Home /News /business /Penny stock: કમાલનો શેર, બે વર્ષમાં 1 લાખ રૂપિયાનું રોકાણ બની ગયું 33 લાખ રૂપિયા, શું તમારી પાસે છે?
Penny stock: કમાલનો શેર, બે વર્ષમાં 1 લાખ રૂપિયાનું રોકાણ બની ગયું 33 લાખ રૂપિયા, શું તમારી પાસે છે?
પેની સ્ટૉક
Multibagger Stocks Aditya Vision: આદિત્ય વિઝન શેરે બે વર્ષમાં રોકાણકારોને 3200% વળતર આપ્યું છે. આ શેર 2021માં સૌથી વધારે રિટર્ન આપનાર મલ્ટીબેગર સ્ટૉક્સમાંનો એક છે. જુલાઈ 2021માં આ શેર લાઇફ ટાઇમ હાઇ 1564.10 રૂપિયાના સ્તર પર પહોંચ્યો હતો.
મુંબઈ. સામાન્ય રીતે બજાર નિષ્ણાતો નાના શેર (Penny stocks)માં રોકાણની સલાહ નથી આપતા. કારણ કે આવા શેરમાં રોકાણ જોખમથી ભરેલું હોય છે. જોકે, કોઈ કંપનીના ફન્ડામેન્ટલ મજબૂત હોય તો તેમાં રોકાણ કરી શકાય છે. આવા શેર અન્ય શેરની સરખામણીમાં અનેકગણું વધારે વળતર (Multibagger return) આપતા હોય છે. 2021ના વર્ષની મલ્ટીબેગર સ્ટૉક (Multibagger stocks 2021)ની યાદી તપાસીએ તો તેમાં અનેક પેની સ્ટૉક્સ પણ સામેલ છે. આદિત્ય વિઝન (Aditya Vision) આવો જ એક મલ્ટીબેગર પેની સ્ટૉક છે. આદિત્ય વિઝન શેરની કિંમત 26મી ડિસેમ્બર, 2019ના રોજ 19.20 રૂપિયા હતી. ચોથી જાન્યુઆરી, 2022ના રોજ આ શેર વધીને 635.80 રૂપિયા પર બંધ થયો હતો.
બે વર્ષમાં 3200% વળતર
આદિત્ય વિઝન શેરે બે વર્ષમાં રોકાણકારોને 3200% વળતર આપ્યું છે. આ શેર 2021માં સૌથી વધારે રિટર્ન આપનાર મલ્ટીબેગર સ્ટૉક્સમાંનો એક છે. જુલાઈ 2021માં આ શેર લાઇફ ટાઇમ હાઇ 1564.10 રૂપિયાના સ્તર પર પહોંચ્યો હતો. જોકે, જે બાદમાં BSE SME નો આ શેર જોરદાર પટકાયો છે.
શેરની કિંમત પર એક નજર
BSE પર લિસ્ટેડ આ શેરમાં છેલ્લા એક વર્ષથી વેચવાલી ચાલી રહી છે. છેલ્લા એક મહિનાનો ચાર્ટ તપાસતા માલુમ પડે છે કે તેમાં 18%થી વધારે ઘટાડો નોંધાયો છે. છેલ્લા છ મહિનાના આંકડા જોઈએ તો આ શેરમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે, છેલ્લા એક વર્ષની શેરની કિંમતના ઇતિહાસ પર નજર કરીએ તો આદિત્ય વિઝનનો શેર 38.25 રૂપિયાના સ્તરથી વધીને 635.80 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. એટલે કે આ દરમિયાન રોકાણકારોને 1560% ટકાની તેજી જોવા મળી છે.
છેલ્લા બે વર્ષના આંકડા તપાસીએ તો આદિત્ય વિઝનનો શેર 19.20 રૂપિયાના સ્તરથી વધીને 635.80 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. એટલે કે આદિત્ય બિરલાનો શેર 3200% એટલે કે 33 ગણો વધ્યો છે.
આ શેરની પ્રાઇસ હિસ્ટ્રી પરથી અંદાજ લગાવીએ તો જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ પેની સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેની કિંમત ઘટીને 82,000 રૂપિયા થઈ જતી. પરંતુ જો કોઈએ આ શેરમાં 1 વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 16.60 લાખ રૂપિયા હોય. આ જ રીતે બે વર્ષ પહેલા 19.20 રૂપિયા પ્રતિ શેરની કિંમતે કોઈ રોકાણકારે આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 33 લાખ રૂપિયા હોય.
ખાસ નોંધ: અહીં આપવામાં આવેલા વિગત ફક્ત માહિતી માટે છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર