તેવા સ્ટૉક હોય. જોકે, બહુ ઓછા લોકો હોય છે જેના પોર્ટફોલિયોમાં આવા સ્ટૉક (Stocks) જોવા મળે છે. જો તમે મલ્ટીબેગર સ્ટૉક (Multibagger Stocks)ના દીવાના છો તો અમે તમારા માટે ટેક્સટાઇલ્સ સેક્ટર (Textile sector stocks)ના અમુક ખાસ સ્ટૉક્સ લાવ્યા છીએ. આ એવા સ્ટૉક્સ છે જેમણે ગત વર્ષોમાં ખૂબ સારું વળતર આપ્યું છે. જોકે, આ કંપનીઓ સ્મૉલકેપ (Smallcap companies) છે. આથી રોકાણની સાથે સાથે સાવધાની પણ એટલી જ જરૂરી છે. જો તમે રોકાણના હીરો બનવા માંગો છો તો સમજી-વિચારીને પૈસા લગાવો.

    Betex India:

    આ ટેક્સટાઇલ કંપનીની શરૂઆત 1992માં થઈ હતી. આ સ્મૉલકેપ કંપની છે, જેની માર્કેટ કેપ 15.71 કરોડ રૂપિયા છે. 30 જૂન 2021ના રોજ પુરા થયેલા ત્રણ મહિના દરમિયાન કંપનીની કુલ આવક 9.20 કરોડ રૂપિયા હતી. માર્ચ મહિનામાં કંપનીની આવક 19.47 કરોડ રૂપિયા હતી. જોકે, ગત વર્ષે જૂન ક્વાર્ટરની સરખામણીમાં કંપનીની આવક 860.33 ટકા ઉપર રહી હતી. જૂન 2020 કવાર્ટર દરમિયાન કંપનીની આવક ફક્ત 0.96 કરોડ રૂપિયા હતી. બેટેક્સ ઇન્ડિયાના શેરે (Betex India stock) આ વર્ષે જાન્યુઆરીથી 13 ઓગસ્ટ સુધી 456 ટકા વળતર આપ્યું છે.

    Nahar Spinning:

    આ કંપનીની શરૂઆત 1980માં થઈ હતી. આ સ્મૉલકેપ કંપની છે. જેની માર્કેટ કેપ 1488.60 કરોડ રૂપિયાની આસપાસ છે. છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીના સ્ટૉકે 345.73 ટકા વળતર આપ્યું છે. જેની સરખામણીમાં નિફ્ટી સ્મૉલકેપ 100નું રિટર્ન ફક્ત 33.04 ટકા છે. જૂન 2021 ક્વાર્ટર દરમિયાન કંપનીની સ્ટેન્ડઅલોન આવક 739.53 કરોડ રૂપિયા હતી. જે ગત વર્ષે જૂન ક્વાર્ટરની સરખામણીમાં 1.53 ટકા વધારે છે. જૂન 2020 ક્વાર્ટરમાં કંપનીની આવક 728.37 કરોડ રૂપિયા હતી. કંપનીના શેરે (Nahar Spinning stock) આ વર્ષે 462 ટકા વળતર આપ્યું છે.

    આ પણ વાંચો: આવતીકાલથી અલગ અલગ શહેરમાં સતત પાંચ દિવસ બંધ રહેશે બેંક, જાણી લો યાદી

    Adinath Textiles:

    1979માં શરૂ થયેલી આ કંપનીની માર્કેટ કેપ ફક્ત 15.43 કરોડ રૂપિયા છે. કંપનીએ 4800 spindles લગાવ્યા છે. આ ઉપરાંત ઈટાલીમાંથી મંગાવવામાં આવેલા આધુનિક મશીનો પણ કંપની પાસે છે. આ વર્ષે અત્યારસુધી કંપનીના શેરે (Adinath Textiles stock) 1224.56 ટકા વળતર આવ્યું છે. કંપનીના શેર મંગળવારે 52 અઠવાડિયાના હાઈ પર હતા. 52 અઠવાડિયાનો કંપનીના શેરનો લૉ ભાવ 1.24 હતો અને હાઈ 24.96 રૂપિયા છે. કંપનીના શેરમાં 17 ઓગસ્ટના રોજ અપર સક્રિટ લાગી હતી. કંપનીના શેર 496 ટકા ઉપર 24.96 રૂપિયા પર છે.

    Sportking India:

    આ કંપનીની શરૂઆત 1989માં થઈ હતી. ટેક્સટાઇલ્સ પર ફોકસ ધરાવતી આક કંપની પણ સ્મૉલકેપ કંપની છે. જેની ક્ષમતા 6720 Spindles છે. છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીના સ્ટૉકે 22.19.68 ટકા વળતર આપ્યું છે. જ્યારે આ દરમિયાન નિફ્ટી સ્મૉલકેપ 100નું વળતર 33.04 ટકા રહ્યું છે. Sporking India Stock 17 ઓગસ્ટના રોજ 3.38 ટકાના વધારે સાથે 4850 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.

    આ પણ વાંચો: Multibagger stock: 10 વર્ષમાં 1 લાખના 1.12 કરોડ! શું તમે પણ આ સ્ટૉકમાં રોકાણ કર્યું છે?

    Raja Bahadur International:

    આ કંપનીની શરૂઆત જાણીતા બિઝનેસ પરિવાર પિટી પરિવારે કરી છે. પહેલા આ કંપનીનું નામ રાજા બહાદુર મોતીલાલ પૂના મિલ્સ લિમિટેડ હતું. આ કંપની આઝાદી પહેલાની છે, જેની શરૂઆત 1926માં થઈ હતી. આ એક સ્મૉલકેપ કંપની છે. આ વર્ષે અત્યારસુધી Raja Bahadur Internationalના સ્ટૉકે 544 ટકા વળતર આપ્યું છે. 17 ઓગસ્ટના રોજ રાજા બહાદુર ઇન્ટરનેશનલના શેરમાં નીચલી સર્કિટ લાગી હતી. કંપનીનો શેર 9092.35 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published: