આ શેરધારકો એક જ વર્ષમાં થયા ન્યાલ! 240%થી વધુ વળતર, નિષ્ણાતોએ આપી ખરીદીની સલાહ
આ શેરધારકો એક જ વર્ષમાં થયા ન્યાલ! 240%થી વધુ વળતર, નિષ્ણાતોએ આપી ખરીદીની સલાહ
પ્રતીકાત્મક તસવીર
Multibagger stocks 2021: બિરલાસૉફ્ટ (Birlasoft) શેરની કિંમત ગત છ મહિનામાં 60 ટકા વધી છે, જ્યારે એક વર્ષમાં આ સૉફ્ટવેર કંપનીના સ્ટૉકે શેરધારકોને 242 ટકાથી વધારે વળતર આપ્યું છે.
નવી દિલ્હી: Multibagger stocks 2021- સતત તેજીરમાં રહેલું શેરબજાર રોકાણકારોને ખૂબ લલચાવી રહ્યું છે. ગત વર્ષે અનેક એવા સ્ટૉક્સ હતા જેમાં પૈસા લગાવીને રોકાણકારો માલામાલ થયા છે. અમુક સ્ટૉક્સે તો ડબલ કરતા પણ વધારે રિટર્ન આપ્યું છે. રોકાણકાર આશીષ કચોલિયા (Ashish Kacholia)ના પોર્ટફોલિયોમાં સામેલ બિરલાસૉફ્ટ (Birlasoft) સ્ટૉકે ખૂબ સારું વળતર આપ્યું છે. આશીષ કચોલિયાએ તાજેતરમાં જ આ શેરને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કર્યો છે. જે બાદમાં અન્ય રોકાણકારો પણ આ શેર તરફ આકર્ષાયા છે. (આ પણ વાંચો: ઘરનું ઘર લેવામાં ન કરો કોઇ ઉતાવળ, આ રીતે કરો લાંબાગાળાનું આયોજન)
બિરલાસૉફ્ટ શેરની કિંમત ગત છ મહિનામાં 60 ટકા વધી છે, જ્યારે એક વર્ષમાં આ સૉફ્ટવેર કંપનીના સ્ટૉકે શેરધારકોને 242 ટકાથી વધારે વળતર આપ્યું છે. એવું લાગી રહ્યું છે કે કચોલિયાએ શેરબજારના નિષ્ણાતોને પણ પરેશાન કરી દીધા છે, કારણ કે હવે બજાર નિષ્ણાતો પણ આશીષ કચોલિયાના પોર્ટફોલિયોમાં રહેલા શેરની ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે.
માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બિરલાસૉફ્ટ લિમિટેડે (Birlasoft Ltd) તમામ સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રમાં ખૂબ વિકાસ કર્યો છે. કંપનીનું લક્ષ્ય ચાર વર્ષમાં આવક 1 બિલિયન ડોલર કરવાનું છે. બિરલાસૉફ્ટે ગત એક વર્ષમાં પોતાની આવક 60 ટકામાંથી 70 ટકા સુધી સુધારી છે. કંપની ભવિષ્યમાં પણ ગ્રોથ કરશે.
નિષ્ણાતો બિરલાસૉફ્ટના શેર અંગે રોકાણની રણનીતિ અંગે કહે છે કે, આ શેર ચાર્ટ પેટર્ન પર સકારાત્મક લાગી રહ્યો છે. એક મહિનામાં તેનો શેર 460રૂપિયા સુધી પહોંચી શકે છે. આગામી લક્ષ્ય 510 હોઈ શકે છે. તાજેતરમાં પૂર્ણ થયેલા જૂન ક્વાર્ટરની યાદી પ્રમાણે આશીષ કચોલિયા પાસે આ કંપનીના 32.50 લાખ શેર છે, જે કંપનીના શુદ્ધ શેરનો 1.17 ટકા હિસ્સો છે.
(ડિસ્ક્લેમર: શેર બજારમાં રોકાણ કરવું જોખમોને આધીન છે. રોકાણકારો પૈસા લગાવતા પહેલા નિષ્ણાતોની સલાહ લે તે જરૂરી છે. News18 ગુજરાતી તરફથી કોઈને પણ પૈસા લગાવવાની સલાહ આપવામાં નથી આવતી.)