રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપની કંપની ઈન્ડિયન હોટેલ્સમાં પણ રોકાણ કર્યું છે. આ મલ્ટીબેગર સ્ટોકે માત્ર 2 વર્ષમાં 175 ટકા વળતર આપ્યું છે. ગુરૂવારે બજારમાં આવેલ ઉછાળાને કારણે ટાટા ગ્રૂપની કંપની ઈન્ડિયન હોટેલ્સના શેર વધવાથી ઝુનઝુનવાલાની સંપત્તિમાં એક જ દિવસમાં લગભગ 25 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
ભારતીય શેરમાર્કેટમાં અમુક દિગ્ગજ રોકાણકારોનો દબદબો છે. બિગબુલ ઝુનઝુનવાલા (Big Bull Jhunjhunwala), RKD, ડોલી ખન્ના, પોરિન્ઝૂ કે પછી કેડિયા જે પણ શેર ખરીદે તેમાં તેજીનો ચમકારો જોવા મળતો હોય છે. જ્યારે પણ મોટા રોકાણકારો શેરમાં રોકાણ કરે છે, ત્યારે તેઓ ભવિષ્યમાં કંપનીની વૃદ્ધિ, બેલેન્સ શીટની સાથે તેના આધાર અને આગામી સમયના સેક્ટરના અને બાહ્ય ફેરફારોનું સચોટ અવલોકન કરે છે. મસમોટી રિસર્ચને કારણે મોટાભાગની કંપનીઓના શેરમાં તેમના પૈસા ડૂબતા નથી અને અમુક કંપનીઓમાં તો મલ્ટીબેગર રિટર્ન પણ મળે છે. દલાલ સ્ટ્રીટમાં બિગ બુલ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલા પણ ઘણીવાર આ જ વ્યૂહરચના અપનાવે છે. તેમની લાંબાગાળાની રોકાણ વ્યૂહરચના, મંદીવાળા બજારમાં બોટમફિશિંગ એટલે કે નીચલા મથાળે ખરીદી અને ડાયવર્સિફાઈડ ઇક્વિટી પોર્ટફોલિયોએ તેમને બજારમાં જ રોકાણ કરીને અબજોપતિ બનાવ્યા છે.
રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપની કંપની ઈન્ડિયન હોટેલ્સમાં પણ રોકાણ કર્યું છે. આ મલ્ટીબેગર સ્ટોકે માત્ર 2 વર્ષમાં 175 ટકા વળતર આપ્યું છે. ગુરૂવારે બજારમાં આવેલ ઉછાળાને કારણે ટાટા ગ્રૂપની કંપની ઈન્ડિયન હોટેલ્સના શેર વધવાથી ઝુનઝુનવાલાની સંપત્તિમાં એક જ દિવસમાં લગભગ 25 કરોડ રૂપિયાનો વધારો થયો છે. ગઇકાલે એટલે કે શુક્રવારે પણ બપોરે 12.15 વાગ્યે BSE પર આ શેર 1.59 ટકાના વધારા સાથે રૂ. 227.05 પર ટ્રેડ થઈ રહ્યો છે. મતલબ કે આ સ્ટોક આજે પણ ઝુનઝુનવાલાની નેટવર્થ વધારી રહ્યો છે. વાત અહીં પૂરી નથી થતી. આગળની મજબૂત વૃદ્ધિની યોજનાઓને કારણે હોટલ અને રિસોર્ટ સેક્ટરનો આ સ્ટોક વધુ વધવાની શક્યતા છે.
ગુરૂવારે ઈન્ડિયન હોટેલ BSE પર 3.36 ટકાના વધારા સાથે રૂ. 223.5 પર બંધ થયો હતો. બુધવારે શેરની કિંમત 215.2 રૂપિયા હતી. આનો અર્થ એ થયો કે ગુરૂવારે તેની પ્રતિ શેર કિંમત રૂ. 8.30 વધી હતી. આ શેરભાવ સાથે કંપનીની માર્કેટ કેપ રૂ. 31,745.93 કરોડ થઈ હતી.
બિગબુલ પાસે કેટલા શેર?
રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં 31 માર્ચ, 2022 સુધીમાં ઇન્ડિયન હોટેલ્સમાં 1.57 કરોડથી વધુ ઇક્વિટી શેર અથવા 1.11 ટકા હિસ્સો છે. શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા કંપનીમાં લગભગ 1.43 કરોડ ઇક્વિટી શેર અથવા 1.01 ટકા હિસ્સો ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાકેશ ઝુનઝુનવાલા તેમની પત્નીનો પોર્ટફોલિયો પણ સંભાળે છે. આમ આ કંપનીમાં તેમનો સંયુક્ત હિસ્સો 2.12 ટકા એટલે કે 3 કરોડ ઇક્વિટી શેર કરતાં વધારે છે. આ મુજબ ઝુનઝુનવાલાએ આગલા દિવસે લગભગ રૂ. 24.914 કરોડનો નફો કર્યો હતો.
કોરોના બાદની હવેની આ મોનસૂન અને વેડિંગ સીઝનમાં હોટલ સેક્ટરમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળવાની સંભાવનાએ બિગબુલે પોર્ટફોલિયોમાં આ શેર સાચવી રાખ્યો છે અને તમારે પણ તમારા રોકાણ સલાહકારની સલાહ-સૂચન અનુસાર ખરીદી અથવા હોલ્ડ કરી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર