એક વર્ષમાં 1 લાખના થયા 42 લાખ, આ કંપનીના શેરથી રોકાણકારો થઈ ગયા માલામાલ

એક વર્ષમાં 1 લાખના થયા 42 લાખ (પ્રતિકાત્મક તસવીર)

Business Tips- એક સ્ટોકના કારણે અમુક રોકાણકારો (Investment)માલામાલ થઈ ગયા છે. કોરોના સમયે બજારમાં આવેલી તીવ્ર મંદી વચ્ચે રોકાણ કરનાર લોકો હવે સારા પરિણામ મેળવી રહ્યા છે

  • Share this:
થોડા પૈસા અને સમયમાં મસમોટું વળતર મળે તેવું મોટાભાગના રોકાણકારો ઈચ્છતા હોય છે. જેથી તેઓ મલ્ટીબેગર (multibagger stocks)કહેવાતા સ્ટોકની શોધમાં રહે છે. આવા જ એક સ્ટોકના (Stock market)કારણે અમુક રોકાણકારો (Investment)માલામાલ થઈ ગયા છે. કોરોના સમયે બજારમાં આવેલી તીવ્ર મંદી વચ્ચે રોકાણ કરનાર લોકો હવે સારા પરિણામ મેળવી રહ્યા છે. આજે અહીં અમે ગીતા રીન્યુએબલ એનર્જી (Gita Renewable Energy shares)ના શેરની વાત કરી રહ્યા છીએ. જેમાં રોકાણકારોને 42 ગણો ફાયદો થયો છે. છેલ્લા એક વર્ષમાં ગીતા રીન્યુએબલ એનર્જીના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. તેમાં 4130 ટકાનો ઉછાળો આવ્યો છે. એક વર્ષ પહેલાં આ સ્ટોકનો ભાવ રૂ.5.52 હતો જે વધીને રૂ.233.50 સુધી પહોંચી ગયો છે.

છેલ્લા 5 ટ્રેડિંગ સત્રમાં 21.50 ટકાનો ઉછાળો

આ શેર 13 ઓક્ટોબર, 2020ના રોજ BSEમાં રૂ.5.52 પર બંધ થયો હતો, જ્યારે 14 ઓક્ટોબર, 2021ના રોજ આ સ્ટોક રૂ.233.50 પર બંધ થયો હતો. જે ગયા એક વર્ષમાં લગભગ 42 ગણો અથવા 4130 ટકા ઉછાળો દર્શાવે છે.

આ પણ વાંચો - Multibagger Stocks: આશીષ કચોલિયાના શેરે આ વર્ષે આપ્યું 445% વળતર, શું તમારી પાસે છે?

આ શેરના ભાવમાં 5 સેશનમાં 5 ટકા અપર સર્કિટને લાગી છે. પરિણામે 21.50 ટકાનો વધારો થયો છે. આ સ્ટોક છેલ્લા એક મહિનામાં રૂ.88થી વધીને રૂ.233 થયો છે. એટલે કે, તેમાં સરેરાશ 165 ટકાનો ઉછાળો નોંધાયો છે.

આ શેરમાં લાંબા સમયથી તોફાની તેજી જોવા મળી રહી છે. છેલ્લા 6 મહિનામાં આ સ્ટોક રૂ.29.40 થી વધીને રૂ.233.50ના લેવલ સુધી પહોંચી ગયો છે. જેના કારણે રોકાણકારોને લગભગ 695 ટકા વળતર મળ્યું છે. થોડા મહિનાઓ પહેલા રૂ.7.36 પર ટ્રેડ થયેલા આ શેરનો ભાવ 3230 ટકાના વધારા સાથે રૂ.233.50એ પહોંચ્યો છે.

આ પણ વાંચો - Hot Stocks: આ ત્રણ શેર પર લગાવો દાવ, ખૂબ જ ટૂંકા સમયમાં મળી શકે છે બે આંકડામાં વળતર

રોકાણકારોને કેટલો ફાયદો થયો હશે?

ગીતા રિન્યુએબલ એનર્જીના શેરમાં એક અઠવાડિયા પહેલા રૂ.1 લાખનું રોકાણ કરનાર રોકાણકારોને અત્યારે રૂ.1.21 લાખનું વળતર મળ્યું છે. આવી જ રીતે 1 મહિના પહેલા રૂ. 1 લાખનું રોકાણ કરનાર રોકાણકારોને રૂ.2.56 લાખ, 6 મહિના પહેલા રોકાણ કરનારને રૂ.7.95 લાખ જ્યારે એક વર્ષ પહેલાં રૂ.1 લાખનું રોકાણ કરનાર રોકાણકારોને રૂ.42.30 લાખનો ફાયદો થયો છે.
First published: