Earn Money: 4 રૂપિયાવાળા આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ! એક વર્ષમાં લાખ બની ગયા 12 લાખ રૂપિયા

Multibagger stock: ટાટા ટેલીસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડે રોકાણકારોને એક વર્ષમાં અધધ 1129 ટકાનું રિટર્ન આપ્યું

Multibagger stock: ટાટા ટેલીસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડે રોકાણકારોને એક વર્ષમાં અધધ 1129 ટકાનું રિટર્ન આપ્યું

  • Share this:
    નવી દિલ્હી. શેર બજાર (Stock Market) પ્રત્યે રોકાણકારોને રસ વધી રહ્યો છે. રોકાણકારોનું શેર બજાર તરફ વલણ વધી રહ્યું હોવા પાછળનું કારણ છે બજારનું શાનદાર પ્રદર્શન. ગત એક વર્ષ દરમિયાન અનેક નાની અને મધ્યમ કંપનીઓના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. સ્મોલ કેપ (Small Cap) અને મિડ કેપ (Mid Cap) શેરોએ રોકાણકારોને ઓછા સમયમાં સારું રિટર્ન (Stock Return) આપ્યું છે. આજે અમે આપને આવા સ્ટોક વિશે જણવવા જઈ રહ્યા છીએ જેણે માત્ર 12 મહિના એટલે કે એક વર્ષમાં જ રોકાણકારોને એક લાખ સામે 12.29 લાખનો ફાયદો કરાવી દીધો છે. આ સ્ટોક છે- ટાટા ટેલીસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડ (Tata Teleservices Ltd). ટાટા ટેલીસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડના શૅરે એક વર્ષમાં પોતાના રોકાણકારોને 1129 ટકાનું રિટર્ન આપ્યું છે.

    4 રૂપિયાનો આ શેર હવે 47 રૂપિયાનો થઈ ગયો

    ટાટા ટેલીસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડ શૅરની વાત કરીએ તો આ શેર ગયા વર્ષે બીએસઇ (BSE) પર 9 જૂન, 2020ના રોજ માત્ર 3.82 રૂપિયા પર બંધ થયો હતો. હવે આ શૅરની વેલ્યૂ 46.95 રૂપિયા છે. એટલે કે જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા ટાટા ટેલીસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડના શેરમાં એક લાખ રુપિયાનું રોકાણ કર્યું હોય તો આજે ે 12.29 લાખ રૂપિયા પહોંચી ગયું હોય. આ અવધિ દરમિયાન આ સ્ટોકનું 1086 ટકાનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. ટાટા ટેલીસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડની હિસ્સેદારી આ વર્ષની શરુઆતથી 489 ટકા વધી છે અને એક મહિનામાં 113 ટકા ચઢી ગઈ છે.

    આ પણ વાંચો, 1st August: આજથી બદલાઈ જશે આ અગત્યના નિયમ, દરેક વ્યક્તિ પર પડશે સીધી

    માર્કેટ કેપ 9178 કરોડ રૂપિયા

    ટાટા ટેલીસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડનો આ શેર 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસના મૂવિંગ એવરેજથી ઉપર કારોબાર કરી રહ્યો છે. જોકે, છેલ્લા કેટલાક સત્રમાં ટાટા સમૂહની ફર્મનો માર્કેટ કેપ BSE પર ઘટીને 9178 રૂપિયા પર આવી ગયો છે. માર્ચ ક્વાર્ટરના અંતમાં પ્રમોટર્સની પાસે ફર્મમાં 74.36 ટકા હિસ્સેદારી હતી અને સાર્વજનિક શેરધારકોની પાસે 25.64 ટકા હિસ્સેદારી હતી.

    આ પણ વાંચો, Petrol Diesel Price Today: મહિનાના પહેલા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત, જાણો આપના શહેરના લેટેસ્ટ રેટ

    માર્ચ ક્વાર્ટરના અંતમાં સ્ટોક બે FII (0.01% હિસ્સેદારી)ની નજીક હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં FIIની ફર્મમાં કોઈ હિસ્સેદારી નથી. મુંબઈ સ્થિત ફર્મના શેરે છેલ્લા એક વર્ષમાં પોતાના Competitor Stockથી સારું પ્રદર્શન કર્યું છે.
    Published by:Mrunal Bhojak
    First published: