Home /News /business /2022માં અત્યારસુધી આ Small cap મલ્ટીબેગર સ્ટોકે આપ્યું 300 ટકાનું ધરખમ વળતર, રૂ. 34ના થયા રૂ. 142

2022માં અત્યારસુધી આ Small cap મલ્ટીબેગર સ્ટોકે આપ્યું 300 ટકાનું ધરખમ વળતર, રૂ. 34ના થયા રૂ. 142

મલ્ટીબેગર શેર

Variman Global Enterprises Stock: છેલ્લા એક સપ્તાહમાં મલ્ટીબેગર સ્ટોક રૂ. 124થી વધીને રૂ.141.90ના સ્તરે પહોંચ્યો છે. જે આ ગાળામાં આશરે 14.50 ટકાનો વધારો દર્શાવે છે.

મુંબઈ. Variman Global Enterprises Stock: કોરોના કાળ દરમિયાન શેરબજારમાં અનેક મલ્ટીબેગર સ્ટોકે (Multibagger stock) જોરદાર વળતર આપ્યું છે. જેથી રોકાણકારો (Investors) 2022 માટે પણ સંભવિત મલ્ટીબેગર શેરો શોધવામાં વ્યસ્ત છે. 2022માં મલ્ટીબેગર શેરો અને મલ્ટીબેગર પેની સ્ટોક્સ (Penny stocks)ની યાદીમાં મોટી સંખ્યામાં સ્મોલ-કેપ શેરો દાખલ થયા છે. વેરીમેન ગ્લોબલ એન્ટરપ્રાઇઝ (Variman Global Enterprises)ના શેર તેમાંથી એક છે. વેરીમેન ગ્લોબલ એન્ટરપ્રાઇઝ BSE લિસ્ટેડ IT સોલ્યુશન કંપની છે. આ કંપનીનો શેર રૂ. 34.35થી વધીને આજે રૂ. 141.90ની સપાટીએ પહોંચી ગયો છે. શેરમાં આવેલો આ ઉછાળો 2022માં આશરે 300 ટકાનો વધારો દર્શાવે છે.

રોકાણકારોને આપ્યું અધધધ વળતર

છેલ્લા એક સપ્તાહમાં મલ્ટીબેગર સ્ટોક રૂ. 124થી વધીને રૂ.141.90ના સ્તરે પહોંચ્યો છે. જે આ ગાળામાં આશરે 14.50 ટકાનો વધારો દર્શાવે છે. આ સમયગાળામાં સ્મોલ-કેપ સ્ટોકે પાંચમાંથી 3 સેશનમાં અપર સર્કિટ લગાવી છે. છેલ્લા એક મહિનામાં સ્મોલ-કેપ આઇટી સ્ટોક આશરે રૂ. 52થી વધીને રૂ.141.90ના સ્તરે પહોંચ્યો છે. આ સ્ટોક આ ગાળામાં આશરે 175 ટકા વધ્યો છે. એ જ રીતે આ સ્ટોકે એક વર્ષમાં શેરહોલ્ડરોને 300 ટકાથી વધુ વળતર આપ્યું છે.

આ પણ વાંચો: આ પેની સ્ટોક એક વર્ષમાં બન્યો મલ્ટીબેગર, છ રૂપિયાથી 150 રૂપિયા પર પહોંચ્યો

રૂ.1 લાખના રોકાણના કેટલા થાય?

વેરીમેન ગ્લોબલ એન્ટરપ્રાઇઝના શેરના ભાવમાં આવેલા ઉછાળા પરથી કહી શકાય કે, જો કોઈ રોકાણકારે એક અઠવાડિયા પહેલા આ સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેના રૂ. 1 લાખ આજે રૂ. 1.14 લાખ થઈ ગયા હોત. એ જ રીતે, જો કોઈ રોકાણકારે એક મહિના પહેલાં આ શેરમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત અને આ સ્ટૉકમાં આજ સુધી રોકાણ જાળવી રાખ્યું હોત તો તેના રૂ. 1 લાખ આજે રૂ. 2.75 લાખ થઈ ગયા હોય. આવી જ રીતે, જો કોઈ રોકાણકારે 2021ના અંતે આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત અને રૂ. 34.50ના સ્તરે શેર લીધા હોત તો તેના રૂ.1 લાખ આજે રૂ. 4 લાખ થઈ ગયા હોત.

આ પણ વાંચો: 15 રૂપિયાના આ Multibagger સ્ટૉકે 1 લાખ રૂપિયાને 10 વર્ષમાં બનાવી દીધા 1.35 કરોડ

વેરીમાન ગ્લોબલ એન્ટરપ્રાઇઝિસના શેર વિશે વધુ માહિતી

મંગળવારના ટ્રેડ સેશનમાં મલ્ટીબેગર શેર તેના લાઇફ-ટાઇમ હાઇ રૂ. 143.55ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે તેનો 52 સપ્તાહ લો રૂ. 11.65 છે. સ્મોલ-કેપ સ્ટોકની વર્તમાન માર્કેટ કેપિટલ રૂ. 237 કરોડ છે અને તેની બુક વેલ્યૂ પ્રતિ શેર 9.60 છે. તેનું હાલનું ટ્રેડ વોલ્યુમ 88,457 છે, જે તેના 20 દિવસના સરેરાશ વોલ્યુમ 62,432 કરતા ઘણું વધારે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Multibagger stocks, Penny stocks, Stock market

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन