Multibagger stocks: આ શેરોએ રોકાણકારોને બનાવ્યા માલામાલ, વર્ષની પ્રારંભે પાંચ રૂપિયા આસપાસ હતી કિંમત
Multibagger stocks: આ શેરોએ રોકાણકારોને બનાવ્યા માલામાલ, વર્ષની પ્રારંભે પાંચ રૂપિયા આસપાસ હતી કિંમત
મલ્ટીબેગર શેર
Multibagger stocks: કૈઝર કોર્પોરેશને આ વર્ષે રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. આ વર્ષે 3 જાન્યુઆરીના રોજ આ શેરની કિંમત રૂ.2.92 હતી. ત્યારબાદ આ શેર 29 એપ્રિલના રોજ રૂ.130.55ના હાઈ લેવલ પર પહોંચી ગયો હતો.
નવી દિલ્હી: શેરબજારમાં અનેક શેરે રોકાણકારોને બમ્પર રિટર્ન (Bumper return in stock market0 આપ્યું છે. આ શેરમાં રોકાણ કરીને રોકાણકાર માલામાલ થઈ ગયા છે. શેરબજારમાં ફાયદો અને નુકસાન બંને થાય છે. આ પરિસ્થિતિમાં લાંબા ગાળા માટે રોકાણ (Invest) કરવાની સલાહ આપવામાં આવે છે. શેરબજારમાં અનેક એવા શેર છે જેણે વર્ષ 2022માં રોકાણકારો જબરદસ્ત ફાયદો કરાવ્યો છે. વર્ષની શરૂઆતમાં કેટલાક શેરની કિંમત રૂ.5 હતી હવે, તે શેરની કિંમત વધી ગઈ છે.
કૈઝર કોર્પોરેશન (Kaiser Corporation)
આ શેરે આ વર્ષે રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. આ વર્ષે 3 જાન્યુઆરીના રોજ આ શેરની કિંમત રૂ.2.92 હતી. ત્યારબાદ આ શેર 29 એપ્રિલના રોજ રૂ.130.55ના હાઈ લેવલ પર પહોંચી ગયો હતો. હાલમાં આ શેરની કિંમત રૂ.83.60 છે. આ શેરની 52 સપ્તાહની લો પ્રાઈસ રૂ.0.38 છે.
ગેલ્લોપ એન્ટરપ્રાઈસ (Gallop Enterprises)
14 જાન્યુઆરી 2022ના રોજ આ શેરની કિંમત રૂ.4.78 હતી. ત્યારબાદ આ શેરની કિંમતમાં તેજી જોવા મળી છે. આ શેરની 52 સપ્તાહની હાઈ પ્રાઈસ રૂ.112.65 છે. આ શેરની 52 સપ્તાહની લો પ્રાઈસ રૂ.4.35 છે. હાલમાં આ શેર રૂ.70.05 પર ટ્રેડ કરી રહ્યો છે.
3 જાન્યુઆરી 2022ના રોજ આ શેરની કિંમત રૂ.3.12 હતી. ત્યારબાદ આ શેરની કિંમતમાં એક તરફી તેજી જોવા મળી હતી. 5 મેના રોજ આ શેર રૂ.76.05ના સ્તર પર પહોંચી ગયો. આ શેરની 52 સપ્તાહની લો પ્રાઈસ રૂ.2.90 છે. હાલમાં આ શેર રૂ.37 પર ટ્રેડ કરી રહ્યો છે.
મિડ ઈન્ડિયા ઈન્ડસ્ટ્રીઝ (Mid India Industries)
3 જાન્યુઆરી 2022ના રોજ આ શેર રૂ.3.36 પર ટ્રેડ કરી રહ્યો હતો. મે મહિનામાં આ શેરની 52 સપ્તાહની હાઈ પ્રાઈસ રૂ.46.45 છે. આ શેરની 52 સપ્તાહની લો પ્રાઈસ રૂ.2.89 છે. હાલમાં આ શેર રૂ.22.65 પર ટ્રેડ કરી રહ્યો છે.
3 જાન્યુઆરી 2022ના રોજ આ શેરની કિંમત રૂ.2.84 હતી. ત્યારબાદ આ શેરની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. એપ્રિલ મહિના સુધી આ શેરની 52 સપ્તાહની હાઈ પ્રાઈસ રૂ.37.80 હતી. આ શેરની 52 સપ્તાહની લો પ્રાઈસ રૂ.1.94 છે. હાલમાં આ શેર રૂ.25.15 પર ટ્રેડ કરી રહ્યો છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી વિગત ફક્ત જાણકારી માટે છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય રોકાણ અંગેની સલાહ આપવામાં આવતી નથી.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર