Home /News /business /Multibagger stock : ટાટાના આ શેરે 2 વર્ષમાં રોકાણકારોને 700 ટકા વળતર આપ્યું
Multibagger stock : ટાટાના આ શેરે 2 વર્ષમાં રોકાણકારોને 700 ટકા વળતર આપ્યું
Tata power gave 700 percent return
દલાલ સ્ટ્રીટે કોવિડ પછીની રેલીમાં રોકાણકારોને સારી સંખ્યામાં મલ્ટીબેગર શેર આપ્યા હતા. જેમાં ટાટા પાવરનો પણ સમાવેશ થાય છે. જ્યાં 2 વર્ષ પહેલા તેની કિંમત 30 રૂપિયા હતી, આજે તે 231 રૂપિયા પર પહોંચી ગઈ છે. બજારના જાણકારોનું માનવું છે કે આગામી સમયમાં વધુ તેજીની શક્યતા છે.
તમને ખબર હશે કે ભારતીય શેરબજારે (Indian Stock Market) 23 માર્ચ 2020 ના રોજ કોરોના રોગચાળાને કારણે તેનું સૌથી નીચલું સ્તર બનાવ્યું હતું. જોકે બાદમાં શેરબજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. ખાસ કરીને, કોવિડ પછીની રેલીમાં, દલાલ સ્ટ્રીટે રોકાણકારોને સારી સંખ્યામાં મલ્ટિબેગર શેર આપ્યા હતા. ટાટા પાવરનો શેર આ મલ્ટિબેગર શેરોમાંનો એક છે, જેણે રોકાણકારોને વળતર આપ્યું છે. આગામી સમયમાં વધુ વધારો થવાની શક્યતા બજારના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.
શેરબજારમાં કરેક્શન પછી, ટાટા પાવરનો (TATA Power) આ શેર છેલ્લા બે વર્ષમાં 18 મે, 2022ના રોજ રૂ. 30 થી વધીને રૂ. 237.5 થયો હતો. આનો અર્થ એ થયો કે આ સમયગાળા દરમિયાન તેણે રોકાણકારોને લગભગ 700 ટકા વળતર આપ્યું હતું. ખાસ વાત એ છે કે રુસ-યુક્રેન યુદ્ધને કારણે છેલ્લા કેટલાક મહિનામાં બજારમાં ભારે વેચવાલી છતાં આ મલ્ટીબેગર સ્ટોક તેના શેરધારકોને આટલું ઊંચું વળતર આપવામાં સફળ રહ્યો છે. Livemint અનુસાર, 3 એપ્રિલ, 2020 ના રોજ, ટાટા પાવર NSE પર લગભગ રૂ. 30 પર ટ્રેડ કરી રહ્યો હતો.
6 એપ્રિલ, 2022ના રોજ ટાટાનો આ શેર રૂ. 298.05ની 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો, પરંતુ પાછળથી તેમાં ઘટાડો થયો હતો. આજે સવારે 10.23 વાગ્યે ટાટા પાવરનો શેર BSE પર 2.84 ટકાના ઘટાડા સાથે રૂ. 231 પર ટ્રેડ કરી રહ્યો છે. મતલબ કે આ મલ્ટિબેગર સ્ટોક છેલ્લા દોઢ વર્ષમાં 20 ટકાથી વધુ ઘટ્યો છે.
વર્ષ ટુ ડેટ (YTD) એટલે કે આ વર્ષની 1 જાન્યુઆરીથી આજ સુધી વાત કરીએ તો આ મલ્ટીબેગર સ્ટોક લગભગ 6 ટકા વધ્યો છે. છેલ્લા 6 મહિનામાં, ટાટાના આ શેરે તેના શેરધારકોને 4.5 ટકાનું સાધારણ વળતર આપ્યું છે. છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો ટાટા પાવરના શેરની કિંમત 104 રૂપિયાથી વધીને 231 રૂપિયા થઈ ગઈ છે.
(Disclaimer: અહીં દર્શાવેલ સ્ટોક્સ બ્રોકરેજ હાઉસની સલાહ પર આધારિત છે. જો તમે રોકાણ કરવા માંગતા હો, તો કૃપા કરીને પહેલા કોઈ પ્રમાણિત રોકાણ સલાહકારની સલાહ લો. તમારા દ્વારા થતા કોઈપણ નફા કે નુકસાન માટે News18 જવાબદાર રહેશે નહીં.)
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર