Home /News /business /આ શેર છે લવિંગિયા જેવો પણ ધમાકો સૂતળી બોમ્બ જેવો, રોકાણકારો રુપિયા ગણતા થાક્યા
આ શેર છે લવિંગિયા જેવો પણ ધમાકો સૂતળી બોમ્બ જેવો, રોકાણકારો રુપિયા ગણતા થાક્યા
લવિંગિયા જેવો પરચુરણ શેર પણ રિટર્ન સૂતળી બોમ્બ જેવું ધમાકેદાર.
Multibagger Stock: જાન્યુઆરી 2022માં આ શેરની કિંમત લગભગ 3 રુપિયા આસપાસ હતી. જ્યારે સોમવાર 26 ડિસેમ્બરના રોજ આ શેર 63 રુપિયાન ભાવે બંધ થયો હતો. એટલે જો એક વર્ષ પહેલા તમે આ શેરમાં 1 લાખ રુપિયાનું રોકાણ કર્યું હોય તો તે આજે વધીને 21 લાખ રુપિયા થઈ ગયું હોત.
વર્ષ 2022 પૂર્ણ થવામાં છે અને આ વર્ષમાં શેરબજારમાં સતત ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. બજારની આ ડામાડોળ સ્થિતિમાં ઘણાં રોકાણકારોના છાપરા ઉડી ગયા છે તો કેટલાકને છપ્પરફાડ કમાણી થઈ છે. જોકે, આ ઉતાર ચઢાવ વચ્ચે એક શેર એવો છે જેણે રોકાણકારોને બંપરથી પણ ઘણી ઊપરની કમાણી આપી છે. આ શેર એટલે Hemang Resources. આ શેરે પોતાના રોકાણકારોને આ વર્ષે 1920 ટકાનું ભારેભરખમ રિટર્ન આપ્યું છે. જાન્યુઆરી 2022માં શેરની કિંમત લગભગ 3 રુપિયા જેટલી હતી. જ્યારે આજે આ સ્ટોક 63 રુપિયાના ભાવે બંધ થયો છે. જેનો અર્થ છે કે રોકાણકારોના રુપિયા એક જ વર્ષમાં 21 ગણા વધી ચૂક્યા છે.
આ શેરે એક વર્ષમાં 21 ગણું રિટર્ન આપ્યું છે. જેનો અર્થ છે કે જો તમે 3 રુપિયાના ભાવે એક વર્ષ પહેલા 1 લાખ રુપિયા લગાવ્યા હોત તો આજે તમારી રકમ વધીને 21 લાખ બની ગઈ હોત. એટલું જ નહીં આ શેરે પાછલા 20 વર્ષમાં 20,238 ટકાનું રિટર્ન આપ્યું છે. એટલે કે જો જુલાઈ 2002માં તમે આ શેરમાં 1 લાખ રુપિયા લગાવ્યા હોત તો તે આજે વધીને લગભગ 3 કરોડ બની ગયા હોત.
કેવું રહ્યું આ સ્ટોકનું પ્રદર્શન
છેલ્લા એક મહિનામાં આ શેર લગભગ 17 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે 6 મહિનામાં તેણે 23 ટકા ફાયદો કરાવ્યો છે. હેમાંગ રિસોર્સિઝ પહેલા ભાટિયા ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ નામથી ઓળખવામાં આવતી હતી. જુલાઈ 2002માં તેના એક શેરની કિંમત 31 પૈસા હતી. એટલે કે 20 વર્ષના ગાળામાં આ શેર 203 ગણો વધ્યો છે.
હેમાંગ રિસોર્સિઝ લિમિટેડ પહેલા ભાટિયા ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ હતું. તેની સ્થાપના વર્ષ 1993માં નોન બેંકિંગ ફાઈનાન્શિયલ ઇન્સ્ટીટ્યુશનના રુપમાં BCC હાઉસિંગ ફાઈનાન્સ એન્ડ લિઝિંગ કંપની લિમિટેડ નામથી શરુ થઈ હતી. કંપની શરુઆતમાં લિઝિંગ અને હાયર પરચેઝ બિઝનેસના ફાઈનાન્સમાં કામ કરતી હતી. વર્ષ 1994માં કંપનીનું નામ બદલીને બીસીસ ફાઈનાન્સ લિમિટેડ અને વર્ષ 2006માં ભાટિયા ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કરવામાં આવ્યું હતું. જે બાદ વર્ષ 2015માં ફરી એકવાર નામ બદલીને હેમાંગ રિસોર્સિઝ લિમિટેડ કરી દેવામાં આવ્યું હતું.
વર્તમાનમાં કંપની બે ડિવિઝનમાં કામ કરી રહી છે. પહેલું કોલ ટ્રેડિંગ ડિવિઝન- જેમાં આયાત કરવામાં આવેલા અને સ્વદેશી કોલસાનો વેપાર અને ભારતમાં અલગ અલગ ઉદ્યોગોને વેચાણ સામેલ છે. બીજુ ડિવિઝન ઇન્ફ્રાસ્ટ્ર્કચર ડિવિઝન છે. જે અંતર્ગત કંપનીના રિયલ એસ્ટેટ સેક્ટરમાં કામ કરવા માટે કેટલાક મોકાના લોકેશન પર જમીન ખરીદી રહી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર