Multibagger Stocks: રૂપિયા પાંચ લાખના એક વર્ષમાં જ થઈ ગયા 13.22 લાખ, આ કંપનીને શેરે રોકાણકારોને આપ્યું ડબલ રિટર્ન

કોફોર્જ લિમિટેડના શેરમાં એક વર્ષમાં 164 ટકાનો ઉછાળો

Multibagger Stocks: આજે અમે તમને એવા શેર વિશે જણાવીશું જેણે એક વર્ષમાં જ ખૂબ પ્રગતિ કરી છે. પાંચ વર્ષમાં રોકાણકારોના 1,239 ટકાનો ઉછાળો સામે આવ્યો છે.

  • Share this:
    Multibagger Stocks Coforge Limited : શેરબજાર (Share Market)માં અનેક એવા સ્ટોક્સ છે, જે મલ્ટીબેગર સ્ટોક (multibagger stock) સાબિત થયા છે. આ વર્ષે અનેક નાના, મધ્યમ અને મોટા સ્ટોક્સે રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું છે. અહીં એવા મલ્ટીબેગર સ્ટોકની જાણકારી આપવામાં આવી છે, જેણે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. એક તરફ સેન્સેક્સ હરણફાર ભરી રહ્યો છે (Sensex) બીજી બાજુ ભારતીય શેર બજાર ઐતિહાસિક ઊંચાઈ પર પહોંચ્યો છે (Share Market Latest Updates) ત્યારે કેટલીક કંપનીઓના શેર એવા છે જેણે એક દશકામં ખૂબ પ્રભાવશાળી દેખાવ કર્યો. એટલું જ નહીં તેના રોકારણકારોને પણ (Stocks Investor)ને માલામાલ બનાવી દીધા. ગત એક દાયકામાં આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. આ શેર છે Coforge Limited. કોફર્જ મલ્ટિનેશનલ આઈટી કંપની છે જેની વડી કચેરી નોઇડામાં આવેલી છે. આ શેરે એક વર્ષમાં રોકાણકારોમાં 5 લાખ રૂપિયાનું 13 લાખથી વધુનું રિટર્ન આ્યું છે. આ સ્ટૉક્ટસમાં પાછલા પાંચ વર્ષમાં 1,239 ટકાનો ઉછાળો આવ્યો છે.

    Coforge Limitedના શેર પાછલા 12 મહિનામાં 2096 રૂપિયાથી વધીને આજે 5617.70 રૂપિયા થઈ ગયા છે. એક વર્ષમાં જ લગભગ 164 ટકા જેટલું વળતર આ મલ્ટિબેગર સ્ટોકે (Multibagger Stock) આપ્યું છે. આ વર્ષની શરૂઆત છે આ શેરમાં 102 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

    આ પણ વાંચો : Multibagger Stocks: 7.13 રૂપિયાનો શેર એક દાયકામાં પહોંચ્યો 718 રૂપિયાએ, 1 લાખના થયા 1 કરોડ

    2096ની કિંમતનો શેર 5617.70 રૂપિયે પહોંચ્યો

    આ લખાઈ રહ્યુ છે ત્યારે 22મી સપ્ટેમ્બરે બપોરે 1.34 કલાકે આ શેરનો ભાવ 5617.70 રૂપિયા હતો. જ્યારે આ શેરની કિંમત એક વર્ષ પહેલા 2096 રૂપિયા હતી. આમ એક વર્ષમાં 164.5 ટકાનો વધારો થયો છે.

    1 વર્ષાં 5 લાખના થઈ ગયા 13.22 લાખ

    છેલ્લા એક વર્ષમાં આ શેરના રોકાણમાં 5 લાખ રૂપિયાના 13.22 લાખ રૂપિયા થઈ ગયા છે બુધવારે 1.55 ટકાનો વધારો થયો છે અને શેરનો ભાવ 5617.70 રૂપિયાના સૌથી વધુ ઉચ્ચસ્તર પર પહોંચ્યો છે. આમ શેરમાં રોકાણ કરનારા રોકાણકારોની ચાંદી જ ચાંદી થઈ છે.

    આમ શેર બજારની તેજીમાં અનેક શેરોએ ધૂમ પ્રગતિ કરી છે જે પૈકીનો આ ટેક શેર છે કોફોર્જ. આ શેરમાં પૈસા રોકતા પહેલાં કોઈ પણ વ્યક્તિએ એકસપર્ટની સલાહ લેવી જોઈએ કારણ કે કે શેરબજાર માર્કેટના જોખમને આધિન હોય છે. આ પ્રકારની માહિતી આપવાનો હેતુ શેર બજારમાં પ્રગતિ કરતા શેરો વિશે વાંચકોને વાકેફ કરાવવાનો હોય છે.
    Published by:Jay Mishra
    First published: