Multibagger Stocks: બે વર્ષે પહેલા લિસ્ટ થયેલો આ શેર 1600% ભાગ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ?

મલ્ટીબેગર સ્ટોક

Multibagger Stocks: બે વર્ષ બાદ 18 ઓક્ટોબર 2021ના દિવસે IRCTCનો શેર 9.16% ટકાના વધારા સાથે 5,964 રૂપિયા પર બંધ રહ્યો છે.

  • Share this:
    મુંબઈ: અમુક શેર લિસ્ટિંગ પછી રોકાણકારોને એટલું વળતર આપે છે કે દરેક વ્યક્તિ તે શેરને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરવા માંગે છે. આવો જ એક શેર IRCTC છે. ગત બે વર્ષમાં IRCTCના શેરે રોકાણકારોને 1600% સુધી વળતર આપ્યું છે. IRCTCના શેરનું લિસ્ટિંગ (IRCTC listing)18 ઓક્ટોબર, 2019ના રોજ થયું હતું. કંપનીના શેરનું લિસ્ટિંગ 320 રૂપિયા પર થયું હતું. લિસ્ટિંગના દિવસે આ શેર 779.15 રૂપિયા પર બંધ રહ્યો હતો. બે વર્ષ બાદ 18 ઓક્ટોબર 2021ના દિવસે IRCTCનો શેર 9.16% ટકાના વધારા સાથે 5,964 રૂપિયા પર બંધ રહ્યો છે.

    તાજેતરમાં જ IRCTCને શેર સ્પ્લિટ (IRCTC share) કરવાની જાહેરાત કરી છે.  આ માટે 29મી ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે. કંપનીએ શેર 1:5ના રેશિયોમાં તોડશે. શેર સ્પ્લિટ થયા બાદ શેર સસ્તો થશે અને લિક્વિડિટી વધશે. IRCTCના બોર્ડે 10 રૂપિયાના ફેસવેલ્યૂવાળા શેરને 2 રૂપિયાના ફેસવેલ્યૂના 5 શેરમાં વહેંચી દેવાની જાહેરાત કરી છે.

    IRCTCના શેરમાં તેજીનું કારણ?

    એક નિષ્ણાતે જણાવ્યું કે, જુલાઈથી સપ્ટેમ્બર 2021 દરમિયાન ટ્રેનોનું બુકિંગ લગભગ બેગણું થઈ ગયું છે. જેની સારી અસર IRCTCના બીજા ત્રિમાસિક પરિણામ પર પડી છે. કારણ કે ઑનલાઇન ટ્રેન ટિકિટ બુકિંગમાં IRCTCનો લગભગ એકાધિકાર છે. આથી આઈઆરસીટીસીના શેરની કિંમત હજુ વધવાની આશા છે. આ ઉપરાંત કંપની હોસ્પિટાલિટી સેંગમેન્ટમાં પણ પ્રવેશી રહી છે. જેણે શેરની કિંમતમાં વધારે તેજી લાવી દીધી છે.

    આ પણ વાંચો:  આ અઠવાડિયે પાંચ દિવસ સુધી બેંક રહેશે બંધ, બ્રાંચ પર જતા પહેલા જાણી લો આખી યાદી

    એક બીજા નિષ્ણાતે જણાવ્યું કે, "IRCTC આક્રમક રીતે પોતાના હૉસ્પિટાલિટી બિઝનેસ પર ધ્યાન આપી રહી છે. તે હોટલો, ટૂર એન્ડ ટ્રાવેલ સર્વિસ પ્રોવાઇડર્સ અને લોકલ ફૂડ સપ્લાયર્સ સાથે નવેસરથી કરાર કરી રહી છે. આઈઆરસીટીસી ચાલુ ટ્રેનમાં પણ પોતાના ફૂડ ચેન બિઝનેસ પર ખાસ ધ્યાન આપી રહી છે. આ ઉપરાંત IRCTCએ તાજેતરમાં જ અનેક એરલાઇન્સ સાથે પણ ટાઇઅપ કર્યું છે. આથી કંપનીએ એવો વિશ્વાસ અપાવ્યો છે કે તે ભવિષ્યમાં ફક્ત ટ્રેનની ટિકિટ બુકિંગ પૂરતી સીમિત નહી રહે."

    રોકાણકારોએ શું કરવું?

    ચોઇસ બ્રોકિંગના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર સુમિત બગડિયાએ રોકાણકારોને વર્તમાન સ્તર પર શેરની ખરીદીની સલાહ આપતા જણાવ્યું છે કે, "IRCTCના શેરને 5,000 રૂપિયાની નીચે મજબૂત સપોર્ટ છે. જે લોકો પાસે આ શેર છે તેમણે 4,950 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે આ રોકાણ જાળવી રાખવું જોઈએ. ટૂંકા ગાળામાં આ શેર 5,500 રૂપિયાથી 5,800 રૂપિયાના સ્તરને સ્પર્શી શકે છે. વર્તમાન કિંમતે પણ શેરની ખરીદી કરી શકાય છે. આ માટે 4,950 રૂપિયાનો સ્ટૉપલૉસ લગાવવો જરૂરી છે."

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાને અનુસરતા રોકાણકારો માટે મહત્ત્વના સમાચાર, બિગ બુલે આ શેરમાં ઘટાડ્યો હિસ્સો 

    ઉલ્લેખનીય છે કે 19મી ઓક્ટોબરના રોજ આ શેર બપોરે ત્રણ વાગ્યે આશરે 6,141 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. શેરમાં આશરે 4.9%ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. નિષ્ણાતોની સલાહ પ્રમાણે આ શેરમાં તેજી જોવા મળી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: