Home /News /business /

Multibagger Stocks: આ મલ્ટીબેગર શેર ઇશ્યૂ કિંમતથી 575% વધ્યો, એક વર્ષમાં 115% વધ્યો, શું તમારી પાસે છે?

Multibagger Stocks: આ મલ્ટીબેગર શેર ઇશ્યૂ કિંમતથી 575% વધ્યો, એક વર્ષમાં 115% વધ્યો, શું તમારી પાસે છે?

મલ્ટીબેગર પેની સ્ટૉક

Multibagger Stocks Happiest Minds: જો કોઈ રોકાણકાર આઈપીઓની ફાળવણીથી લઈને અત્યારસુધી આ શેરમાં ટકી રહ્યું હોય તો 14,940 રૂપિયાના એક લોટની કિંમત આજે 1 લાખ રૂપિયાથી વધારે હોય.

    મુંબઈ: હેપ્પીએસ્ટ માઇન્ડ્સ (Happiest Minds Technologies)નો શેર 2021માં મલ્ટીબેગર શેરમાનો એક છે. આ આઈટી સ્ટૉકમાં નવા વર્ષની શરૂઆતથી જ નફાવસૂલી શરૂ થઈ છે. જોકે, લિસ્ટિંગ પછી આ શેરે રોકાણકારોને ખૂબ સારું વળતર આપ્યું છે. કંપનીનો આઈપીઓ (Happiest Minds IPO) સપ્ટેમ્બર 2020 દરમિયાન આવ્યો હતો. આઈપીઓ માટે કંપનીઓ પ્રાઇસ બેન્ડ (Price Band) 165-166 રૂપિયા પ્રતિ શેર રાખી હતી. હેપીએસ્ટ માઇન્ડ્સનો આઈપીઓ NSE પર 350 રૂપિયા અને BSE પર 350 રૂપિયા પર લિસ્ટ થયો હતો. લિસ્ટિંગના દિવસે જ આઈપીઓ રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા હતા.

    મલ્ટીબેગર રિટર્ન


    શુક્રવારે હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેક્નોલોજિસનો શેર NSE પર 1,122 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર બંધ રહ્યો હતો. જો આઈપીઓની પ્રાઇસ બેન્ડ સાથે સરખામણી કરવામાં આવે તો આ શેરે રોકાણકારોને 575 ટકા વળતર આપ્યું છે એમ કહી શકાય. જો કોઈ રોકાણકાર આઈપીઓની ફાળવણીથી લઈને અત્યારસુધી આ શેરમાં ટકી રહ્યું હોય તો 14,940 રૂપિયાના એક લોટની કિંમત આજે 1 લાખ રૂપિયાથી વધારે હોય. જો કોઈએ પબ્લિક ઇશ્યૂના મજબૂત લિસ્ટિંગ પછી પણ લિસ્ટિંગના દિવસે શેર ખરીદ્યા હોય તો પણ તેનું રોકાણ ત્રણ ગણાથી વધારે થઈ ગયું હોય.

    આ પણ વાંચો: આવતા અઠવાડિયે કેવી રહેશે શેર બજારની ચાલ? બજાર નિષ્ણાતો પાસેથી જાણો

    લિસ્ટિંગ પછી શેર કેટલો વધ્યો?


    હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેક્નોલિજિસનો શેર NSE પર 17 સપ્ટેમ્બર 2020ના રોજ પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો. છેલ્લા એક વર્ષમાં આ શેર 522 રૂપિયાથી વધીને 1,122 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. આ દરમિયાન રોકાણકારોને 115 ટકા વળતર મળ્યું છે. જોકે, આ આઈટી શેર છેલ્લા છ મહિનાથી વેચવાલીના દબાણ હેઠળ છે. છેલ્લા છ મહિનામાં આ શેર 1,422 રૂપિયાના સ્તરથી ઘટીને 1,122 રૂપિયાના સ્તર પર આવી ગયો છે. આ દરમિયાન શેરની કિંમત આશરે 21 ટકા ઘટી છે. જોકે, શેરમાં તાજેતરના નીચલા સ્તરથી રિબાઉન્ડ જોવા મળ્યું છે. છેલ્લા એક મહિનામાં આ શેરની કિંમત 975 રૂપિયાથી વધીને 1,122 રૂપિયા પર પહોંચી છે. આ દરમિયાન 15 ટકા વળતર મળ્યું છે.

    આ પણ વાંચો: 2020ના કડાકા બાદ આ પાંચ શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ

    હેપ્પીએસ્ટ માઇન્ડ્સના આઈપીઓની વિગત


    હેપ્પીએસ્ટ માઇન્ડ્સનો આઈપીઓ સપ્ટેમ્બર 2020માં પ્રાઇમરી માર્કેટમાં 165-166 રૂપિયાની પ્રાઇસ બેન્ડ સાથે લોંચ થયો હતો. આઈપીઓ મારફતે કંપનીએ 702.02 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતા. કંપનીનો શેર 17 સપ્ટેમ્બર, 2020ના રોજ NSE અને BSE પર 100 ટકાથી વધારે બમ્પર પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger Stock, Share market, Stock market

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन