Multibagger stock: આ સ્ટોકથી રોકાણકારો થઈ ગયા કરોડપતિ, 1 લાખનાં થયાં રૂ.1.37 કરોડ!

Multibagger stock થઈ ગયા કરોડપતિ

બાલાજી એમાઇન્સ (Balaji Amines) મિથાઇલામાઇન્સ, ઇથિલામાઇન્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ (chemical stock) અને ફાર્મા (Pharma Stock) એક્સપિયન્ટ્સનું ડેરિવેટિવ્ઝ બનાવે છે. કંપની ભારતમાં એલિફેટિક એમાઇન્સના ટોચની ઉત્પાદકોમાંની એક છે.

  • Share this:
    જો તમે શેરબજારમાંથી  (Stock Market) પૈસા કમાવવા માંગો છો, તો સૌથી મોટી ટીપ્સ ધીરજ રાખવી છે. તમારી ધીરજ તમને કરોડપતિ બનાવી શકે છે. આજે અમે એવા મલ્ટિબેગર સ્ટોક (Multibagger stock) વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. 23 સપ્ટેમ્બર, 2011ના રોજ NSEમાં કેમિકલ સ્ટોક બાલાજી બાલાજી એમાઇન્સની કિંમત રૂ. 34.60 જેટલી હતી. આ શેર 17 સપ્ટેમ્બર 2021 સુધીમાં વધીને રૂ.4,746.90 નજીક પહોંચી ગયો છે અને આ સમયગાળામાં શેર લગભગ 137 ગણો વધ્યો છે.

    ટેકનિકલ દ્રષ્ટિએ આ શેરનો RSI (રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ) 88.855 રહ્યો હતો અને 100ની વચ્ચે રહે છે. આમ તો શેર RSI 70થી ઉપર હોય ત્યારે ઓવરબાઉટ માનવામાં આવે છે અને જ્યારે 30થી નીચે હોય ત્યારે ઓવર સોલ્ડ માનવામાં આવે છે. આ સ્ટોક તેના 50 અને 100 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

    આ પણ વાંચો- 20 સપ્ટેમ્બર, કમાણીના શેર: આજે આ 20 શેરમાં કરો મોટી ખરીદી, ROUTE MOBILE, BAJAJ HEALTHCARE ખરીદો

    બાલાજી એમાઇન્સનો શેર કેમિકલ્સ ક્ષેત્રમાં 2021ના 23 મલ્ટિબેગર શેરોમાંનો એક છે. ગત અઠવાડિયે બાલાજી એમાઇન્સ શેરનો ભાવ રૂ. 4420.40થી વધીને રૂ. 4746.90 થયો હતો. જેમાં લગભગ 7.50 ટકાનો વધારો થયો હતો. જ્યારે છેલ્લા એક મહિનામાં આ સ્ટોક રૂ. 3319થી વધીને રૂ. 4746.90ના સ્તર પર આવી ગયો હતો. આ સમયગાળામાં આશરે 43 ટકાનો વધારો થયો હતો. એ જ રીતે છેલ્લા 6 મહિનામાં બાલાજી એમાઇન્સનો શેર રૂ. 1691.80થી વધીને રૂ. 4746 થયો હતો.

    નોંધનીય છે કે, છેલ્લા એક વર્ષમાં આ સમયગાળામાં બાલાજી એમાઇન્સ (Balaji Amines) શેરનો ભાવ 470 ટકાની આસપાસ વધ્યો છે. આ સ્ટોકના છેલ્લા 5 વર્ષના પરફોર્મન્સ પર નજર કરીએ તો તે 1415 ટકાના વધારા સાથે રૂ. 313.30થી વધીને રૂ. 4746ના સ્તર પર પહોંચી ગયો છે.

    આ પણ વાંચો-BUSINESS Investment tips: રોકાણ કરતી સમયે ખાસ ધ્યાનમાં રાખો આ 10 વાત, રિટર્ન પર પડશે સીધી અસર

    બાલાજી એમાઇન્સ (Balaji Amines) મિથાઇલામાઇન્સ, ઇથિલામાઇન્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ (chemical stock) અને ફાર્મા (Pharma Stock) એક્સપિયન્ટ્સનું ડેરિવેટિવ્ઝ બનાવે છે. કંપની ભારતમાં એલિફેટિક એમાઇન્સના ટોચની ઉત્પાદકોમાંની એક છે.

    આવી રીતે રોકાણકારો થયા છે કરોડપતિ

    જો કોઈ રોકાણકારે એક સપ્તાહ પહેલા બાલાજી એમાઇન્સમાં (Balaji Amines) એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેનો 1 લાખ રૂપિયા વધીને 1.075 લાખ રૂપિયા થઈ ગયો હોત અને જો રોકાણકારે એક મહિના પહેલા આ સ્ટોકમાં એટલું જ રોકાણ કર્યું હોત તો આજે તેના 1 લાખ રૂપિયા વધીને 1.43 લાખ રૂપિયા થઈ ગયા હોત અને જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેના 1 લાખ રૂપિયા વધીને 2.80 લાખ રૂપિયા થઈ ગયા હોત! આવી જ રીતે એક વર્ષ પહેલાં બાલાજી એમાઇન્સના શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કરનારના આજે 5.70 લાખ, 5 વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કરનારના 15.15 લાખ અને 10 વર્ષ પહેલા તેમાં એક લાખનું રોકાણ કરનારના આજે 1.37 કરોડ થઈ ગયો હોત!

    આ પણ વાંચો-નડિયાદમાં જન્મેલો છે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ...'નો કાર્તિક, ફાંકડુ ગુજરાતી બોલી જાણે છે હિરો


    વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
    Published by:Margi Pandya
    First published: