Home /News /business /Multibagger Stock: આ મલ્ટીબેગર સ્ટોક એક વર્ષમાં 100% વધ્યો, હજી પણ સુધારાની શક્યતા

Multibagger Stock: આ મલ્ટીબેગર સ્ટોક એક વર્ષમાં 100% વધ્યો, હજી પણ સુધારાની શક્યતા

SRF લિમિટેડે છેલ્લા 12 મહિનામાં તેના શેરના રોકાણકારોના (Investors)નાણાં બમણા કર્યા છે (પ્રતિકાત્મક તસવીર)

Multibagger stock - લાંબા ગાળાના રોકાણકારોએ આ શેરમાં રોકાણ કરીને મોટો ફાયદો મેળવ્યો છે.

મુંબઈ: SRF લિમિટેડે છેલ્લા 12 મહિનામાં તેના શેરના રોકાણકારોના (Investors)નાણાં બમણા કર્યા છે. શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (Bombay Stock Exchange, BSE) પર શેર 6 ટકા વધીને રૂ. 2,483 ની ઇન્ટ્રા-ડે હાઈ પર પહોંચ્યો હતો. પાછલા એક વર્ષમાં શેરની કિંમત રૂ. 1074.6 થી વધીને રૂ. 2,483 પર પહોંચી છે. રોકાણકારોને આ સમયગાળામાં લગભગ 131 ટકા વળતર મળ્યું છે. એક વર્ષ પહેલા આ મલ્ટિબેગર સ્ટોકમાં (Multibagger stock) રોકાણ કરાયેલ રૂ. 5 લાખની રકમ આજે રૂ. 11.5 લાખમાં ફેરવાઈ ગઈ છે.

લાંબા ગાળાના રોકાણકારોએ આ શેરમાં રોકાણ કરીને મોટો ફાયદો મેળવ્યો છે. કારણ કે છેલ્લા દસ વર્ષમાં તેમાં 4,400 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. રૂ. 72,000 કરોડથી વધુની માર્કેટ કેપિટલાઇઝેશન સાથે શેર 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતાં વધારે છે પરંતુ 5 દિવસ અને 20 દિવસની મૂવિંગ એવરેજ કરતાં નીચે છે.

આ સપ્તાહની શરૂઆતમાં કંપનીએ ડિસેમ્બર 2021ના ​​રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં રૂ. 506 કરોડના 56 ટકાથી વધુનો વધારો નોંધાવ્યો હતો અને તેના વાર્ષિક આવક વૃદ્ધિ અંદાજને સુધારીને આશરે 37 ટકા કર્યો છે. એક વર્ષ અગાઉના ગાળામાં નફો રૂ. 324 કરોડ હતો.

આ પણ વાંચો : Air india : ખૂબ રસપ્રદ છે એર ઇન્ડિયાના મહારાજાની કહાની, પાકિસ્તાનના વ્યક્તિથી પ્રેરીત છે તેમની મૂછો

સમાન ક્વાર્ટરમાં કામગીરીમાંથી આવક વધીને રૂ. 3,346 કરોડ થઈ છે જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 2,146 કરોડ હતી. બોર્ડે શેર દીઠ રૂ. 4.75ના 47.5 ટકાના દરે બીજા વચગાળાના ડિવિડન્ડને પણ મંજૂરી આપી હતી. અગાઉ 28 જુલાઈ, 2021ના રોજ, બોર્ડે શેર દીઠ રૂ. 12ના દરે પ્રથમ વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી હતી.

બ્રોકરેજ ફર્મ રિલાયન્સ સિક્યોરિટીઝ (Reliance Securities) માને છે કે, સ્પેશિયાલિટી કેમિકલ્સનો વિસ્તૃત પ્રોડક્ટ પોર્ટફોલિયો વિદેશી બજારોની મજબૂત માંગમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે. તેણે FY22E/FY23E/FY24E માટે અનુક્રમે આવક અને EBITDA અંદાજમાં 16/14/11 ટકા અને 21/20/18 ટકાનો વધારો કર્યો છે

વધુમાં તે જણાવે છે કે, સારા બિઝનેસ વિઝિબિલિટી અને સ્વસ્થ નિકાસ આઉટલૂકને ધ્યાનમાં રાખીને અમે SRF પર અમારું બાય રેટિંગ જાળવી રાખીએ છીએ અને SOTP-આધારિત 1-વર્ષના લક્ષ્યાંક ભાવને વધારીને રૂ. 2,897 (અગાઉ રૂ. 2,604) કરીએ છીએ.

તે અપેક્ષા રાખે છે કે SRF ની કમાણી FY21-FY24E ની સરખામણીમાં 31 ટકા CAGR હશે, જે સમાન સમયગાળા દરમિયાન આવકમાં 27 ટકા CAGR હશે. FY21-FY24E દરમિયાન કેમિકલ્સ અને પેકેજિંગ ફિલ્મ સેગમેન્ટમાં આવક વૃદ્ધિ મુખ્યત્વે અનુક્રમે 29 ટકા CAGR અને 24 ટકા CAGR રહેશે તેવી ધારણા છે, જ્યારે ટેકનિકલ ટેક્સટાઇલ બિઝનેસ આ જ સમયગાળામાં 29 ટકા CAGR થવાની ધારણા છે.

આ પણ વાંચો - આનંદો.. આ વર્ષે પગારમાં થઈ શકે છે બમ્પર વધારો, અભ્યાસમાં થયો ખુલાસો

બ્રોકરેજ ફર્મે નોંધ્યું હતું કે, ‘ચાઈના પ્લસ વન’ વ્યૂહરચના ચીનમાંથી મોટા ભાગના બિઝનેસને ભારત જેવા આકર્ષક સ્થળોએ ખસેડવાનું ચાલુ રાખશે. તે અપેક્ષા રાખે છે કે એગ્રોકેમિકલ્સની માંગ સતત જળવાઈ રહેશે, જોકે ફાર્માસ્યુટિકલ્સની માંગ પ્રમાણમાં વધુ હશે. કંપની કેમિકલ બિઝનેસમાં જંગી રોકાણ કરતી હોવાથી તેને ફાયદો થવાની શક્યતા છે.

MarketsMojo અનુસાર, કંપનીએ છેલ્લા 6 સળંગ ક્વાર્ટરમાં સકારાત્મક પરિણામો જાહેર કર્યા છે અને તેની પાસે 28.25 ટકાની ઊંચી ઈન્સ્ટીટ્યુશન હોલ્ડિંગ છે. સ્ટોક ટેકનિકલી હળવી બુલિશ રેન્જમાં છે. સ્ટોક માટે MACD, KST અને DOW જેવા મલ્ટિપલ ફેક્ટર્સ બુલિશ છે.

ઉલ્લેખનીય છે કે, 1970માં સ્થપાયેલ SRF લિમિટેડ એ રાસાયણિક-આધારિત મલ્ટી બિઝનેસ એન્ટિટી છે અને ઔદ્યોગિક અને સ્પેશ્યાલિટી ઈન્ટરમીડિએટ ઉત્પાદનમાં રોકાયેલી છે. કંપનીના બિઝનેસ પોર્ટફોલિયોમાં ફ્લોરોકેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, પેકેજિંગ ફિલ્મ્સ, ટેકનિકલ ટેક્સટાઈલ્સ, કોટેડ અને લેમિનેટેડ ફેબ્રિક્સનો સમાવેશ થાય છે.
First published:

Tags: Business, Investors

विज्ञापन